________________
[ ૮૨]
શ્રી નિયાવલિકા સત્ર
'વર્ગ-૩ અધ્ય.-૩
મહાશુક
અધ્યયન પ્રારંભ :| १ जइणं भंते ! समणेणं भगवया महावीरेणं जावसंपत्तेण पुफियाणं दोच्चस्स अज्झयणस्स अयमढे पण्णत्ते, तच्चस्स णं भंते ! अज्झयणस्स समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं के अढे पण्णत्ते ? ભાવાર્થ :- જંબૂ સ્વામીએ આર્ય સુધર્મા સ્વામીને પૂછ્યું- હે ભગવન્! જો નિર્વાણ પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે પુષ્પિકા વર્ગના બીજા અધ્યયનનો આ ભાવ કહ્યો છે, તો હે ભગવન્! તેઓએ ત્રીજા અધ્યયનમાં કયા ભાવનું નિરૂપણ કર્યું છે. પ્રભુ દર્શને મહાશુક્ર દેવનું આગમન :| २ एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं रायगिहे णयरे । गुणसीलए चेइए । सेणिए राया । सामी समोसढे । परिसा णिग्गया ।
ભાવાર્થ - હે જંબૂ! તે કાળે અને તે સમયે રાજગૃહ નામનું નગર હતું. ત્યાં ગુણશીલ નામનું ઉધાન હતું. ત્યાં શ્રેણિક રાજા રાજ્ય કરતા હતા. ભગવાન મહાવીર સ્વામી પધાર્યા. પરિષદ ધર્મદેશના સાંભળવા નીકળી.
| ३ तेणं कालेणं तेणं समएणं सुक्के महग्गहे सुक्कवडिसए विमाणे सुक्कसि सीहासणंसि चउहिं सामाणियसाहस्सीहिं जाव विहरइ एवं जहेव चंदो तहेव आगओ, णट्टविहिं उवदंसित्ता पडिगओ । भंते ! त्ति भगवं गोयमे समणं भगवं महावीरं पुच्छा । कूडागारसाला दिद्रुतो । पुव्वभव पुच्छा । ભાવાર્થ :- કાળે અને તે સમયે શુક્ર મહાગ્રહ દેવ શુક્રાવતુંસક વિમાનમાં, ચાર હજાર સામાનિક (ઈન્દ્રસમાન ઋદ્ધિવાળા)દેવોથી પરિવૃત્ત થઈને, શુક્ર સિંહાસન ઉપર બેઠા હતા. તે મહાશુક્ર દેવ, ચંદ્રની જેમ ભગવાનના દર્શન કરવા સમવસરણમાં આવ્યા, નૃત્યવિધિ બતાવીને ચાલ્યા ગયા.