________________
શ્રી ચંદ્ર-સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર
एस णं दोच्चे छम्मासे, एस णं दोच्चस्स छम्मासस्स पज्जवसाणे । एस णं आइच्चे संवच्छरे, एस णं आइच्चस्स संवच्छरस्स पज्जवसाणे । ભાવાર્થ :- આ રીતે, આ ક્રમથી બાહ્ય મંડળથી અંદર-અંદર પ્રવેશતો, પછી-પછીના મંડળ ઉપર સંક્રમણ કરતો સૂર્ય પ્રત્યેક મંડળે રાત્રિને મુહૂર્ત નાની કરતો અને દિવસને મુહૂર્ત મોટો કરતો સર્વાયંતર મંડળ ઉપર પહોંચે છે.
૧૮
જ્યારે સૂર્ય સર્વ બાહ્ય મંડળથી સર્વાશ્ચંતર મંડળ ઉપર આવીને પરિભ્રમણ કરે છે ત્યારે સર્વ બાહ્ય– ૧૮૪મા મંડળને વિર્જને (શેષ ૧૮૩ મંડળના ૧૮૩ અહોરાત્રના) મુહૂર્તના ૩૬૬ એકસઠીયા ભાગ(૬) પ્રમાણ અર્થાત્ ૬ મુહૂર્ત પ્રમાણ રાત્રિ ક્ષેત્રની હાનિ અને દિવસ ક્ષેત્રની વૃદ્ધિ કરે છે અને ત્યારે આખા વરસનો સૌથી મોટમાં મોટો, લાંબામાં લાંબો ૧૮ મુહૂર્તનો દિવસ અને ટૂંકામાં ટૂંકી ૧૨ મુહૂર્તની રાત્રિ થાય છે.
આ રીતે બીજા છ માસ પૂર્ણ થાય છે. અહીં સર્વાયંતર મંડળ ઉપર સૂર્યનું પરિભ્રમણ પૂર્ણ થતાં બીજા છ માસનો(ઉત્તરાયણનો) અંત થાય છે. આ રીતે બંને છ-છ માસ મળીને આદિત્ય સંવત્સર થાય છે. આ રીતે સૂર્ય સર્વાયંતર મંડળ પૂર્ણ કરે ત્યારે આદિત્ય સંવત્સર પૂર્ણ થાય છે.
१८ एवं खलु तस्सेव आइच्चस्स संवच्छरस्स सइं अट्ठारसमुहुत्ते दिवसे भवइ, सइं अट्ठारसमुहुत्ता राई भवइ, सई दुवालसमुहुत्ते दिवसे भवइ, सई दुवालसमुहुत्ता राई भवइ ।
पढमे छम्मासे अत्थि अट्ठारसमुहुत्ता राई, णत्थि अट्ठारसमुहुत्ते दिवसे, अत्थि दुवालसमुहुत्ते दिवसे णत्थि दुवालसमुहुत्ता राई ।
दोच्चे वा छम्मासे अत्थि अट्ठारसमुहुत्ते दिवसे णत्थि अट्ठारसमुहुत्ता राई, अत्थि दुवालसमुहुत्ता राई, णत्थि दुवालसमुहुत्ते दिवसे ।
पढमे वा छम्मासे दोच्चे वा छम्मासे णत्थि पण्णरसमुहुत्ते दिवसे, णत्थि पण्णरसमुहुत्ता राई । णत्थि राइंदियाणं वड्डोवुड्डीए मुहुत्ताणं वा चयोवचएणं णण्णत्थ वा अणुवायगईए । ( गाहाओ भाणियव्वाओ ) ।
ભાવાર્થ :- આ રીતે(૩૬૬ અહોરાત્ર પ્રમાણવાળા) આદિત્ય સંવત્સરમાં એકવાર ૧૮ મુહૂર્તનો દિવસ અને એક વાર ૧૮ મુહૂર્તની રાત્રિ થાય છે તથા એક વાર ૧૨ મુહૂર્તનો દિવસ અને એકવાર ૧૨ મુહૂર્તની
રાત્રિ થાય છે.
પ્રથમ છ માસમાં અર્થાત્ પ્રથમ છ માસના અંતિમ દિવસે ૧૮ મૂહૂર્તની રાત્રિ હોય છે પરંતુ ૧૮ મુહૂર્તનો દિવસ હોતો નથી અને તે દિવસે ૧૨ મુહૂર્તનો દિવસ હોય છે પરંતુ ૧૨ મુહૂર્તની રાત્રિ હોતી નથી. બીજા છ માસમાં અર્થાત્ બીજા છ માસના અંતિમ દિવસે ૧૮ મુહૂર્તનો દિવસ હોય છે પરંતુ ૧૮ મુહૂર્તની રાત્રિ હોતી નથી અને તે દિવસે ૧૨ મુહૂર્તની રાત્રિ હોય છે પરંતુ ૧૨ મુહૂર્તનો દિવસ હોતો નથી.
પ્રથમ છ માસ અને બીજા છ માસમાં અર્થાત્ સર્વબાહ્ય અને સર્વાયંતર મંડળ ઉપર સૂર્ય પરિભ્રમણ કરતો હોય ત્યારે ૧૫ મુહૂર્તનો દિવસ અને ૧૫ મુહૂર્તની રાત્રિ હોતી નથી. રાત્રિ-દિવસની