________________
પૂર્વે શ્રી ભદ્રબાહુ સ્વામીએ આ આગમની નિયુક્તિની રચના કરી હતી, પણ કાળ દોષથી તે નાશ પામી છે, વૃત્તિકારના આ વિધાન ઉપરથી સ્પષ્ટ થાય છે કે નિયુક્તિ તથા નિયુક્તિકાર ભદ્રબાહુ સ્વામીની પૂર્વે આ આગમની રચના થઈ છે. કાલિકશ્રુત–ઉત્કાલિકશ્રુત:- શ્રી નંદીસૂત્રમાં, શ્રી સૂર્યપ્રજ્ઞપ્તિ સૂત્રને ઉત્કાલિક અને શ્રી ચંદ્રપ્રજ્ઞપ્તિ સૂત્રને કાલિક કહ્યું છે. આ બંને ઉપાંગોનો વિષય પ્રાયઃ એક સરખો છે, તેથી એકને ઉત્કાલિક અને એકને કાલિક કહેવું ઉચિત જણાતું નથી. ત્રીજા અંગસૂત્ર શ્રી ઠાણાંગ સૂત્ર અનુસાર બંને સૂત્રો કાલિક શ્રુત છે. તો પાણીનો વત્તે अहिज्जति, तं जहा- चंदपण्णत्ती, सूरपण्णत्ती, दीवसागरपण्णत्ती । - શ્રી ઠાણાંગ સૂત્ર ૩/૧/૬૪. ત્રણ પ્રજ્ઞપ્તિઓનું યથાકાલે (પ્રથમ અને અંતિમ પોરસીમાં) અધ્યયન કરવામાં આવે છે, યથા– ચંદ્રપ્રજ્ઞપ્તિ, સૂર્ય પ્રજ્ઞપ્તિ, દ્વીપસાગર પ્રજ્ઞપ્તિ. શ્રી નંદીસૂત્ર અંગબાહ્ય સૂત્ર છે, શ્રી ઠાણાંગ સૂત્ર અંગપ્રવિષ્ટ સૂત્ર છે. અંગસૂત્રને પ્રાધાન્ય આપી આ બંને ઉપાંગ સૂત્રને કાલિક કહી શકાય છે. વિષય નિરૂપણ – આ આગમના ભિન્ન-ભિન્ન વિભાગોને પ્રાકૃત, પ્રાકૃતના અંતર્ગત અધિકારને પ્રતિપ્રાભૃત અથવા પ્રાભૃતપ્રાભૃત કહે છે અને અન્ય મતાવલંબીઓની માન્યતાનું પ્રતિપત્તિ શબ્દ દ્વારા પ્રતિપાદન કર્યું છે.
આ શાસ્ત્રમાં ૨૦ પ્રાકૃત, ૩૩ પ્રતિપ્રાભૃત અને ૩૫૭ પ્રતિપત્તિઓ છે. તેમાં પાંચ પ્રકારના જ્યોતિષ્ક દેવોની ગતિ આદિનું વિસ્તૃત વર્ણન સૂક્ષ્મ ગણિત સહિત સમજાવ્યું છે. ભાષા શૈલી :- આ આગમની ભાષાશૈલી વિલક્ષણ પ્રકારની છે. આ આગમના સર્વ પ્રશ્ન અને ઉત્તર સૂત્રોનો પ્રારંભ ‘તા થી થાય છે. માત્ર પ્રશ્નોત્તર જ નહીં પ્રાયઃ સૂત્ર તા થી શરૂ થાય છે. પ્રશ્નગત ‘તા શિષ્યની જિજ્ઞાસા સૂચક છે અને ઉત્તરગત તા શિષ્યનું કથન ગુરુદેવને સંમત છે, તે વાતનું સૂચક છે. સૂત્રના પ્રારંભનો ‘તા શિષ્યનું ધ્યાન સૂત્ર તરફ આકર્ષિત કરે છે અને તેમાં એકાગ્ર બનાવે છે. આ “તાં શિષ્યના મનમાં ગુરુ પ્રત્યે બહુમાન જન્માવે છે. ગુરુ પ્રત્યેનો બહુમાન ભાવ શિષ્યને ગુરુકથિત વિષયમાં રૂચિ ઉત્પન્ન કરાવે છે તથા કઠિન વિષયને સમજવામાં સરળતા સર્જે છે. ગણિતાનુયોગના કઠિનતમ વિષયને સરળ બનાવવા, શિષ્યને તેમાં તન્મય બનાવવા જ સૂત્રકારે આવી વિશિષ્ટ ભાષાશૈલીનો પ્રયોગ કર્યો હશે, તેમ જણાય છે.
53