________________
અનુવાદિકાની કલમે
- સાધ્વી શ્રી રાજેમતિબાઈ મ. જ્યોતિષરાજ ચંદ્ર-સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્રની પ્રરૂપણા જિતશત્રુ રાજાના સમયમાં મિથિલાનગરીના મણિભદ્ર નામના ઉદ્યાનમાં ગણધર પ્રવર શ્રી ગૌતમ સ્વામીની જિજ્ઞાસાના સમાધાનરૂપે ભગવાન શ્રી મહાવીર સ્વામીએ કરી છે. આ આગમમાં ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારા, આ પાંચ પ્રકારના જ્યોતિષ્ક દેવો, તેના વિમાનોની ભિન્ન-ભિન્ન ગતિ, તેના મંડળ-માર્ગ, જ્યોતિષ્ક વિમાનોના પરિભ્રમણથી નિર્મિત દિવસ, માસ, વર્ષ, યુગના અહોરાત્ર, મુહૂર્તના સંખ્યાદિની વિવિધ ગણનાઓ છે. ગણિતાનુયોગ પ્રધાન આ આગમ ર૨૦૦ શ્લોક પ્રમાણ છે. નામ વિચારણા – વર્તમાનમાં ઉપલબ્ધ બાર ઉપાંગ સૂત્રોમાં છઠ્ઠા ઉપાંગરૂપે શ્રી ચંદ્રપ્રજ્ઞપ્તિ સૂત્રની અને સાતમા ઉપાંગરૂપે શ્રી સૂર્યપ્રજ્ઞપ્તિ સૂત્રની ગણના થાય છે. આ બંને આગમોનો અભ્યાસ કરતાં જણાય છે કે પ્રાચીનકાળમાં ચંદ્રપ્રજ્ઞપ્તિ સૂત્ર અને સૂર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર, આ ભિન્ન-ભિન્ન નામવાળા સ્વતંત્ર બે આગમ પ્રસિદ્ધિ પામ્યા ન હતા.
જ્યોતિષગણરાજ પ્રજ્ઞપ્તિ અથવા જ્યોતિષરાજ પ્રજ્ઞપ્તિના નામે એક આગમરૂપે જ તે વિદ્યમાન હતા. સૂત્રકાર સ્થવિર ભગવંત સ્વયં કહે છે
ડ-વિય-પાદિત્યં, ગોષ્ઠ પુષ્ય-સુય-સાર-સિંદ્રો सुहुम गणिणोवदिटुं, जोइसगणरायपण्णत्तिं ॥
ચંદ્ર પ્રજ્ઞપ્તિ સુત્ર-મંગલાચરણ સ્પષ્ટ–પ્રગટ અર્થવાળા, સૂક્ષ્મ બુદ્ધિથી ગમ્ય, પૂર્વ શ્રુતના સારભૂત(પૂર્વમાંથી ઉદ્ધત) તીક્ષ્ણ પ્રજ્ઞાવાન આચાર્ય દ્વારા ઉપદિષ્ટ, જ્યોતિષગણરાજ પ્રજ્ઞપ્તિનું હું નિરૂપણ કરીશ.
इह एस पाहुडत्था, अभव्वजणहिययदुल्लहा इणमो । उक्कित्तिया भगवई, जोइसरायस्स पण्णत्ती ॥
ચંદ્ર-સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર– ઉપસંહાર.