________________
પદ્યાત્મક ઉત્થાનિકા છે અને સૂર્યપ્રજ્ઞપ્તિ સૂત્રના નામે પ્રસિદ્ધ ઉપાંગમાં ગદ્યાત્મક ઉત્થાનિકા છે. આ રીતે આ એક આગમ ગ્રંથની બે ઉત્થાનિકા છે. કેટલાક સંપાદકોએ બંને ઉત્થાનિકા આપી છે. કેટલાક સંપાદકોએ પધાત્મક એક કેટલાક સંપાદકોએ ગધાત્મક એક ઉત્થાનિકા આપી છે.
વિચારણાના અંતે આ બંને ઉપાંગોને એક ગ્રંથ રૂપે જ પ્રકાશિત કરવાનું નિશ્ચિત થયું અને પ્રથમ સૂત્રમાં પધાત્મક ઉત્થાનિકા આપીને બીજા સૂત્રમાં ગધાત્મક ઉત્થાનિકા આપી, બંને ઉત્થાનિકાનો આ આગમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ઘણા પ્રાભૃત અને પ્રતિપ્રાભૃતના અંતે IITનો માળિયબ્બાઓ (ગાથાઓ કહેવી) સૂત્રપાઠ છે, પરંતુ વર્તમાનમાં તે ગાથાઓ ઉપલબ્ધ નથી, તેથી તે સૂત્રપાઠ કૌંસમાં મૂક્યો છે.
.....મારસ-અટ્ટાર ગોળારું પરિવર્ફેિ ભવમાને... ૧/૮/૬ પ્રત્યેક સૂર્યમંડળની પરિધિમાં ૧૮–૧૮ યોજનની વૃદ્ધિ થાય છે. પ્રથમ મંડળની પરિધિ ૩૧૫૦૮૯ યોજન છે, તેમાં ૧૮–૧૮ યોજનની વૃદ્ધિથી ગણના કરતાં અંતિમ મંડળની પરિધિ ૩,૧૮,૩૮૩ યોજન થાય પરંતુ સૂત્રપાઠમાં અંતિમ મંડળની પરિધિ ૩,૧૮,૩૧૫ યોજન કહી છે. આચાર્ય મલયગિરિજીકૃત સંસ્કૃત વૃત્તિ તથા લોકપ્રકાશાદિ ગ્રંથના આધારે સમાધાન પ્રાપ્ત થયું કે ૧૮યોજન વૃદ્ધિનું કથન વ્યવહારથી છે, વાસ્તવમાં ૧૭યોજનની વૃદ્ધિ થાય છે. તેની ખુલાસાવાર વિગત સૂત્રગત વિવેચનમાં આપી છે.
एवं अवड्ड पोरिसिं छोढुं-छोढुं पुच्छा, दिवस भागं छोढुं-छोढुं वागरणं...। પ્રાભૃત –/૧૧ વ્યતીત કે શેષ દિવસ ભાગમાં એક-એક ભાગની વૃદ્ધિ અને છાયા પ્રમાણમાં અર્ધ-અર્ધ ભાગ વૃદ્ધિનું વિધાન છે. દિવસના ચોથા ભાગે વસ્તુ જેવડી છાયા હોય છે. દિવસના પાંચમા ભાગે દોઢ ગુણી, દિવસના છઠ્ઠા ભાગે બમણી, દિવસના સાતમા ભાગે અઢી ગુણી છાયા હોય છે. આ રીતે ગણના કરતા દિવસના ૧૨૦મા ભાગે ઓગણસાઠ ગણી છાયા પ્રાપ્ત થાય છે. (આ ગણના પરિશિષ્ટ પાંચમાં આપી છે) આ રીતની ગણનામાં તો વાવીસ દસમો..(૨૨૦૦૦ દિવસ ભાગ) સૂત્રપાઠ સંગત થતો નથી; તેથી તેને કૌંસમાં રાખ્યો છે અને તેનો અર્થ કર્યો નથી.
પ્રાભત ૧૦૯માં ૨૮ નક્ષત્રોના તારાઓની સંખ્યાનું કથન છે. શ્રી જંબદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર, શ્રી ઠાણાંગ સૂત્ર, શ્રી સમવાયાંગ સૂત્રમાં પણ કેટલાક નક્ષત્રોના તારાઓની સંખ્યાનું વિધાન છે. તેમાં અને પ્રસ્તુત આગમમાં કેટલાક નક્ષત્રોની તારા સંખ્યામાં ભિન્નતા જોવા મળે છે. નક્ષત્રના તારાઓની સંખ્યાની ભિન્નતાના પ્રસંગે અન્ય બે આગમમાં તારાની સંખ્યા સંબંધી સમાન કથન હોવાથી તે સૂત્રપાઠને માન્ય રાખી ભિન્નતા દર્શક પ્રસ્તુત સૂત્રગત સૂત્રપાઠને કૌંસમાં મૂક્યો છે.
48
GLE