________________
આભાર : ધન્યવાદ : સાધુવાદ :
પ્રસ્તુત આગમના રહસ્યોને ખુલ્લા કરતો અણમોલ દિવ્ય અભિગમ પ્રેષિત કરનાર, મહાઉપકારી ગોંડલ ગચ્છ શિરોમણિ, પરમ દાર્શનિક, અમારા આગમ કાર્યને પ્રોત્સાહિત કરી આશીર્વાદની વર્ષા વરસાવનારા ગુરુદેવ પૂ. શ્રી જયંતીલાલજી મ.સા.નો અનન્ય ભાવે આભાર માનું છું અને શતકોટી સાદર ભાવે પ્રણિપાત, નમસ્કાર કરું છું. શ્રદ્ધેય, પ્રેરક, માર્ગદર્શક જેમના પસાયે પૂ. ત્રિલોક મુનિ મ.સા.નો યોગ પ્રાપ્ત થયો છે, તેવા વાણીભૂષણ પૂ. ગિરીશ ગુરુદેવનો સહૃદયતાપૂર્વક આભાર માની વંદન કરુંછું. ગુરુપ્રાણ આગમ બત્રીસીના સંપાદન સહયોગી આગમ મનીષી પૂ. ત્રિલોકમુનિવર્યને શતકોટી વંદના પાઠવું છું.
મુનિ પુંગવોના ચરણાનુગામી, પ્રારંભેલા કાર્યને પૂર્ણતાના પગથારે પહોંચાડનારા, આગમ ગુજરાતી સંસ્કરણના ઉદ્ભવિકા, ઉત્સાહધરા, નિપુણા, કાર્યનિષ્ઠાવાન, ઉગ્ર તપસ્વિની મમ ભગિની તેમજ સુશિષ્યા સ્વ. સાધ્વી શ્રી ઉષાને સ્મરણ સાથે ધન્યવાદ અર્ધું છું.
આ પ્રસ્તુત સૂત્રના અનુવાદિકા છે અમારા દસમા નંબરના સુશિષ્યા દીર્ઘ તપસ્વિની, સેવાભાવી લાગણીશીલા બા. બ્ર. રાજેમતીશ્રી તથા તેમના સહયોગી વિદુષી સુશિષ્યા દીર્ઘ તપસ્વિની મીનાશ્રી. જેઓએ પ્રબળ પુરુષાર્થ ઉઠાવી આ ગણિતાનુયોગ પ્રધાન જટિલ શાસ્ત્રનો ગુજરાતી અનુવાદ આલેખ્યો છે. હું ભાવના સભર તે બંને તપસ્વી સાધ્વીનો આદર સત્કાર કરું છું. પ્રમુદિત દિલથી દુહા આપું છું કે તમો ગણિતનું ગણિત કરી સમયજ્ઞ બની ઘુળ નાબાદી ખંડિય બિરુદ પ્રાપ્ત કરો. સંયમી બની તપ દ્વારા કર્મક્ષય કરી શિવપંથના રાહી બનો.
આગમ અવગાહન કાર્યમાં સહયોગી સાઘ્વીરત્ના પુષ્પાબાઈ મ., પ્રભાબાઈ મ. એવં ધીરમતી બાઈ મ., હસુમતી બાઈ મ., વીરમતી બાઈ મ. સહિત સેવારત રેણુકાબાઈ મ. આદિ દરેક ગુરુકુલવાસી સાધ્વીવૃંદને અનેકશઃ ધન્યવાદ આપું છું.
સતત પ્રયત્નશીલ, અનેક આગમોનું અવગાહન કરીને અનુવાદની કાયાપલટ કરી, આગમને સરલ, સુમધુર, સંમાર્જિત કરનાર, શબ્દાર્થ-ભાવાર્થ અને વિવેચનનું સંતુલન જાળવી રાખનાર, ભગીરથ કાર્યના યશસ્વી સહસંપાદિકા મમ શિષ્યા-પ્રશિષ્યા સાધ્વી રત્ના ડૉ. સાધ્વીશ્રી આરતી એવં સાધ્વીશ્રી સુબોધિકાને અભિનંદન સહિત સાદર ધન્યવાદ આપું છું.
45