________________
હે સખી! તું તેમાંથી સમજી સુવિજ્ઞ બનજે. આ સુબોધ સાંભળી. નયનકીકીદેવી ઉલ્લસિત બની ગયા ને અરિહંતની આરતી ઉતારી, સ્મૃતિ ભંડારમાં તે સુબોધને અંકિત કર્યો અને બારમાં નજરાણાને જાણવા ઉત્સાહિત થયા. નિરૂપમ નૈસર્ગિક નજરાણું – બારમું:
વાચાદેવી એક સાથે નવે-નવે નજરાણા લાવીને શીઘ્રતાપૂર્વક નયનકકી દેવીના દષ્ટિપથમાં ઉતારવા લાલાયિત બની ગયા. તેઓ બોલ્યા, જુઓ તમારી જિજ્ઞાસાને માન આપી એક પછી એક સંક્ષિપ્ત ભાવમાં નજરાણાની વિગત આલેખું . હવે મને વિશ્વાસ થઈ ગયો છે કે તમે ખૂબ ચબરાક છો તેથી જલદી ટૂંકમાં ઘણું સમજી જશો. બારમા નજરાણામાં નક્ષત્ર, ચંદ્ર, ઋતુ, આદિત્ય અને અભિવર્ધિત આ પાંચ સંવત્સરોનું વર્ણન છે. છ ઋતુઓનું પ્રમાણ છે. છ ક્ષય તિથિ અને છ અધિક તિથિઓ કેમ થાય છે તથા એક યુગમાં સૂર્ય અને ચંદ્રની આવૃત્તિઓ અને તે સમયે નક્ષત્રનો યોગ તથા યુગકાળ આદિનું વર્ણન છે. તે તમે જરૂર ચીવટથી સમજી શકશો. નિરૂપમ નૈસર્ગિક નજરાણું - તેરમું -
તેરમાં નજરાણામાં કૃષ્ણ અને શુક્લપક્ષમાં ચંદ્રકળાની હાનિ-વૃદ્ધિ કઈ રીતે થાય, તે દર્શાવ્યું છે, બાસઠ પૂર્ણિમા અને બાસઠ અમાવાસ્યામાં ચંદ્ર સૂર્યની સાથે રાહુનો યોગ, પ્રત્યેક અયનમાં ચંદ્રની મંડળ ગતિ આદિનું વર્ણન આબેહૂબ કર્યું છે. તેની વ્યાખ્યા વિચારી લેજો. નિરૂપમ નૈસર્ગિક નજરાણું – ચૌદમું:
ચૌદમા નજરાણામાં કૃષ્ણપક્ષમાં અંધકાર અને શુક્લ પક્ષમાં જ્યોત્સના પ્રગટ થવાનાં કારણનું પ્રમાણ દર્શાવ્યું છે. નિરૂપમ નૈસર્ગિક નજરાણું – પંદરમું:
પંદરમા નજરાણામાં ચંદ્રાદિ જ્યોતિષ્ક દેવોની અંશાત્મક મુહૂર્ત ગતિનું વર્ણન છે. નક્ષત્ર માસમાં ચંદ્ર સૂર્ય, ગ્રહાદિની મંડલ ગતિનું વર્ણન છે. આ જ પ્રમાણે ઋતુ માસમાં આદિત્ય માસમાં પણ મંડલ ગતિનું નિરૂપણ કરેલું છે. નિરૂપમ નૈસર્ગિક નજરાણું – સોળમું :
સોળમાં નજરાણામાં ચાંદની, આતાપ, અંધકાર, પ્રકાશ વગેરે પર્યાયોનું વર્ણન છે.
42