________________
પ્રાભૃત-૨૦
| | ૪૦૧ |
तम्हा धिइउट्ठाणुच्छाह कम्म-बल-वीरियसिक्खियं णाणं । धारेयव्वं णियमा ण य अविणएसु दायव्वं ॥५॥ वीरवरस्स भगवओ, जर-मरण-किलेस-दोसरहियस्स ।
वंदामि विणयपणओ, सोक्खुप्पाए सया पाए ॥६॥ ભાવાર્થ :- આ પૂર્વકથિત તત્ત્વ જાણનારાઓના અભ્યદય માટે પ્રકટાર્થ હોવા છતાં અભવીજનોને દુર્લભ આ ભગવતી અર્થાત્ જ્ઞાનૈશ્વર્ય સ્વરૂપ જ્યોતિષરાજ ચંદ્ર-સૂર્ય દેવની પ્રજ્ઞપ્તિ પ્રતિપાદિત કરી છે. ll૧/l
- આ ચંદ્ર-સૂર્ય પ્રજ્ઞપ્તિ શાસ્ત્ર સમ્યક પ્રકારે જાણીને પછી અભિમાની, ઋદ્ધિ, રસ કે શાતાના ગર્વ સહિત, જાતિ આદિ મદ યુક્ત, પ્રત્યેનીક કે અબહુશ્રુત વ્યક્તિને આ જ્ઞાન ન આપવું, તેનાથી વિપરીત નમ્ર, ગર્વરહિત, નિરભિમાની, વિનમ્ર અને બહુશ્રુતને આ જ્ઞાન આપવું જોઈએ.1ર/l
શ્રવણ કરવાની વિશેષ ઇચ્છા રૂપ શ્રદ્ધાથી, જિનવચન જ સત્ય છે તેવા આત્મવિશ્વાસ રૂપ ધૃતિથી શ્રવણાદિ માટેના ઉત્સાહ રૂપ ઉત્થાનથી વંદનાદિ રૂપ કર્મ, શારીરિક સંપતિ રૂપ બલ, વીર્ય, પુરુષાકાર પરાક્રમથી આ સૂત્રના અર્થને પ્રાપ્ત કરીને પણ જો અપાત્રને અપાય તો, ધર્મોપદેશકારોના કુળથી, ગણથી અને સંઘથી બહાર કરેલા જ્ઞાનહીન અને વિનયહીન તે અપાત્ર જીવો અરિહંત, સ્થવિર અને ગણધરોની મર્યાદાનું ઉલ્લંઘન કરે છે. ૩–૪.
તેથી શ્રદ્ધા, ધૃતિ, ઉત્સાહ, કર્મ, બલ, વીર્ય, પુરુષાકાર પરાક્રમથી પ્રાપ્ત કરેલા આ શાસ્ત્રના જ્ઞાનને સદાને માટે અંતરમાં ધારણ કરવું જોઈએ, પરંતુ અવિનીતને આપવું ન જોઈએ. /પી.
સદા સુખપ્રદાયક જરા, મરણ, કલેશ અને દ્વેષ રહિત ભગવાન મહાવીર સ્વામીના ચરણોમાં વિનયપૂર્વક નમસ્કાર કરું છું. llઘા
છે . વીસમું પ્રાભૃત સંપૂર્ણ છે
Oા ચંદ્ર-સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર સંપૂર્ણ 6