________________
પ્રાભૃત-૧૯
[૩૭]
छण्णउइ सयसहस्सा, चोत्तालीसं खलु भवे सहस्साई ।
चत्तारि य सया खलु, तारागण कोडिकोडी णं ॥४॥ ભાવાર્થ :- પ્રશ્ન પુષ્કરવર દ્વીપમાં કેટલા ચંદ્ર પ્રકાશ કરતા હતા, વગેરે સર્વ પ્રશ્ન કરવા. ઉત્તરપુષ્કરવર દ્વીપમાં એક સો ચુંમાલીસ ચંદ્રો પ્રકાશ હતા, પ્રકાશ કરે છે અને પ્રકાશ કરશે; એકસો ચુમ્માલીસ સૂર્યો તપતા હતા, તપે છે અને તપશે; ચાર હજાર બત્રીસ નક્ષત્ર(૪,૦૩૨) યોગ કરતા હતા, યોગ કરે છે અને યોગ કરશે; બાર હજાર છસો બોતેર(૧૨,૬૭૨) મહાગ્રહો પરિભ્રમણ કરતા હતા, કરે છે અને કરશે; છસૂલાખ ચુંમાલીસ હજાર ચારસો(૯૬,૪૪,૪૦૦) ક્રોડાકોડી તારાગણ શોભતા હતા, શોભે છે અને શોભશે. ગાથાર્થ :- પુષ્કરવરદ્વીપની પરિધિ ૧,૯૨,૪૯,૮૯૪ યોજન છે. (વાગડ પછી ગાથા ગત સયા સદસાડું નો અન્વય કરવામાં આવ્યો છે) Ilall ૧૪૪ ચંદ્રો અને ૧૪૪ સૂર્યો પુષ્કરવરદ્વીપને પ્રકાશિત કરે છે. ૪,૦૩ર (ચાર હજાર બત્રીસ) નક્ષત્રો અને ૧૨,૬૭૨(બાર હજાર, છસો બોતેર) મહાગ્રહો ભ્રમણ કરે છે. ૯૬,૪૪,૪૦૦ ક્રોડાકોડી તારાગણ પુષ્કરવરદ્વીપમાં શોભતા હતા, શોભે છે અને શોભશે. માનુષોત્તર પર્વતઃ|११ ता पुक्खरवरस्स णं दीवस्स बहुमज्झदेसभाए माणुसुत्तरे णामं पव्वए पण्णत्ते, वट्टे वलयाकारसंठाणसठिए जे णं पुक्खरवरं दीवं दुहा विभयमाणेविभयमाणे चिट्ठइ, तं जहा- अभिंतरपुक्खरद्धं च बाहिरपुक्खरद्धं च । ભાવાર્થ :- પુષ્કરવરદ્વીપના બરાબર મધ્યભાગમાં માનુષોત્તર નામનો પર્વત છે. તે ગોળ અને વલયાકાર સંસ્થાનથી સંસ્થિત છે. તે પર્વત પુષ્કરવરદ્વીપને બે ભાગોમાં વિભાજિત કરે છે– (૧) આત્યંતર પુષ્કરાર્ધ દ્વીપ અને (૨) બાહ્ય પુષ્ઠરાર્ધ દ્વીપ.
१२ ता अभिब्तरपुक्खरद्धे णं किं समचक्कवालसंठिए ? विसमचक्कवालसंठिए? ता समचक्कवालसंठिए णो विसमचक्कवालसंठिए ।
ता अभितर पुक्खरद्धे णं केवइयं चक्कवालविक्खंभेणं केवइयं परिक्खेवेणं आहिएति वएज्जा ? ता अट्ठ जोयणसयसहस्साई चक्कवालविक्खंभे णं, ए क्का जोयणकोडी बायालीस च सयसहस्साइ तीस च सहस्साइ दो अउणापण्णे जोयणसए परिक्खेवेणं आहिएति वएज्जा । ભાવાર્થ :- પ્રશ્ન- આત્યંતર પુષ્કરાર્ધદ્વીપ શું સમગોળાકાર સંસ્થાનથી સંસ્થિત છે કે વિષમ ગોળાકાર સંસ્થાનથી સંસ્થિત છે? ઉત્તર- તે સમ ગોળાકાર સંસ્થાનથી સંસ્થિત છે, વિષમ ગોળાકાર સંસ્થાનથી સંસ્થિત નથી.
પ્રશ્ન- આત્યંતર પુષ્કરાર્ધ દ્વીપનો ચક્રવાલ વિખંભ કેટલો છે અને તેની પરિધિ કેટલી છે? ઉત્તર- આત્યંતર પુષ્કર દ્વીપનો ચક્રવાલ વિખંભ આઠ લાખ યોજનાનો છે અને તેની પરિધિ એક કરોડ. બેતાલીસ લાખ, ત્રીસ હજાર, બસો ઓગણપચાસ(૧,૪૨,૩૦,૨૪૯) યોજનની છે. |१३ ता अभित्तरपुक्खरद्धे णं केवइया चंदा पभासेंसु वा पभासिंति वा