________________
[ ૧૯૮]
શ્રી ચંદ્ર-સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર
મહિનાનું
મહિનાના અંતિમ દિવસે પોરસી છાયા પ્રમાણ ૨ પાદ૮ અંગુલ
(૧૦) વૈશાખ
મહિનામાં નક્ષત્ર |
સંખ્યા ચિત્રા
સ્વાતિ વિશાખા વિશાખા અનુરાધા જ્યેષ્ઠા મૂલ
મહિનામાં નક્ષત્રોની સ્થિતિ અહોરાત્ર ૧૪ અહોરાત્ર ૧૫ અહોરાત્ર
૧ અહોરાત્ર ૧૪ અહોરાત્ર ૮ અહોરાત્ર ૭ અહોરાત્ર ૧ અહોરાત્ર
(૧૧) જેઠા
૨ પાદ૪ અંગુલ
(૧૨) અષાઢ
૨ પાદ પ્રમાણ
પૂર્વાષાઢા ઉત્તરાષાઢા
૧૪ અહોરાત્ર ૧૫ અહોરાત્ર ૧ અહોરાત્ર
પ્રત્યેક મહિનામાં 1 અહોરાત્રના ધનિષ્ઠાદિ નક્ષત્રો માસ સમાપન્નક નક્ષત્રો છે. આ નક્ષત્રો એક જ દિવસ પૂર્ણિમાની રાત્રિ પર્યત હોય છે. શ્રાવણ, ભાદ્રપદ, પોષ અને જેઠ, આ ચાર મહિનામાં કુલોપકુલ નક્ષત્ર હોય છે, તે ચાર મહિનામાં ચાર-ચાર નક્ષત્રો રાત્રિને વહન કરે છે અને શેષ આઠ મહિનામાં ત્રણ-ત્રણ નક્ષત્રો રાત્રિને વહન કરે છે.
પ્રત્યેક મહિનાનું કુલ નક્ષત્ર તે મહિનાની 1 અહોરાત્રને વહન કરે છે અને પછીના મહિનાના પ્રારંભના ૧૪ અહોરાત્રને વહન કરે છે. તે મહિનાના ૩૦-૧૪ = શેષ ૧૬ અહોરાત્રમાંથી એક અંતિમ અહોરાત્રને કુલ સંજ્ઞક નક્ષત્ર વહન કરે છે, શેષ રહેલા ૧૫ અહોરાત્રમાં જો તે મહિનામાં ઉપકુલ, કુલીપકુલ બંને નક્ષત્ર હોય તો ક્રમશઃ ૮ અને ૭ અહોરાત્રને વહન કરે છે અને માત્ર ઉપકુલ નક્ષત્ર જ હોય, તો તે ૧૫ અહોરાત્રને વહન કરે છે. પોષ છાયાપુ :- પૌરુષી કે પોરસી છાયા. અહીં “પુરુષ' શબ્દથી શંકુ-ખીલો અથવા પુરુષનું શરીર ગ્રહણ કરવામાં આવે છે. તે પુરુષના આધારે જે છાયા કે પડછાયો નિષ્પન્ન થાય તેને પૌરુષી કે પોરસી છાયા કહે છે.
સુર્ય સર્વાત્યંતર મંડળ ઉપર હોય ત્યારે કોઈપણ વસ્તુની છાયા તે વસ્તુ જેવડી જ હોય છે. તત્પશ્ચાતુ પ્રતિદિન તે છાયા વૃદ્ધિ પામે છે અને સૂર્ય સર્વ બાહ્ય મંડળ ઉપર હોય ત્યારે છાયા વસ્તુ પ્રમાણ કરતાં બમણી હોય છે. ત્યારપછી પ્રતિદિન છાયા ઘટતા ઘટતા ઉત્તરાયણના અંતિમ દિવસે દિને પુનઃ તે છાયા વસ્તુના પ્રમાણ જેવડી થાય છે.
પ્રત્યેક વસ્તુના પોત-પોતાના પ્રમાણના ૧૮૩મા ભાગ પ્રમાણ છાયાની વૃદ્ધિ-હાનિ થાય છે. જેમ કે ૨૪ અંગુલનો શંકુ-ખીલાની છાયા અથવા ૨૪ અંગુલ પ્રમાણ ઢીંચણ સુધીના પગની પૌરુષી છાયા-કર્ક સંક્રાંતિના દિવસે ૨૪ અંગુલના ખીલાની છાયા ૨૪ અંગુલ પ્રમાણ જ હોય છે.
ત્યારપછી પ્રતિદિન ભાગ વૃદ્ધિ પામે છે. તેમાં ત્રણથી છેદ ઉડાડતા ભાગ આવે છે. પ્રતિદિન જ અંગુલ પ્રમાણ છાયા વૃદ્ધિ પામે છે અને સાધિક સાડા સાત દિવસે છાયા ૧ અંગુલની વૃદ્ધિ પામે છે