________________
૧૯૨
શ્રી ચંદ્ર-સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર
દસમું પ્રાભૂત ઃ દસમું પ્રતિપ્રાભૂત
માસના નક્ષત્રો : પોરસી છાયા
માસના પરિવાહક નક્ષત્રો તથા પોરસી છાયા :
१ ता कहं ते णेया आहिएति वएज्जा ? ता वासाणं पढमं मासं कइ ળવવત્તા નૈતિ ? તા વત્તરિ ળવવત્તા ëતિ, તેં નહા- ઉત્તરાષાઢા, અભિરૂં, सवणो, धणिट्ठा। उत्तरासाढा चोद्दस अहोरत्ते णेइ, अभिई सत्त अहोरत्ते णेइ, सवणे अट्ठ अहोरत्ते णेइ, धणिट्ठा एगं अहोरत्तं णेइ ।
तंसि णं मासंसि चउरंगुलपोरिसीए छायाए सूरिए अणुपरियट्टा, तस्स जं मासस्स चरिमे दिवसे दो पादाई चत्तारि य अंगुलाणि पोरिसी भवइ । ભાવાર્થ :- પ્રશ્ન− કેટલા નક્ષત્ર માસને પરિવહન કરે છે ? કેટલા નક્ષત્ર વર્ષાકાળના પ્રથમ શ્રાવણ માસને પરિવહન કરે છે ? ઉત્તર– શ્રાવણ માસને (૧) ઉત્તરાષાઢા (૨) અભિજિત (૩) શ્રવણ (૪) ધનિષ્ઠા, આ ચાર નક્ષત્રો પરિવહન કરે છે અર્થાત્ શ્રાવણ માસમાં આ ચાર નક્ષત્ર હોય છે. શ્રાવણ માસમાં ૧૪ અહોરાત્ર પર્યંત ઉત્તરાષાઢા, ૭ અહોરાત્ર પર્યંત અભિજિત, ૮ અહોરાત્ર પર્યંત શ્રવણ, ૧ અહોરાત્ર પર્યંત ધનિષ્ઠા નક્ષત્ર રહે છે. (૧૪ + ૭ + ૮ + ૧ = ૩૦ અહોરાત્ર).
તે શ્રાવણ માસમાં સૂર્ય પોરસી પ્રમાણની(બે પાદ પ્રમાણ) પુરુષ છાયામાં ચાર અંગુલની વૃદ્ધિ કરતો પરિભ્રમણ કરે છે. તે માસના અંતિમ દિવસે ૨ પાદ(પગ) અને ૪ અંગુલ પ્રમાણ પોરસી છાયા હોય છે. २ ता वासाणं बिइयं मासं कइ णक्खत्ता णेंति ? ता चत्तारि णक्खत्ता णेंति, तं નહા- ધળિકા, સતમિલયા, પુવ્વપોકવયા, ઉત્તરધ્રુવવા, ધળિકા ચોક્ષ અહોત્તે णेइ, सतभिसया सत्त अहोरत्ते णेइ, पुव्वपोट्ठवया अट्ठ अहोरत्ते णेइ, उत्तरपोट्ठवया एगं अहोरत्तं णेइ ।
तंसि णं मासंसि अट्ठगुलपोरिसीए छायाए सूरिए अणुपरियदृइ, तस्स णं मासस्स चरिमे दिवसे दो पादाइं अट्ठ अंगुलाई पोरिसी भवइ ।
ભાવાર્થ :- પ્રશ્ન- વર્ષા ઋતુના બીજા-ભાદ્રપદ(ભાદરવા) માસને કેટલા નક્ષત્ર પરિવહન કરે છે ? ઉત્તર– ભાદ્રપદ માસને (૧) ધનિષ્ઠા (૨) શતભિષક્ (૩) પૂર્વાભાદ્રપદા (૪) ઉત્તરાભાદ્રપદા, આ ચાર નક્ષત્ર પરિવહન કરે છે. ભાદ્રપદ માસમાં ૧૪ અહોરાત્ર પર્યંત ધનિષ્ઠા, ૭ અહોરાત્ર પર્યંત શતભિષક્, ૮ અહોરાત્ર પર્યંત પૂર્વાભાદ્રપદા અને ૧ અહોરાત્ર પર્યંત ઉત્તરાભાદ્રપદા નક્ષત્ર રહે છે. (૧૪ + ૭ + ૮ + ૧ = ૩૦ અહોરાત્ર)
તે ભાદ્રપદ માસમાં સૂર્ય પોરસી પ્રમાણ(બે પાદ રૂપ) પુરુષ છાયામાં ૮ અંગુલની વૃદ્ધિ કરતો