________________
શ્રુત સેવાનો સત્કાર
શ્રુતાધાર (મુખ્યદાતા) શ્રીમતી હેમલત્તાબેન નટવરલાલ મણિયાર.
દીપકનું અસ્તિત્વ તેલ આધારિત છે. દીપકની જ્યોત ઉર્ધ્વગામી હોય છે. તેની ઊર્ધ્વગામિતામાં કારણભૂત છે તેલ. તેવી જ રીતે શ્રદ્ધાનું દિવેલ વ્યક્તિને ઊર્ધ્વગતિ આપે છે.
ગુરુ શ્રદ્ધા જ જેમનો શ્વાસ છે, ગુરુ ભક્તિ જ જેમની શક્તિ છે, ગુરુ પ્રેમ જ જેમનું બળ છે તેવા હેમલત્તાબેન ગુરુ પ્રેરણાએ તપ – ત્યાગના માર્ગે અગ્રસર બની આત્મોન્નતિ કરી રહ્યા છે.
માતુશ્રી જ્યાબેન ચંદુલાલ હેમાણીના સુસંસ્કારો પામીને, માસી સ્વામી પૂ.દીક્ષિતાબાઇ મ. ના સદુપદેશે જીવન ઉજ્જવલ બનાવતા વડોદરામાં પતિગૃહે સ્થિત થયા. શ્વસુર શ્રી છોટાલાલભાઇ મણિયારની ધર્મ ભાવના અને ધર્મ આરાધનામાં સહકાર આપી, હેમલતાબેન કર્મ ક્ષયના ભાગી બન્યા.
કુદરતને આ સુખ મંજૂર ન હોય તેમ હેમલતાબેનની જીવન નૈયાને મઝધારે મૂકીને શ્રી નટવરલાલ ભાઇ આ દુનિયામાંથી વિદાય લઇ ચાલ્યા ગયા. પૂજય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ.સા. ના સાંનિધ્યે તે આઘાત સહ્ય બન્યો. ‘ગુરુ માત – પિતા, ગુરુ બંધુ સખા ’’ તેમ હેમલત્તાબેન માટે ગુરુદેવ જીવનકેન્દ્ર બની ગયા.
જાત મહેનતથી અર્જિત જીવનમુડીનો સદુપયોગ કરતાં પૂ. ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ.સા. ના ૩૯ માં જન્મદિને ગુરુ ચરણે શ્રુતાધાર બનવાના ભાવને સમર્પિત કરી તેઓ ધન્ય બન્યા છે.
વિપુલ ધનરાશિ સંચિત હોય અને આગમ કાર્યમાં શ્રુતાધાર બની સ્વદ્રવ્ય અર્પિત કરનાર ધન્ય છે પણ... ભવિષ્યનો વિચાર કર્યા વિના સર્વસ્વને અર્પણ કરનાર હેમલત્તાબેન ધન્યાતિધન્ય બન્યા છે.
ગુરુપ્રાણ પ્રકાશન
PARASDHAM
7