________________
। ४४ ।
શ્રી ચંદ્ર-સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર
| २ तत्थ जे ते एवमाहंसु-ता एगं जोयणसहस्सं एगं च तेत्तीसं जोयणसयं दीवं वा समुह वा ओगाहित्ता सूरिए चारं चरइ, ते एवमाहंसु-ता जया णं सूरिए सव्वब्भंतरं मंडलं उवसंकमित्ता चारं चरइ तया णं जंबुद्दीवं दीवं एगंजोयणसहस्सं, एगं च तेत्तीसं जोयणसयं ओगाहित्ता सूरिए चारं चरइ, तया णं उत्तमकट्ठपत्ते उक्कोसए अट्ठारसमुहुत्ते दिवसे भवइ, जहण्णिया दुवालसमुहुत्ता राई भवइ ।
ता जया णं सूरिए सव्वबाहिरं मंडलं उवसंकमित्ता चारं चरइ तया णं लवणसमुहं एग जोयणसहस्सं एगं च तेत्तीस जोयणसयं ओगाहित्ता चारं चरइ, तया णं उत्तमकट्ठपत्ता उक्कोसिया अट्ठारसमुहुत्ता राई भवइ, जहण्णए दुवालसमुहुत्ते दिवसे भवइ ।।
एवं चउत्तीसेऽवि जोयणसयं, पणतीसेऽवि एवं चेव भाणियव्वं । ભાવાર્થ :- અન્યતીર્થિકોમાંથી જે એમ કહે છે કે સૂર્ય દ્વીપના અને સમુદ્રના ૧,૧૩૩ યોજના ક્ષેત્રને અવગાહિત કરીને પરિભ્રમણ કરે છે, તેઓનો આશય એ છે કે સૂર્ય જ્યારે સર્વાત્યંતર મંડળ ઉપર પરિભ્રમણ કરે છે ત્યારે તે જંબુદ્વીપના ૧,૧૩૩ યોજન પ્રમાણ ક્ષેત્રને અવગાહિત કરીને પરિભ્રમણ કરે છે
તથા ટૂંકામાં ટૂંકી ૧૨ મુહૂર્તની રાત્રિ હોય છે. સૂર્ય જ્યારે સર્વ બાહ્ય મંડળ ઉપર પરિભ્રમણ કરે છે ત્યારે તે લવણ સમદ્રના ૧,૧૩૩ યોજન પ્રમાણ ક્ષેત્રને અવગાહિત કરીને પરિભ્રમણ કરે છે અને ત્યારે સૌથી મોટી, લાંબામાં લાંબી ૧૮ મુહૂર્તની રાત્રિ તથા ટૂંકામાં ટૂંકો ૧૨ મુહૂર્તનો દિવસ હોય છે.
આ જ રીતે સૂર્ય ૧,૧૩૪ યોજન અને ૧,૧૩૫ યોજન દ્વીપ-સમુદ્રના ક્ષેત્રને અવગાહિત કરે છે અર્થાતુ આ બંને મતવાળા અન્યતીર્થિકોનો આશય પણ ઉપરોક્ત પ્રમાણે જ છે. | ३ तत्थ णं जे ते एवमाहंसु-ता अवड्ढ दीवं वा समुदं वा ओगाहित्ता सूरिए चारं चरइ, ते एवमाहंसु-ता जया णं सूरिए सव्वब्भंतरं मंडलं उवसंकमित्ता चारं चरइ तया णं अवटुं जंबुद्दीवं दीवं ओगाहित्ता सूरिए चारं चरइ, तया णं उत्तमकट्ठपत्ते उक्कोसए, अट्ठारसमुहुत्ते दिवसे भवइ, जहणिया दुवालसमुहुत्ता राई भवइ ।
एवं सव्वबाहिरे मंडलेऽवि, णवरं-अवड्ढे लवणसमुदं तया णं राइदिय तहेव । ભાવાર્થ :- અન્યતીર્થિકોમાંથી જે એમ કહે છે કે સૂર્ય અર્ધા દ્વીપ અને અર્ધા સમુદ્રને અવગાહિત કરીને પરિભ્રમણ કરે છે, તેઓનો આશય એ છે કે જ્યારે સૂર્ય સર્વાત્યંતર મંડળ ઉપર પરિભ્રમણ કરે છે ત્યારે તે અર્ધા જંબુદ્વીપ નામના દ્વીપને અવગાહિત કરીને પરિભ્રમણ કરે છે અને ત્યારે સૌથી મોટો લાંબામાં લાંબો ૧૮ મુહૂર્તનો દિવસ તથા ટૂંકામાં ટૂંકી ૧૨ મુહૂર્તની રાત્રિ હોય છે.
તે જ રીતે સૂર્ય જ્યારે સર્વ બાહ્ય મંડળ ઉપર પરિભ્રમણ કરે ત્યારે સૂર્ય અર્ધા લવણ સમુદ્રને અવગાહિત કરે છે અને ત્યારે રાત્રિ-દિવસની વ્યવસ્થા પૂર્વવત્ હોય છે અર્થાત્ ૧૮ મુહૂર્તની રાત્રિ ૧૨ મુહૂર્તનો દિવસ હોય છે.