________________
[ ૩૬]
શ્રી જેબલીપ પ્રાપ્તિ સૂત્ર
બીજા વક્ષસ્કાર જે પરિચય
પ્રસ્તુત વક્ષસ્કારમાં ભરતક્ષેત્રમાં પરિવર્તન પામતા કાળનું વર્ણન છે. ભરતક્ષેત્રમાં કાળ નિરંતર પરિવર્તન પામ્યા કરે છે. ૨૦ ક્રોડાક્રોડી સાગરોપમનું કાળચક્ર ફર્યા જ કરે છે.
કાળચક્ર અને તેના આરા-વિભાગોના કાળમાનની ગણના સાગરોપમાદિથી થતી હોવાથી સૂત્રકારે આ વક્ષસ્કારના પ્રારંભમાં ગણના કાળ અને ઉપમા કાળનું કથન કર્યું છે. પ્રાયઃ આ વર્ણન અનુયોગ દ્વાર સૂત્ર પ્રમાણે જ છે.
આ કાળ ચક્રના બે વિભાગ છે. (૧) અવસર્પિણી કાળ અને (૨) ઉત્સર્પિણી કાળ. જે કાળમાં દ્રવ્યાદિ ગુણધર્મો હીન, ક્ષીણ થતાં જાય તેને અવસર્પિણી કાળ કહે છે. જે કાળમાં દ્રવ્યાદિ ગુણધર્મો વૃદ્ધિ પામતા જાય તેને ઉત્સર્પિણી કાળ કહે છે.
તે બંને કાળના છ-છ વિભાગો છે, જે આરાના નામે પ્રખ્યાત છે. આ છ-છ આરાનો કાળ ૧૦ ક્રોડાક્રોડી સાગરોપમ છે.
અવસર્પિણીના પ્રથમ ત્રણ અને ઉત્સર્પિણીના અંતિમ ત્રણ આરા યુગલિક કાળ કહેવાય છે. તે સમયે ભરત ક્ષેત્રમાં સ્ત્રી-પુરુષો યુગલરૂપે જન્મ પામતા અને રહેતા હોવાથી તેને યુગલિક ભૂમિ; અસિ(શસ્ત્ર), મસિ(લેખન), કૃષિ(ખેતી), આ ત્રણ કાર્ય ત્યાં ન હોવાથી અકર્મભૂમિ અને યુગલિકો સંચિત પૂર્વ પુણ્યના કારણે વિપુલ ભોગ ભોગવતા હોવાથી ભોગભૂમિના નામે પણ ઓળખાય છે.
અવસર્પિણી-ઉત્સર્પિણીના ત્રીજા-ચોથા આરામાં તીર્થકર, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવાદિ શ્લાઘનીય પુરુષો થાય છે.
અવસર્પિણીના પ્રથમના ત્રણ આરામાં ત્રીજા આરાના અંતિમ ભાગને છોડીને, તથા ઉત્સર્પિણીના અંતિમ ત્રણ આરામાં (ચોથા આરાના પ્રથમ ભાગને છોડીને) રાજ્યાદિ વ્યવસ્થા બાદર અગ્નિ હોતા નથી. ત્રીજા આરાના અંત ભાગમાં જન્મ ધારણ કરતા પ્રથમ તીર્થકર કળા, વ્યાપાર, રાજ્ય વ્યવસ્થા અને ધર્મના આદ્ય પ્રણેતા બને છે. વર્તમાન અવસર્પિણીના ચોવીસ તીર્થકરોમાંથી પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવ સ્વામીનું વિસ્તૃત જીવન વર્ણન તથા તેમના નિર્વાણ મહોત્સવનું સાંગોપાંગ વર્ણન પ્રસ્તુત વક્ષસ્કારમાં છે.
આ રીતે ભરત ક્ષેત્રના એક કાળચક્રનું, તેના બે કાળ વિભાગનું અને ૧૨ આરાનું વર્ણન પ્રસ્તુત વક્ષસ્કારમાં છે.