________________
| ૨૦ |
શ્રી જબૂતીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
છે.(બહુ લાંબી અને અત્યલ્પ પહોળી જગ્યાને શ્રેણી કહેવાય છે.) તે પૂર્વ-પશ્ચિમ લાંબી અને ઉત્તર-દક્ષિણ પહોળી છે. તે દશ યોજન પહોળી અને પર્વત જેટલી લાંબી છે. તે શ્રેણીઓની બંને બાજુ એક-એક એમ બે પાવર વેદિકા અને બે વનખંડ છે. તે પદ્મવરવેદિકાઓ અર્ધા યોજન ઊંચી, ૫૦૦ ધનુષ્ય પહોળી અને પર્વત જેટલી લાંબી છે. તે વનખંડો વેદિકા જેટલા જ લાંબા છે વગેરે વેદિકા અને વનખંડનું સંપૂર્ણ વર્ણન પૂર્વવત્ જાણવું. | १९ विज्जाहरसेढीणं भंते ! भूमीणं केरिसए आयारभाक्पडोयारे पण्णत्ते ?
गोयमा ! बहुसमरमणिज्जे भूमिभागे पण्णत्ते, से जहाणामए- आलिंग पुक्खरेइ वा जाव णाणाविहपंचवण्णेहिं मणीहिं तणेहिं य उवसोभिए, तं जहाकित्तिमेहिं चेव अकित्तिमेहिं चेव । तत्थ णं दाहिणिल्लाए विज्जाहस्सेढीए गगण वल्लभपामोक्खा पण्णासं विज्जाहरणगरावासा पण्णत्ता, उत्तरिल्लाए विज्जाहरसेढीए रह णेउस्चक्कवालपामोक्खा सर्टि विज्जाहरणगरावासा पण्णत्ता । एवामेव सपुव्वावरेणं दाहिणिल्लाए उत्तरिल्लाए विज्जाहस्सेढीए एगं दसुत्तरं विज्जाहर- णगरावाससयं भवतीति मक्खायं । ते विज्जाहरणगरा रिद्धस्थिमिय समिद्धा, पमुइयजणजाणवया जाव अभिरूवा पडिरूवा । तेसुणं विज्जाहरणगरेसु विज्जाहस्रायाणो परिवसंति-महया हिमवंतमहंतमलयमंदरमहिंदसारा रायवण्णओ માળિયળ્યો ! ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! વિદ્યાઘર શ્રેણીઓની ભૂમિનું અર્થાત્ ક્ષેત્રનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર- હે ગૌતમ ! વિદ્યાઘર શ્રેણીઓનો ભૂમિભાગ ઘણો સમતલ, રમણીય છે. તે ઢોલકના ચર્મમઢિત ભાગની જેમ સમતલ છે યાવતુ તે અનેક પ્રકારના પંચવર્ણી મણિઓથી યુક્ત છે તથા કૃત્રિમ અને અકૃત્રિમ બંને પ્રકારની તૃણ વનસ્પતિઓથી સુશોભિત છે. દક્ષિણવર્તી વિદ્યાધરની શ્રેણીમાં ગગનવલ્લભ વગેરે વિદ્યાધરના પચાસ(૫૦) મોટા નગરો છે અને ઉત્તરવર્તી વિદ્યાધરની શ્રેણીમાં રથનુપુર ચક્રવાલ આદિ સાઠ(0) નગરો છે. આ પ્રમાણે દક્ષિણવર્તી અને ઉત્તરવર્તી બન્ને વિદ્યાઘર શ્રેણીઓના નગરોની સંખ્યા એકસો દશ છે. તે વિદ્યાધરના નગર વૈભવશાળી, સુરક્ષિત અને સમૃદ્ધ છે. ત્યાં આનંદ-પ્રમોદના સાધનો પ્રચુર માત્રામાં હોવાથી ત્યાંના નિવાસીઓ અને અન્ય ભાગોમાંથી આવેલી વ્યક્તિઓ આનંદિત રહે તેવા યાવતું મનોજ્ઞ અને મનમાં વસી જાય તેવા તે નગરો છે.
તે વિદ્યાધરના નગરોમાં મહાહિમવંત, મલય, મેરુ અને મહેન્દ્ર પર્વતોની જેમ મર્યાદા કરનાર મહાનપ્રધાન વિધાધર રાજાઓ નિવાસ કરે છે. તેઓનું સંપૂર્ણ વર્ણન ઔપપાતિક સૂત્રના કોણિક રાજાના વર્ણનાનુસાર જાણવું. | २० विज्जाहरसेढीणं भंते ! मणुयाणं केरिसए आयारभाक्पडोयारे पण्णते ?