________________
જ
み
(
સૌરાષ્ટ્ર કેસરી બા. બ્ર. પૂ. ગુરુદેવ
શ્રી પ્રાણલાલજી મ. સા. ને અનન્ય શ્રદ્ધાભાવે..
સમર્પણ
વાત્સલ્ય ભીનું જેનું વદન,
કરૂણા ભીના જેના નયન, સંયમ સુવાસિત જીવન,
હિતશિક્ષાના વિમલ વારિથી ખીલવ્યા ગમ જીવનનાસંયમ સુમન,
આકાશ સમ વિરાટ વ્યક્તિત્વના ઘારક, સમંદર સમ ગંભીરતાદિ ગુણોના ગ્રાહ્ક, અણિત ગુણરત્નોના રત્નાકર, પારદર્શક પવિત્રતાના પ્રભાકર,
દર્પણ સમ દિવ્ય સ્નેહમૂર્તિ, જિનશાસનના અણુશાસ્તા, ગૌરવવંતા ગોંડલગચ્છના અનસ્ડ સિતારા, મમ જીવનના અનંત અનંત ઉપકારી, પૂજ્યપાદ ‘ગુરુપ્રાણ'ના પવિત્ર હસ્તામ્બુજે સાદર સવિનય સમર્પણ...
પૂ. ફૂલ - આમ્ર ગુરુણીના સુશિષ્યા આર્યા મુકતાબાઈ મ.