________________
| ૫૯૨ ]
શ્રી જદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિનો ઉપસંહાર કરતાં સૂત્રકારે જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિની ઉગમનગરી મિથિલાના નામોલ્લેખ સાથે વિશાળ ચતુર્વિધ સંઘની મધ્યે આ સૂત્રની દેશના થયાનું કથન કર્યું છે. સૂત્રગત કેટલાક વિશિષ્ટ શબ્દોનું સ્પષ્ટીકરણ વૃત્તિકારે આ પ્રમાણે કર્યું છે. अज्झयणेः- प्रस्तुत जंबूद्वीपप्रज्ञप्तिनाम के स्वतन्त्राध्ययने नतु शस्त्रपरिज्ञादिवत् श्रुतस्कन्धाधन्तर्गते। જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ નામનું એક સ્વતંત્ર અધ્યયન છે. જેમ આચારાંગ સૂત્રમાં શસ્ત્ર પરિજ્ઞા અધ્યયન પ્રથમ શ્રુતસ્કંધની અંતર્ગત છે, તેવું અહીં નથી અર્થાત્ જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિમાં શ્રત સ્કંધ નથી. તે એક અધ્યયન રૂપ છે.
૬ - અર્થો કબ્યુરીપાલિકાના કન્વર્થઃ | જંબૂદ્વીપ આદિ પદોનો અન્વયાર્થ પ્રગટ કરવો તેને અર્થ કહે છે. જેબૂદ્વીપનું જંબૂદ્વીપનામ જંબૂવૃક્ષના કારણે છે. ભરતક્ષેત્રના બે વિભાગ કરતા પર્વતને વૈતાઢ ય કહે છે. આ તે પદના અન્વયાર્થ છે. આ ઉપાંગમાં અર્થ-અન્વયાર્થ બતાવવામાં આવ્યા છે. દેહ - તુક નિમિત્ત હેતુ એટલે નિમિત્ત-કારણ. આ ઉપાંગમાં હેતુઓ દર્શાવાયા છે. જેમ કે સુધર્મા સભામાં પ્રભુની દાઢાઓ, અસ્થિફૂલો સ્થાપિત હોવાના કારણે દેવો ત્યાં મૈથુન સેવન કરતા નથી. આ રીતે કારણોનું કથન છે.
- પશિમાં પ્રશ્ન શિષ્યવૃષ્ટીર્થસ્થતિપાપ: શિષ્ય પ્રશ્ન પૂછ્યો હોય અને તેના ઉત્તરરૂપે પ્રતિપાદન થયું હોય. જેમ કે જંબૂદ્વીપનો કેટલો વિસ્તાર છે? શિષ્યના આવા પ્રશ્નના ઉત્તરમાં પ્રભુએ કહ્યું જંબૂદ્વીપનો ૧ લાખ યોજનનો વિસ્તાર છે. આ રીતે જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિમાં પ્રશ્નોત્તર માધ્યમથી પણ વિષય સમજાવવામાં આવ્યા છે.
ગર- અપવાનો વિશેષ વર્તનનુ અપવાદ વિશેષ વચનને કારણ કહેવામાં આવે છે. પ્રવરં પદથી તે સૂચિત કરવામાં આવે છે. જેમ કે ઐરાવત ક્ષેત્રનું વર્ણન ભરતક્ષેત્રની સમાન જાણવું પરંતુ તેમાં પ્રવર શબ્દથી તફાવત દર્શાવ્યો કે ઐરાવત ક્ષેત્રમાં ઐરાવત નામના દેવ રહે છે તેથી તે ઐરાવત ક્ષેત્ર કહેવાય છે. વારિખ:- અપષ્ટોત્તર પ્રશ્ન ન પૂછવા છતાં ઉત્તરમાં કથન કરવું. જેમ કે સૂર્યના સર્વાત્યંતર મંડળ માં મુહૂર્ત ગતિ કેટલી છે? તે પ્રશ્નના ઉત્તરમાં શિષ્યના પૂછ્યા વિના શિષ્ય પ્રત્યેના અનુગ્રહથી સૂત્રકારે મુહૂર્ત ગતિની સાથે શિષ્ય પૂછ્યું નથી પણ શિષ્યપરના અનુગ્રહથી દષ્ટિપથનું પ્રમાણ બતાવી દીધું છે.
આ રીતે જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ અધ્યયનમાં ભગવાને હેતુ, અર્થ, પ્રશ્ન, કારણ અને અપૃષ્ટોત્તર રૂપે વિષયને સ્પષ્ટ કર્યા છે.
ને સપ્તમ વક્ષસ્કાર સંપૂર્ણ છે.
| અંબૂઢીપ પ્રજ્ઞપ્તિ સંપૂર્ણ |