________________
શ્રી જંબૂદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
=
અહોરાત્ર(દિવસ) અને તિથિમાં વિશેષતા :– સૂર્યનારતો વિવસઃ અહોરાત્ર(દિવસ)ની ઉત્પત્તિ સૂર્યથી થાય છે. જેટલા કાળમાં સૂર્ય આકાશમાં એક મંડળ ઉપર ચાલે તેટલા કાળને અહોરાત્ર કહેવામાં આવે છે અથવા એક સૂર્યોદયથી બીજા સૂર્યોદય સુધીનો કાળ અહોરાત્ર કહેવાય છે. સૂર્ય ૩૦ મુહૂર્તમાં એક મંડળ પસાર કરે છે, તેથી એક અહોરાત્ર ૩૦ મુહૂર્ત પ્રમાણ છે.
૫૨૮
ચંદ્રપાતા તિથિ । તિથિની ઉત્પત્તિ ચંદ્રથી થાય છે. ચંદ્રની કળાની હાનિ-વૃદ્ધિના આધારે તિથિ નિષ્પન્ન થાય છે. જેટલા કાળમાં ચંદ્રનો પંદરમો ભાગ અથવા હૂઁ (ચંદ્રના બાસઠ અંશમાંથી ૪-૪ અંશ) આવૃત્ત થાય કે પ્રગટ થાય તેને તિથિ કહેવામાં આવે છે.
ચંદ્ર વિમાનના ૬ર ભાગ(અંશ)ની કલ્પના કરવામાં આવે તો તેમાંથી ૨ અંશ હંમેશા અનાવૃત જ રહે છે. શેષ ૬૦ અંશાત્મક ચંદ્ર મંડળનો અંશ અથવા ચંદ્ર વિમાનના ૧૫ ભાગની કલ્પના કરવામાં આવે તો તેનો ૧૫મો ભાગ કૃષ્ણપક્ષમાં ૨૯ ર્ મુહૂર્તો ધ્રુવ રાહુથી ઢંકાતો જાય છે અને શુક્લ પક્ષમાં તે ફ્રેં અંશ પ્રગટ થતો જાય છે, તેથી તિથિ ૨૯ ૐ મુહૂર્ત પ્રમાણ છે.
સૂર્યથી નિષ્પન્ન અહોરાત્ર એક હોવા છતાં દિવસ અને રાત્રિના ભેદથી તેના બે પ્રકાર થાય છે તેમ દિવસ-રાત્રિના ભેદથી તિથિ પણ બે પ્રકારની થાય છે.
એક અહોરાત્રના મુહૂર્ત :– એક અહોરાત્રના (એક રાત્રિ દિવસના) ૩૦ મુહૂર્ત હોય છે. તેના રૂદ્રાદિ ૩૦ નામ સૂત્રાર્થથી સ્પષ્ટ છે.
કરણાધિકાર :
१३१ कइ णं भंते ! करणा पण्णत्ता ?
गोयमा ! एक्कारस करणा पण्णत्ता, तं जहा- बवं बालवं कोलवं थी - विलोयणं गराइ वणिजं विट्ठी सउणी चउप्पयं णागं किंत्थुग्घं ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! કરણ કેટલા હોય છે ?
ઉત્તર– હે ગૌતમ ! કરણ અગિયાર હોય છે, જેમ કે– (૧) બવ, (૨) બાલવ, (૩) કૌલવ, (૪) સ્ત્રીવિલોચન, (૫) ગરાદિ-ગર, (૬) વણિજ, (૭) વિષ્ટિ, (૮) શકુનિ, (૯) ચતુષ્પદ, (૧૦) નાગ (૧૧) કિંસ્તુન.
| १३२ एएसि णं भंते ! एक्कारसहं करणाणं कइ करणा चरा, कइ करणा थिरा पण्णत्ता ?
ગોયમા ! સત્ત જરા ઘેરા, ચત્તારિ જરા થિા પળત્તા । તં નહીં- . નવ વાળવું, જોતવું, થીવિતોયળ, રા,િ વળિન, વિકી, તે ખં સત્ત જરણા પરા |