________________
૫૧૬]
શ્રી જદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
ક્ષેત્રમાં એક સાથે દિવસ અને રાત થાય છે. તે જ રીતે પૂર્વ અને પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રમાં એક સાથે દિવસ અને રાત થાય છે.
સૂત્રકારે રાત્રિ-દિવસની વધઘટ સંબંધી સર્વ વર્ણન ભગવતી સૂત્ર શતક-પ અને ઉદ્દેશક ૧ તથા ૧૦ અનુસાર જાણવા જણાવ્યું છે. તે માટે જુઓ ગુરુપ્રાણ ફાઉન્ડેશન પ્રકાશિત ભગવતી સૂત્ર ભાગ-૨ પેજ નં. ૭ થી ૧૯. સંવત્સરના પ્રકાર :११५ कइ णं भंते ! संवच्छरा पण्णत्ता ?
गोयमा ! पंच संवच्छरा पण्णत्ता, तं जहा- णक्खत्तसंवच्छरे, जुगसंवच्छरे, पमाणसंवच्छरे, लक्खणसंवच्छरे, सणिच्छरसंवच्छरे । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સંવત્સરના કેટલા પ્રકાર છે?
ઉત્તર– હે ગૌતમ! સંવત્સરના પાંચ પ્રકાર છે. તે આ પ્રમાણે છે–(૧) નક્ષત્રસંવત્સર, (ર) યુગ સંવત્સર, (૩) પ્રમાણ સંવત્સર, (૪) લક્ષણ સંવત્સર (૫) શનૈશ્ચર સંવત્સર. ११६ णक्खत्तसंवच्छरे णं भंते ! कइविहे पण्णत्ते ?
गोयमा ! दुवालसविहे पण्णत्ते, तं जहा- सावणे, भद्दवए, आसोए ત્તિ, મણિરે, પોતે, મારે, , , વાદે, વેદું, માલા |
जंवा विहप्फई महग्गहे दुवालसेहिं संवच्छरेहिं सव्वणक्खत्तमंडलं समाणेइ, से तं णक्खत्तसंवच्छरे । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નક્ષત્રસંવત્સરના કેટલા પ્રકાર છે?
ઉત્તર- હે ગૌતમ!નક્ષત્રસંવત્સરના બાર પ્રકાર છે. તે આ પ્રમાણે છે- (૧) શ્રાવણ, (૨) ભાદરવો, (૩) આસો, (૪) કારતક, (૫) માગસર, (૬) પોષ, (૭) મહા, (૮) ફાગણ, (૯) ચૈત્ર, (૧૦) વૈશાખ, (૧૧) જેઠ, (૧૨) અષાઢ.
બુહસ્પતિ મહાગ્રહ બારવર્ષમાં સર્વ નક્ષત્રોને પાર કરે છે, તેથી બાર નક્ષત્ર સંવત્સર થાય છે. તાત્પર્ય એ છે કે બૃહસ્પતિ મહાગ્રહ એક વર્ષમાં શ્રાવણમાસ સંબંધી નક્ષત્રોને પાર કરે છે. બીજે વર્ષ ભાદરવા સંબંધી નક્ષત્રોને, આ રીતે બારમા વર્ષે અષાઢ સંબંધી નક્ષત્રોને પાર કરે છે. તે કાલવિશેષ પણ નક્ષત્રસંવત્સર કહેવાય છે. ११७ जुगसंवच्छरे णं भंते ! कइविहे पण्णत्ते ?