________________
પ્રમાણે થાય છે? તેવા પ્રશ્નો અને તેણ‘ાં તેવા ઉત્તરો દ્વારા પ્રગટ કર્યા છે.
બૂઢીપ પ્રજ્ઞપ્તિમાં પ્રાયઃ સૂત્રકારે પ્રશ્નોત્તર પદ્ધતિ અપનાવી છે. જેમ કે कहिणं भंते ! जंबुद्दीवे दीवे? गोयमा ! अयं णं जंबुद्दीवे सव्वद्दीवसमुद्दाई સબૂમંતર, ગૌતમ સ્વામીના મુખે પ્રશ્ન રજૂ કર્યો છે કે જંબૂદ્વીપ દીપ ક્યાં છે? ઉત્તરમાં કહ્યું છે કે હે ગૌતમ! જંબૂઢીપ સર્વ દ્વીપ સમુદ્રની મધ્યમાં છે. આ રીતે ગૌતમ અને પ્રભુ મહાવીરના પ્રશ્નોત્તર રૂપે જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્રનું વર્ણન કર્યું છે.
અહીં વ્યાકરણ–પ્રશ્ન પૂછાયા વિના જ પ્રભુએ તે તે વિષયનું પ્રતિપાદન પણ કર્યું છે. જેમ કે તથા રૂથર્સ મધુસર્સ સીયારીના ગોયણસહસ્તેë दोहिं य तेवढेहिं जोयण सएहिं एगवीसाए जोयणस्स सट्ठिभागेहिं सूरिए વકghસ હૃથ્વમાચ્છ - અહીં સૂર્યની દષ્ટિપથતાના માપ આદિનું કથન કર્યું છે. વર્તમાન વિજ્ઞાન અને જંબૂઢીપ પ્રજ્ઞપ્તિ વર્ણિત જૈન ભૂગોળ ખગોળ - વર્તમાનના વૈજ્ઞાનિકો જે પૃથ્વીનું કથન કરે છે તે જ પૃથ્વીનું કથન જૈન શાસ્ત્રો પણ કરે છે. પરંતુ બંનેની માન્યતામાં આકાશ પાતાળ જેટલું અંતર છે. જૈન ભૂગોળ, ખગોળ અને વર્તમાન વિજ્ઞાન વચ્ચે એટલું બધું અંતર છે કે તેની સાથે કોઈ પણ પ્રકારે તુલના થઈ શકે તેમ નથી.
જૈનદષ્ટિએ પૃથ્વી દડા જેવી ગોળ નથી, ધરી પર ફરતી નથી, આકાશમાં ફરતી નથી પણ આકાશમાં સ્થિર છે. પૃથ્વી આકાશમાં જરૂર છે, આ દેખાતી આપણી પૃથ્વી સાથે(પહેલી નરકની પૃથ્વી) જોડાયેલી છે. તે પૃથ્વીપિંડ પછી ઘનવાત પિંડ, તનુવાત પિંડ, ઘનોદધિ પિંડ, આ ત્રણે ય પિંડ પૂર્ણ થયા પછી અસંખ્યાત યોજન-અબજો માઈલ સુધી નર્યું આકાશ છે. તે આકાશ ઉપર પૃથ્વી પ્રતિષ્ઠિત છે.
જૈનદષ્ટિએ આ દેખાતી પૃથ્વી જેટલી જ પૃથ્વી નથી. જૈન શાસ્ત્રની ભૂગોળ નિર્વિવાદપણે માને છે કે ઉત્તરધ્રુવ-દક્ષિણધ્રુવ પાસે પૃથ્વીની સમાપ્તિ થતી નથી. જૈન શાસ્ત્રાનુસાર જંબુદ્વીપના દક્ષિણ છેડે ભરત ક્ષેત્ર નામનું અબજો માઈલનું એક ક્ષેત્ર છે. તે ભરત ક્ષેત્રની વચ્ચે વૈતાઢય પર્વત હોવાથી તેના ઉત્તર ભારત અને દક્ષિણ ભારત તેવા બે વિભાગ પડી ગયા છે. આજની આ દેખાતી એશિયાદિ છ ખંડાત્મક દુનિયા દક્ષિણ