________________
[ ૪૭૪ ]
શ્રી જબૂદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
अट्ठसट्टे जोयणसए चत्तारि य दसभाए जोयणस्स परिक्खेवेणं ।
से णं भंते ! परिक्खेवविसेसे कओ आहिएत्ति वएज्जा ?
गोयमा! जे णं जंबुद्दीवस्स परिक्खेवे, तं परिक्खेवं तिहिं गुणेत्ता दसहि छेत्ता दसभागे हीरमाणे, एस णं परिक्खेवविसेसे आहिएत्ति वएज्जा। ભાવાર્થ - પ્રત્યેક તાપક્ષેત્રની સર્વ બાહ્ય બહાની પરિધિ અર્થાત્ બહારની પહોળાઈ લવણ સમુદ્ર પાસે ૯૪,૮%યોજન છે.
પ્રશ્ન- હે ભગવન્! તાપક્ષેત્રની સર્વ બાહ્ય બાહાની પરિધિનું પ્રમાણ કેવી રીતે પ્રાપ્ત થાય છે?
ઉત્તર- હે ગૌતમ ! જંબૂદ્વીપની પરિધિ સાથે ૩નો ગુણકાર કરીને, પ્રાપ્ત ગુણનફળને ૧૦ થી ભાગતા જે સંખ્યા પ્રાપ્ત થાય તે સર્વ બાહ્ય બાહાની પરિધિ સમજવી. જંબૂદ્વીપની પરિધિ ૩,૧૬૨૨૮ યોજન * ૩ = ૯,૪૮,૮૪ + ૧૦ = ૯૪,૮૪૮ ૮ યોજન તે સર્વ બાહ્ય બાહાની પરિધિ છે. (જેબૂદ્વીપ પરિધિના ૧૦ વિભાગમાંથી ત્રણ વિભાગ પ્રમાણ તાપક્ષેત્ર છે, તેથી ત્રણથી ગુણી, ૧૦ થી ભાગવાનું કથન છે.) ४७ तया णं भंते ! तावखित्ते केवइयं आयामेणं पण्णत्ते ?
गोयमा ! अट्ठहत्तरं जोयणसहस्साइं तिण्णि य तेत्तीसे जोयणसए जोयणस्स तिभागं च आयामेणं पण्णत्ते ।
मेरुस्स मज्झयारे, जाव य लवणस्स रुंदछब्भाओ ।
तावायामो एसो, सगडुद्धीसंठिओ णियमा ॥१॥ ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! (જ્યારે તાપક્ષેત્રની પૂર્વોક્ત પહોળાઈ હોય) ત્યારે તે તાપક્ષેત્રની લંબાઈ કેટલી હોય છે?
ઉત્તર- હે ગૌતમ! તે સમયે તાપક્ષેત્રની કુલ લંબાઈ ઈઠ્ઠોતેર હજાર, ત્રણસો તેત્રીસ યોજન અને એકતૃતીયાંશ યોજન(૭૮,૩૩૩ 3યો.) પ્રમાણ હોય છે.
મેરુના મધ્યભાગથી લવણસમુદ્રના વિસ્તારના(ચક્રવાલ વિખંભના) છઠ્ઠા ભાગ પર્વતના લાંબા તાપક્ષેત્રનું સંસ્થાન-આકાર ગાડાની ધુરા જેવું છે. (મેરુના મધ્યભાગથી જેબૂદ્વીપના અંત સુધીના ૪૫,000 યોજન અને લવણસમુદ્રના વ્યાસના ૨ લાખ યોજનાનો છઠ્ઠો ભાગ ૩૩,૩૩૩ છે. તે બંને મળી ૪૫,000 + ૩૩,૩૩૩ કે- ૭૮,૩૩૩ યોજનની તાપક્ષેત્રની લંબાઈ થાય છે. ४८ तया णं भंते ! किंसंठिया अंधकारसंठिई पण्णत्ता ?
गोयमा ! उड्डीमुह-कलंबुया-पुप्फसंठाणसंठिया अंधकारसंठिई