________________
સાતમો વક્ષસ્કાર
૪૫૯
ઉત્તર– હે ગૌતમ ! સર્વબાહ્યાનંતર (મંડળ ૧૮૩માં) મંડળની લંબાઈ-પહોળાઈ એક લાખ, છસો ચોપન યોજન અને છવ્વીસ એકસઠાંશ(૧,૦૦,૬૫૪ ૨૬) યોજન છે. તેની પરિધિ ત્રણ લાખ, અઢાર હજાર, બસો સત્તાણું(૩,૧૮,૨૯૭) યોજનની છે.
| २२ बाहिरतच्चे णं भंते ! सूरमंडले केवइयं आयाम विक्खंभेणं, केवइयं परिक्खेवेणं पण्णत्ते ?
गोयमा ! एगं जोयणसयसहस्सं छच्च अडयाले जोयणसए बावण्णं च एगसट्टिभाए जोयणस्स आयामविक्खंभेणं, तिण्णि जोयणसयसहस्साइं अट्ठारस सहस्साइं दोण्णि य अउणासीए जोयणसए किंचिविसेसाहिए परिक्खेवेणं ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! ત્રીજા બાહ્યાનંતર સૂર્યમંડળની લંબાઈ, પહોળાઈ અને તેની પરિધિ કેટલી હોય છે ?
ઉત્તર– હે ગૌતમ ! ત્રીજા બાહ્યાનંતર (૧૮૨માં) સૂર્યમંડળની લંબાઈ, પહોળાઈ એક લાખ, છસો અડતાલીસ પૂર્ણાંક બાવન એકસઠાંશ(૧,૦૦,૪૮ ) યોજન છે અને તેની પરિધિ ત્રણ લાખ, અઢાર હજાર, બસો ઓગણ્યાએંસી(૩,૧૮,૨૭૯)યોજન સાધિકની હોય છે.
२३ एवं खलु एएणं उवाएणं पविसमाणे सूरिए तयाणंतराओ मंडलाओ तयाणंतरं मंडलं संकममाणे-संकममाणे पंचपंच जोयणाइं पणतीसं च एगसट्टिभाए जोयणस्स एगमेगे मंडले विक्खंभवुद्धिं णिवुड्डेमाणे णिवुड्डेमाणे अट्ठारस- अट्ठारस जोयणाई परिरयवुड्डि णिव्वुड्ढेमाणे- णिव्वुड्डेमाणे सव्वब्धंतरं मंडलं उवसंकमित्ता चारं चरइ । ભાવાર્થ :- આ રીતે, આ ક્રમથી સર્વ બાહ્ય મંડળમાંથી અંદર પ્રવેશતો સૂર્ય પછી પછીના મંડળો પર સંક્રમણ કરતો પ્રત્યેક મંડળે લંબાઈ-પહોળાઈમાં પાંચ પૂર્ણાંક પાંત્રીસ એકસઠાંશ (૫ ) યોજનને અને પરિધિમાં ૧૮ યોજનને ઘટાડતો-ઘટાડતો સર્વાયંતર મંડળ ઉપર પહોંચે છે. દ્વાર–ડ્રા
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં "સૂર્ય મંડલ આયામાદિ દ્વાર" નામના છઠ્ઠા દ્વારનું વર્ણન છે. મેરુના ફરતા વલયાકારે રહેલા આ મંડળોના આયામ-લંબાઈ, વિધ્યુંભ-પહોળાઈ અને પરિક્ષેપ-પરિધિનું કથન છે. પ્રત્યેક મંડળ પર બંને સૂર્યો બરાબર સામસામી દિશામાં હોય છે, તેથી સૂર્યમંડળની જેટલી લંબાઈ-પહોળાઈ હોય, તેટલું જ બંને સૂર્ય વચ્ચે અંતર રહે છે. તેનો અર્થ એ થાય છે કે મંડલગત બે સૂર્ય વચ્ચેનું અંતર અને મંડળની લંબાઈ—પહોળાઈ બંને એકજ છે.
સર્વાભ્યતર, સર્વબાહ્ય મંડળની લંબાઈ-પહોળાઈ (વ્યાસ) ગણનાવિધિ :– સર્વાયંતર મંડળ