________________
શ્રી જંબુદ્રીપ પ્રાપ્તિ સૂત્ર
ભાવાર્થ :- (૧) ખંડ વિભાગ(૧૯૦) (૨) યોજન વિભાગ (૩) વર્ષ (૪) પર્વત (૫) કૂટ (૬) તીર્થ (૭) વિદ્યાધરની શ્રેણીઓ (૮) વિજય (૯) દ્રહ (૧૦) નદીઓનું આ સૂત્રમાં વર્ણન છે. તેની આ સંગ્રહ ગાથા છે. વિવેચન :
૪૩૦
પ્રસ્તુત સૂત્રોમાં બે ક્ષેત્રના ચરમ-અંતિમ પ્રદેશો પરસ્પર સ્પર્શતા હોવા છતાં તેની સ્વતંત્રતા સિદ્ધ કરી છે. મધ્યલોકની મધ્યમાં જંબુદ્રીપ અને તેને ફરતો લવણસમુદ્ર છે. તેથી જંબુદ્રીપના અંતિમ પ્રદેશો લવણ સમુદ્રને સ્પર્શે અને લવણસમુદ્રના અંતિમ પ્રદેશો જંબુદ્રીપને સ્પર્શે છે.
બે ક્ષેત્રના પ્રદેશોના પરસ્પર સ્પર્શ માત્રથી તે ક્ષેત્ર અન્ય ક્ષેત્રનું થતું નથી. યથા− પાસે રહેલા બે મકાનોની દિવાલો પરસ્પર સ્પર્શતી હોય તેમ છતાં તે સ્વતંત્ર છે. તે જ રીતે જંબુદ્રીપ અને લવણ સમુદ્રના અંતિમ પ્રદેશો પરસ્પર સ્પર્શવા છતાં તે બંને ક્ષેત્રો સ્વતંત્ર છે.
બંને ક્ષેત્રો સ્વતંત્ર હોવા છતાં એક ક્ષેત્રના જીવો મૃત્યુ પામીને અન્ય ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ શકે છે. કારણ કે જીવના જન્મ-મરણની બાબતમાં ક્ષેત્રનું બંધન નથી. તેથી જંબુદ્રીપના જીવો લવણ સમુદ્રમાં પાણીરૂપે કે તિર્યંચ પંચેન્દ્રિયાદિ રૂપે જન્મ ધારણ કરી શકે છે અને લવણ સમુદ્રના જીવો જંબુદ્રીપમાં એકેન્દ્રિયાદિ કોઈ પણ જાતિમાં જન્મ ધારણ કરી શકે છે.
संगणी :- સંગ્રહણી ગાથા. કોઈપણ વિષયનું વર્ણન કરતાં પૂર્વે અથવા વિષયનું વર્ણન કર્યા પછી તે વિષયનો ગાથામાં સંક્ષિપ્ત રૂપે સંગ્રહ કરવામાં આવે તેને સંગ્રહણી ગાથા કહેવામાં આવે છે. આ વક્ષસ્કારમાં જે વિષયોનું વર્ણન કરવાનું છે, તેવા ૧૦ વિષયોનું નામ કથન આ ગાથા દ્વારા કર્યું છે.
જંબુદ્વીપની ખંડ સંખ્યા :
५ जंबुद्दीवे णं भंते ! दीवे भरहप्पमाणमेत्तेहिं खंडेहिं केवइयं खंडगणिएणं पण्णत्ते ? गोयमा ! णउणं खंडसयं खंडगणिएणं पण्णत्ते ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! આ જંબુદ્રીપ નામના દ્વીપના ભરતક્ષેત્ર જેવડા ખંડ(વિભાગ) કરવામાં આવે તો ખંડગણિત પ્રમાણે કેટલા ખંડ થાય ? ઉત્તર- હે ગૌતમ ! ખંડગણિત પ્રમાણે તેના ૧૯૦(એકસો નેવું) ખંડ થાય છે.
વિવેચન :
ખંડ એટલે વિભાગ, ટુકડા. ૧ લાખ યોજનના જંબુદ્રીપના પર યો. ૬ કળા પ્રમાણ ભરતક્ષેત્ર જેવડા વિભાગ કરવામાં આવે તો તેના ૧૯૦ ખંડ થાય છે. પર૬ હૈં × ૧૯૦ = ૧,૦૦,૦૦૦ અથવા ૧૯૦ ખંડને ભેગા કરતાં ઉત્તર, દક્ષિણમાં જંબુદ્રીપ ૧ લાખ યોજન પ્રમાણનો થાય છે.
पूर्व्वपश्चिमतस्तु यद्यपि खण्डगणितविचारणासूत्रे न कृता वनमुखाभिरेव लक्षपूर्तेभिधानात्