________________
પાંચમો વક્ષસ્કાર
૪૧૯
પરિવયંતિ, નાંતિ તવંતિ, પયવંતિ, શાંતિ, વિષ્ણુયાયંતિ, વાસિતિ ।
अप्पेगइया देवुक्कलियं करेंति एवं देवकहकहगं करेंति, अप्पेगइया दुहदुहगं करेंति । अप्पेगइया विकियभूयाई रुवाई विउव्वित्ता पणच्चंति, एवमाइ विभासेज्जा जहा विजयस्स जाव सव्वओ समंता आधावेंति परिधावेंति ।
--
ભાવાર્થ • જ્યારે અચ્યુતેન્દ્ર ભગવાનનો મહાઅભિષેક કરી રહ્યા હોય ત્યારે અન્ય ઇદ્રો તથા દેવો હર્ષિત અને પરિતુષ્ટ બની હાથમાં છત્ર, ચામર, કળશ, ધૂપદાની, પુષ્પ, સુગંધી પદાર્થો, માળાઓ, ચૂર્ણ, વજ, ત્રિશૂલ વગેરે લઈને હાથ જોડીને ઊભા રહે છે. આ વર્ણન જીવાભિગમ સૂત્રગત વિજય દેવના અભિષેક વર્ણનની સમાન છે.
(તે સમયે) કેટલાક દેવો પંડકવનમાં પાણી છાંટે છે, કેટલાક કચરો સાફ કરે છે, કેટલાક લીંપે છે. પાણી- ચંદનાદિના છંટકાવથી, સ્વચ્છ થઈ જવાથી તથા દેવો દ્વારા રથ્યાઓ-રસ્તાઓ વચ્ચે સુગંધી પદાર્થોના ઢગલા કરાયેલા હોવાથી તે રસ્તાઓ બજાર જેવા લાગે છે. યાવત્ કેટલાક દેવો પંડકવનમાં સુગંધી ધૂપ ફેલાવે છે.
કેટલાક ત્યાં ચાંદી વરસાવે છે. કેટલાક સુવર્ણ, રત્ન, હીરા, ઘરેણાં, પાંદડા, ફૂલ, ફળ, બીજ, માળાઓ, ગંધ-સુગંધિત દ્રવ્ય, હિંગળો આદિ રંગ (વસ્ત્ર) તથા સુગંધિત પદાર્થોનું ચૂર્ણ વરસાવે છે. કેટલાક મંગલ પ્રતીકરૂપે બીજા દેવોને ચાંદી ભેટ આપે છે યાવત્ કેટલાક ચૂર્ણ ભેટ આપે છે.
કેટલાક વીણા આદિ તત, કેટલાક ઢોલ આદિ વિતત, કેટલાક તાલ આદિ ઘન તથા કેટલાક વાંસળી આદિ શુષિર આ ચાર પ્રકારના વાદ્ય વગાડે છે. કેટલાક પહેલેથી જ શરુ કરેલા ઉત્ક્ષિપ્ત, કેટલાક છંદના ચોથા ભાગરૂપ પાદમાં બાંધેલા પાદબદ્ધ, કેટલાક વચ્ચે વચ્ચે મૂર્ચ્છના આદિના પ્રયોગથી ઘીરે ઘીરે ગાવામાં આવતા મંદાય તથા કેટલાક યથોચિત લક્ષણયુક્ત હોવાથી છેલ્લે સુધી યોગ્ય નિર્વાહયુક્ત રોચિતાવસાન આ ચાર પ્રકારના ગેય-સંગીતમય ગીત ગાય છે.
કેટલાક દેવો અંચિત, દ્ભુત, આરભટ અને ભસોલ નામના ચાર પ્રકારના નૃત્ય કરે છે. કેટલાક દેવો દાર્રાન્તિક, પ્રાતિશ્રૃતિક, સામાન્યતોવિનિપાતિક અને લોકમધ્યાવસાનિક, આ ચાર પ્રકારના અભિનય
કરે છે. કેટલાક દેવો બત્રીસ પ્રકારની નાટય-વિધિ બતાવે છે.
કેટલાક આકાશમાં ઊંચે ઉછળીને નીચે પડે છે; નીચે પડીને ઉપર ઉછળે છે; નૃત્યક્રિયામાં પહેલાં અંગોને સંકોચી પછી ફેલાવે છે; આ પ્રકારની એક કે ત્રણે ય ક્રિયાઓ કરે છે. કેટલાક ભ્રાન્તસંભ્રાન્તબતાવવામાં આવતાં અદ્ભુત ચરિત્રને જોઈને પ્રેક્ષકો ભ્રમમાં પડી જાય, આશ્ચર્ય પામી જાય, તેવી અભિનયશૂન્ય, ગાત્રવિક્ષેપમાત્ર નાટયવિધિ બતાવે છે. કેટલાક તાંડવ-પ્રોવ્રુત, પ્રબળ નૃત્ય કરે છે, કેટલાક લાસ્ય-સુકોમળ નૃત્ય કરે છે, રાસલીલા કરે છે.
કેટલાક પોતાના શરીરને સ્થૂલ બતાવવાનો અભિનય કરે છે, કેટલાક ફૂત્કાર શબ્દ કરે છે, કેટલાક આસ્ફાલન-જમીન પર હાથ પછાડી અવાજ કરે છે, કેટલાક પહેલવાનોની જેમ કૂદે છે, કેટલાક સિંહનાદ કરે છે, કેટલાક સ્થૂલત્વ આદિ સર્વ ક્રિયા કરે છે.