________________
શ્રી જંબૂતીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
सव्वो- सहीओ सिद्धत्थए य गिण्हंति, गिण्हित्ता । पउमद्दहाओ दहोदगं उप्पलाईणि य ।
૪૧૬
एवं सव्वकु लपव्वएसु, वट्टवेयड्ढेसु सव्वमहद्दहे सु सव्ववासेसु सव्वचक्कवट्टि- विजएसु वक्खारपव्वसु अंतर-णईसु विभासिज्जा । एवं जाव उत्तरकुरुसु जाव सुदंसण- भद्दसालवणे सव्वतुवरे जाव सिद्धत्थए य गिण्हंति ।
एवं णंदणवणाओ सव्वतुवरे जाव सिद्धत्थए य सरसं च गोसीसचंदणं दिव्वं च सुमणदामं गेण्हंति, एवं सोमणसपंडगवणाओ य सव्वतुवरे सुमणदामं दद्दरमलय- सुगंधे य गिण्हंति, गिण्हित्ता एगओ मिलंति, मिलित्ता जेणेव सामी तेव उवागच्छंति उवागच्छित्ता महत्थं जाव तित्थयराभिसेयं उवट्ठर्वेति ।
ભાવાર્થ :– (તે દેવો) સ્વાભાવિક અને વિષુર્વિત કળશોથી લઈને ધૂપદાની સુધીની બધી વસ્તુઓ ગ્રહણ કરીને ક્ષીરોદક સમુદ્ર સમીપે આવીને ક્ષીરોદકને ગ્રહણ કરે છે. ગ્રહણ કરીને કમળ, પદ્મ યાવત્ સહસપત્ર કમળો આદિ ગ્રહણ કરે છે.
તે જ પ્રમાણે પુષ્કરોદક સમુદ્રમાંથી પાણી આદિ ગ્રહણ કરે છે. મનુષ્યક્ષેત્રવર્તી પુષ્કરવર દ્વીપાર્ધના તથા ભરત, ઐરવત ક્ષેત્રના માગધ આદિ તીર્થોના પાણી તથા માટી ગ્રહણ કરે છે. તે જ રીતે ગંગા આદિ મહાનદીઓનું પાણી અને માટી ગ્રહણ કરે છે.
ચુલ્લહિમવંત પર્વતથી તુવર-કસાયેલા પદાર્થ, વનસ્પતિ વિશેષ, સર્વ પ્રકારના પુષ્પો, સર્વ પ્રકારના સુગંધિત પદાર્થો, સર્વ પ્રકારની માળાઓ, સર્વ પ્રકારની ઔષધિઓ અને સફેદ સરસવ ગ્રહણ કરે છે. તે બધુ લઈને પદ્મદ્રહમાંથી પાણી અને કમળો ગ્રહણ કરે છે.
આ પ્રમાણે સર્વ ક્ષેત્રોને વિભાજિત કરનારા સર્વ વર્ષધર પર્વતો, વૃત્ત-વૈતાઢય પર્વતો, સર્વ મહાદ્રહો, સર્વ ક્ષેત્રો, સર્વ ચક્રવર્તી વિજયો, વક્ષસ્કાર પર્વતો, ગ્રાહાવતી આદિ અંતર-નદીઓનું કથન કરવું. તેમજ ઉત્તરકુરુ, જંબૂ સુદર્શન, ભદ્રાશાલવન, નંદનવન, (તાજું ગોશીર્ષ ચંદન અને દિવ્ય પુષ્પમાળા નંદનવનમાંથી ગ્રહણ કરે છે.)
સોમનસ અને પંડકવનમાંથી સર્વ કષાયદ્રવ્ય વગેરે ગ્રહણ કરે છે. વિશેષમાં પુષ્પમાળા તેમજ દર્દર અને મલયપર્વત પર ઉત્પન્ન થયેલા ચંદનની સુગંધથી પરિપૂર્ણ સુરભિમય પદાર્થો સોમનસવન, પંડકવનમાંથી ગ્રહણ કરીને બધા દેવો એક સ્થાન પર ભેગા થઈને, પોતાના સ્વામી અચ્યુતેન્દ્ર પાસે આવે છે અને તીર્થંકરના અભિષેકને યોગ્ય સામગ્રી ઉપસ્થિત કરે છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં અચ્યુતેન્દ્રદ્વારા પ્રથમ અભિષેકની પૂર્વ તૈયારીનું વર્ણન છે. બાળ પ્રભુને શક્રેન્દ્ર
મેરુ પર્વત ઉપર લઈને આવે પછી શેષ ઇન્દ્રો પોત-પોતાના પરિવાર સાથે મેરુ પર્વત ઉપર આવે છે.