________________
૪૦૨ ]
શ્રી જંબુદ્વીપ પ્રશપ્તિ સૂત્ર
તત્થાલં જે પાસવ -તત્રગત- ત્યાં મનુષ્ય લોકમાં રહેલા ભગવાન અત્રગત-અહીં દેવલોકમાં રહેલા મને જુએ. ત્યાં રહેલા ભગવાનને હું અહીંથી વંદન કરું છું. પ્રભુ જન્માદિની જાણ થતાં તુરંત જ ઇન્દ્રો પોતાના સિંહાસન, પાદુકાનો ત્યાગ કરે છે. પ્રભુ પૂર્વાદિ જે દિશામાં હોય તે દિશામાં સાત-આઠ પગલા આગળ ચાલી જમીન ઉપર નમોન્જર્ણ મુદ્રામાં બેસીને વંદન કરી ભગવાનની સ્તુતિ કરે છે.
નવજાત બાળ પ્રભુને ઇન્દ્ર વંદન કરે તેમાં ઇન્દ્રની પ્રભુ પ્રત્યેની તીવ્ર ભક્તિના દર્શન થાય છે. તીર્થંકર ત્રણ જ્ઞાન સહિત જન્મે છે. બાળ તીર્થંકર પ્રભુ અવધિજ્ઞાન દ્વારા ઇન્દ્રને અને તેના ભક્તિભાવને જાણી અને જોઈ શકે છે તેથી જ ઇન્દ્ર કે પાસમાં પ્રભુ મને જુએ તેમ સંકલ્પ કરે છે.
આ પ્રસંગે ઈન્દ્ર પ્રથમ સિદ્ધ ભગવાનને વંદન કરી સ્તુતિ કરે છે. તેમાં ઇન્દ્રાદિના વંદન વ્યવહાર વિધિના જ્ઞાનની ઝાંખી થાય છે.
૩પોરેમા :- ઉદ્દઘોષણા કરતાં અસંખ્ય યોજનમાં પથરાયેલા પ્રથમ દેવલોકાદિના વિમાનોમાં વસતા દેવોને કોઈપણ પ્રસંગની જાણ કરવા, ઇન્દ્રની આજ્ઞા પહોંચાડવા માટે દેવલોકમાં એક વિશિષ્ટ પદ્ધતિ છે. ઇન્દ્રની સુધર્માસભામાં સુઘોષા નામની ઘંટા છે, તે વગાડતા જ તત્કાલ લાખો દેવ વિમાનોની ઘંટાઓ રણકી ઉઠે છે. ઘંટાના રણકાર દ્વારા વિવિધ કાર્યમાં રત દેવોને ઉદ્દઘોષણા સાંભળવા તત્પર બનાવ્યા પછી ઇન્દ્રના આભિયોગિક દેવ, ઇન્દ્રની આજ્ઞા પ્રસારિત કરે છે.
આ પ્રકારની ઉદ્યોષણ દ્વારા ઇન્દ્ર અન્ય દેવ-દેવીઓને ભગવાનના જન્મ મહોત્સવમાં આવવા માટે આજ્ઞા આપે છે.
પ્રસ્તુત સુત્રમાં જંબુદ્વીપ વર્ણનનો પ્રસંગ હોવાથી જંબુદ્વીપમાં તીર્થકર ભગવાનના જન્મનો ઉલ્લેખ છે. વાસ્તવમાં જે ક્ષેત્રના તીર્થકર હોય તેનો તે રીતે ઉલ્લેખ કરવામાં આવે છે.
શકેન્દ્રનું પાલક યાન:- શક્રેન્દ્રની આજ્ઞાથી પોતાની વૈક્રિય શક્તિથી પાલક દેવ જેબુદ્વીપ જેવડું, એક લાખ યોજન લાંબું, પહોળું અને પ00 યોજન ઊંચું પાલક નામનું યાન-વિમાન બનાવે છે. તેમાં શક્રેન્દ્ર, સામાનિક દેવો, ઈન્દ્રાણીઓ, ત્રણ પરિષદના દેવો, અંગરક્ષક દેવો વગેરે સર્વને બેસવા આસનો બનાવે છે.
આ રીતે શક્રેન્દ્ર મધ્યલોકમાં તીર્થકરના જન્મ મહોત્સવમાં આવવાની તૈયારી અંતર્મુહૂર્તમાં પૂર્ણ કરે છે. શક્રેન્દ્રના ચાન-વિમાનનું વર્ણન :३७ तएणं से सक्के देविंदे, देवराया हट्ट जावहियए दिव्वं जिणेदाभिगमणजोग्गं सव्वालंकारविभूसियं उत्तरवेउव्वियं रूवं विउव्वइ, विउव्वित्ता अट्ठहिं अग्गमहिसीहिं सपरिवाराहिं, णट्टाणीएणं गंधव्वाणीएण यसद्धिं तं विमाणं अणुप्पयाहिणीकरेमाणे करेमाणे पुव्विल्लेणं तिसोवाणेणं दुरूहइ, दुरुहित्ता जावसीहासणंसि पुरत्थाभिमुहे