________________
ચોથો વક્ષસ્કાર
| ૩૭૯ |
ઐરાવત ક્ષેત્ર :२१६ कहि णं भंते ! जंबुद्दीवे दीवे एरावए णामं वासे पण्णत्ते?
गोयमा ! सिहरिस्स उत्तरेणं, उत्तरलवणसमुदस्स दाहिणेणं, पुरथिमलवणसमुदस्स पच्चत्थिमेणं, पच्चत्थिमलवणसमुद्दस्स पुरत्थिमेणं, एत्थ णं जंबुद्दीवे दीवे एरावए णामं वासे पण्णत्ते
खाणुबहुले, कंटकबहुले, एवं जच्चेव भरहस्स वत्तव्वया सच्चेव सव्वा णिरवसेसा णेयव्वा, सओयवणा, सणिक्खमणा, सपरिणिव्वाणा । णवरं एरावओ चक्कवट्टी, एरावओ देवो, से तेणटेणं एरावए वासे, एरावए वासे । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જંબૂદ્વીપમાં ઐરાવત નામનું ક્ષેત્ર ક્યાં છે?
ઉત્તર- હે ગૌતમ! જંબુદ્વીપમાં ઐરાવત નામનું ક્ષેત્ર શિખરી વર્ષધર પર્વતની ઉત્તરમાં, ઉત્તરી લવણસમુદ્રની દક્ષિણમાં, પૂર્વી લવણસમુદ્રની પશ્ચિમમાં અને પશ્ચિમી લવણસમુદ્રની પૂર્વમાં છે.
તે સ્થાણુ બહુલ-(સૂકાં લાકડાંની ત્યાં બહુલતા) છે, કંટક બહુલ છે. ઇત્યાદિ તેનું સંપૂર્ણ વર્ણન ભરતક્ષેત્ર જેવું છે.
ભરત રાજા ની જેમ ત્યાં ષખંડ સાધના(છ ખંડ વિજય) પ્રવ્રજ્યા કેવળજ્ઞાન અને મોક્ષ વગેરે સંપૂર્ણ વર્ણન કરવું. પરંતુ વિશેષતા એ છે કે અહીં ઐરાવત નામના ચક્રવર્તી થાય છે. આ ક્ષેત્રના ઐરાવત નામના અધિષ્ઠાતા દેવ છે. તેથી આ ક્ષેત્રને ઐરાવતક્ષેત્ર કહેવાય છે.
વિવેચન :
આ સૂત્રમાં સૂત્રકારે ઐરાવત ક્ષેત્રનું વર્ણન ભરત ક્ષેત્રના અતિદેશપૂર્વક કર્યું છે. ભરત ક્ષેત્રની જેમજ મધ્યવર્તી વૈતાઢય પર્વત અને રક્તા તથા રક્તાવતી નદીના કારણે આ ક્ષેત્ર છ વિભાગમાં વિભક્ત છે. આ ક્ષેત્રની નદીઓ, વૈતાઢય પર્વત પરના કૂટ, વગેરે સર્વ વર્ણન ભરત ક્ષેત્રની નદી અને કૂટ પ્રમાણે જ જાણવા.
ઐરાવત નામહેતુ - (૧) આ ક્ષેત્રમાં અસંખ્યાતકાળે ઐરાવત નામે ચક્રવર્તી થાય છે (૨) આ ક્ષેત્રના ઐરાવત નામના અધિષ્ઠાતા દેવ છે તથા (૩) તેનું ઐરાવત એવું શાશ્વતું નામ છે.
ઐરાવત ક્ષેત્રનો ચાર્ટ પાછળ આપેલ છે.