________________
૩૭૬ ]
શ્રી જંબુદ્વીપ પ્રાપ્તિ સૂત્ર
મહાનદી ઐરાવત ક્ષેત્રની પૂર્વમાં અને રક્તવતી પશ્ચિમમાં વહે છે. २१४ सिहरिम्मि णं भंते ! वासहरपव्वए कइ कूडा पण्णत्ता ?
गोयमा ! इक्कारस कूडा पण्णत्ता, तं जहा- सिद्धाययणकूडे, सिहरिकूडे, हेरण्णवयकूडे, सुवण्णकूलाकूडे, सुरादेवीकूडे, रत्ताकूडे, लच्छीकूडे, रत्तवईकूडे, इलादेवीकूडे, एरवयकूडे तिगिच्छिकूडे । एवं सव्वे विकूडा पंचसइया, रायहाणीओ ૩ત્તરેખ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શિખરી વર્ષધર પર્વતના કેટલા કૂટ છે?
ઉત્તર– હે ગૌતમ! શિખરી વર્ષધર પર્વતના અગિયાર ફૂટ છે– (૧) સિદ્ધાયતન કૂટ, (૨) શિખરી કૂટ, (૩) હૈરણ્યવત કૂટ, (૪) સુવર્ણકૂલા કૂટ, (૫) સુરાદેવી ફૂટ, (૬) રક્તાકૂટ, (૭) લક્ષ્મીકૂટ, (૮) રક્તાવતી કૂટ, (૯) ઇલાદેવી કૂટ, (૧૦) ઐરાવતકૂટ, (૧૧) તિગિંચ્છ કૂટ, આ બધા કૂટ ૫૦૦-૫૦૦ યોજન ઊંચા છે, તેના અધિષ્ઠાતા દેવોની રાજધાનીઓ ઉત્તરમાં છે.
२१५ से केणटेणं भंते ! एवं वुच्चइ- सिहरि वासहरपव्वए, सिहरि वासहरપધ્વી?
गोयमा ! सिहरिम्मि वासहरपव्वए बहवे कूडा सिहरिसंठाणसंठिया सव्वरययामया । सिहरी य इत्थ देवे जाव परिवसइ । से तेणटेणं । ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! આ શિખરી વર્ષધર પર્વતને શિખરી વર્ષધર પર્વત કહેવાનું શું કારણ છે?
ઉત્તર- હે ગૌતમ ! શિખરી વર્ષધર પર્વત ઉપર ઘણાં કુટ શિખરી પર્વત જેવા આકારવાળા છે. તે સંપૂર્ણ રજત(ચાંદી)મય છે. ત્યાં શિખરી નામના દેવ નિવાસ કરે છે. તેથી તે પર્વત શિખરી વર્ષધર પર્વત કહેવાય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં શિખરી નામના વર્ષધર પર્વતનું વર્ણન છે. તેનું પ્રમાણ, તેમાંથી પ્રવાહિત થતી નદીઓ, તેના કૂટ વગેરે સંપૂર્ણ વર્ણન ચુલ્લહિમવંત વર્ષધર પર્વત જેવું જ છે. આ પર્વત ઉપર પુંડરીક દ્રહ છે. તેમાંથી ત્રણ નદી પ્રવાહિત થાય છે. રક્તા નદીનું વર્ણન ગંગાનદી તુલ્ય, રક્તવતી નદીનું વર્ણન સિંધુ નદી તુલ્ય અને સુવર્ણકૂલા નદીનું વર્ણન રોહિતાશા નદી તુલ્ય સમજવું. નદીનો પ્રવાહ, ઊંડાઈ પરિવાર વગેરેની અપેક્ષાએ સમાનતા સમજવી.