________________
ચોથો વક્ષસ્કાર
[ ૩૫ | सलिलासहस्सेहिं आपूरेमाणी-आपूरेमाणी पंचहिं सलिला- सयसहस्सेहिं बत्तीसाए य सलिलासहस्सेहिं समग्गा अहे विजयस्स दारस्स जगई दालइत्ता पुरत्थिमेणं लवणसमुदं समप्पेइ, अवसिटुं तं चेव ।।
एवं णारिकता वि उत्तराभिमुही णेयव्वा, णवरमिमं णाणत्तं-गंधावइवट्टवेयड्ड-पव्वयं जोयणेणं असंपत्ता पच्चत्थाभिमुही आवत्ता समाणी, अवसिटुं तं चेव पवहे य मुहे य जहा हरिकंता सलिला । ભાવાર્થ - તેમાં કેસરી નામનો દ્રહ(ધરો) છે અને તે દ્રહના દક્ષિણી દ્વારથી સીતા મહાનદી નીકળીને તે ઉત્તરકમાં વહે છે. તે યમકપર્વત તેમજ નીલવાન, ઉત્તરકુરુ, ચંદ્ર, ઐરાવત અને માલ્યવાન એ પાંચ દ્રહને બે ભાગમાં વિભક્ત કરતી આગળ વધે છે. તેમાં ૮૪,૦૦૦ નદીઓ મળે છે. તેનાથી પરિપૂર્ણ થઈને તે ભદ્રશાલવનમાં વહે છે. મંદરપર્વત બે યોજન દૂર રહે ત્યારે તે પૂર્વ તરફ વળે છે, માલ્યવંત વક્ષસ્કારપર્વતની નીચેથી વહીને મંદરપર્વતની પૂર્વમાં, પૂર્વવિદેહક્ષેત્રને બે ભાગમાં વિભક્ત કરતી આગળ વધે છે. એક એક ચક્રવર્તી વિજયની અઠ્યાવીસ અઠ્યાવીસ હજાર નદીઓ તેને મળે છે. આ પ્રમાણે કુલ-(૨૮,000 ૪ ૧૬ = ૪,૪૮,૦00) + ૮૪,000 = ૫,૩૨,૦૦૦ નદીઓથી પરિપૂર્ણ થઈને તે વિજય દ્વારની નીચેથી જગતને ભેદીને, પૂર્વી લવણસમુદ્રમાં મળી જાય છે. શેષ વર્ણન પૂર્વવત્ છે.
તે જ રીતે નારીકંતાનદી નીલવંત પર્વતના કેસરી દ્રહમાંથી નીકળી ઉત્તરાભિમુખ વહે છે. તેનું વર્ણન ઉદ્દગમસ્થાન, પર્વત પર પ્રવાહ ક્ષેત્ર અને ધોધની અપેક્ષાએ સીતા નદીની સમાન જાણવું.) તેમાં વિશેષતા એ છે કે નારીકતા નદી ગંધાપાતી વૃત વૈતાઢયપર્વત એક યોજન દૂર હોય, ત્યાંથી તે પશ્ચિમ તરફ વળી જાય છે. શેષ છે. ઉદ્ગમ અને સંગમ સ્થાને તેના પ્રવાહનો વિસ્તાર વગેરે સંપૂર્ણ વર્ણન હરિમંતા નદી જેવું જ છે. २०२ णीलवंते णं भंते ! वासहरपव्वए कइ कूडा पण्णता ? गोयमा ! णव कूडा પત્તી, તે નહીં
सिद्धे णीले पुव्वविदेहे, सीया य कित्ति णारी य ।
अवरविदेहे रम्मग, कूडे उवदंसणे चेव ॥१॥ सव्वे एए कूडा पंचसइया । रायहाणीओ उत्तरेणं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નીલવંત વર્ષધર પર્વતના કેટલા કૂટ છે?
ઉત્તર- હે ગૌતમ! તેના નવ ફૂટ છે. તે આ પ્રમાણે છે– (૧) સિદ્ધાયતન કૂટ, (૨) નીલવંત કૂટ, (૩) પુર્વવિદેહ કુટ, (૪) સીતા કુટ, (૫) કીર્તિકુટ, (૬) નારીકંતા કુટ, (૭) અપરવિદેહ કુટ, (૮) રમ્યક કૂટ, (૯) ઉપદર્શન કૂટ.
આ બધા કુટ ૫૦૦ યોજન ઊંચા છે. તેના અધિપતિ દેવોની રાજધાનીઓ મેરુની ઉત્તરમાં છે.