________________
ચોથો વક્ષસ્કાર
३४३
गोयमा ! धरणितले, एत्थ णं मंदरे पव्वए भद्दसालवणे णामं वणे पण्णत्तेपाईणपडीणायए, उदीणदाहिणवित्थिण्णे । सोमणस विज्जुप्पह गंधमायण मालवंतेहिं वक्खारपव्वएहिं सीया-सी ओयाहि य महाणईहिं अट्ठभागपविभत्ते ।
मंदरस्स पव्वयस्स पुरत्थिमपच्चत्थिमेणं बावीस-बावीसं जोयणसहस्साइं आयामेणं, उत्तरदाहिणेणं अड्डाइज्जाई अड्डाइज्जाइं जोयणसयाइं विक्खंभेणं । सेणं एगाए पउमवरवेइयाए एगेण य वणसंडेणं सव्वओ समंता संपरिक्खित्ते । दुहव वण्णओ भाणियव्वो जाव देवा आसयंति सयंति ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! મંદર પર્વત પર ભદ્રશાલવન નામનું વન ક્યાં છે ?
ઉત્તર– હે ગૌતમ ! મંદર પર્વતના ભૂમિભાગ પર મંદરપર્વતનું ભદ્રશાલ નામનું વન છે. તે પૂર્વપશ્ચિમ લાંબુ અને ઉત્તર-દક્ષિણ પહોળું છે. તે સૌમનસ, વિદ્યુત્પ્રભ, ગંધમાદન અને માલ્યવાન નામના વક્ષસ્કાર પર્વતોથી તેમ જ સીતા અને સીતોદા નામની મહાનદીઓથી આઠ ભાગોમાં વિભક્ત છે.
તે ભદ્રશાલવન મંદર પર્વતની પૂર્વ અને પશ્ચિમમાં બાવીસ-બાવીસ હજાર યોજન લાંબુ છે.તે ઉત્તર–દક્ષિણમાં અઢીસો અઢીસો યોજન પહોળું છે. તે એક પદ્મવરવેદિકાથી અને એક વનખંડથી પરિવેષ્ટિત છે. બંનેનું વર્ણન પૂર્વવત્ છે. યાવત્ ઘણા દેવ દેવીઓ ત્યાં આશ્રય લે છે, વિશ્રામ લે છે.
१६७ मंदरस्स णं पव्वयस्स पुरत्थिमेणं भद्दसालवणं पण्णासं जोयणाई ओगाहित्ता, एत्थ णं महं एगे सिद्धाययणे पण्णत्ते- पण्णासं जोयणाई आयामेणं, पणवीसं जोयणाइं विक्खंभेणं, छत्तीसं जोयणाई उड्डुं उच्चत्तेणं, अणेगखंभसयसण्णिविट्ठे, वणओ ।
ભાવાર્થ :- મંદર પર્વતની પૂર્વમાં, ભદ્રશાલવનમાં ૫૦ યોજન દૂર એક વિશાળ સિદ્ધાયતન છે. તે ૫૦ યોજન લાંબુ, પચ્ચીસ યોજન પહોળું અને છત્રીસ યોજન ઊંચું છે. તે સેંકડો થાંભલાઓ ઉપર સ્થિત છે. વગેરે વર્ણન પૂર્વવત્ છે.
| १६८ मंदरस्स णं पव्वयस्स दाहिणेणं भद्दसालवणं पण्णासं एवं चउद्दिसिंपि मंदरस्स, भद्दसालवणे चत्तारि सिद्धाययणा भाणियव्वा ।
ભાવાર્થ :- મંદરપર્વતની દક્ષિણમાં, ભદ્રશાલવનમાં ૫૦ યોજન દૂર, એમ મંદર પાર્વતની ચારે દિશાઓમાં એક એક, કુલ મળીને ચાર સિદ્ધાયતન કહેવા જોઈએ.
१६९ मंदरस्स णं पव्वयस्स उत्तरपुरत्थिमेणं भद्दसालवणं पण्णासं जोयणाई