________________
| 330
શ્રી જંબુદ્વીપ પ્રશપ્તિ સૂત્ર
गोयमा ! णिसहस्स वासहपरवयस्स उत्तरेणं, मंदरस्स पव्वयस्स दाहिण पुरथिमेणं मंगलावईविजयस्स पच्चत्थिमेणं, देवकुराए पुरत्थिमेणं, एत्थणं जंबुद्दीवे दीवे महाविदेह वासे सोमणसे णामं वक्खारपव्वए पण्णत्ते- उत्तरदाहिणायए, पाईणपडीणवित्थिण्णे ।
जहा मालवंते वक्खारपव्वए तहा, णवरं सव्वरययामए अच्छे जाव अभिरूवे पडिरूवे । णिसहवासहरपव्वयंतेणं चत्तारि जोयणसयाई उड्डू उच्चत्तेणं, चत्तारि गाऊयसयाई उव्वेहेणं, सेसं तहेव सव्वं णवरं-अट्ठो से, गोयमा ! सोमणसे णं वक्खारपव्वए । बहवे देवा य देवीओ य सोमा सुमणा सोमणसिया; सोमणसे य इत्थ देवे महिड्डिए जाव परिवसइ । से एएणटेणं गोयमा ! जाव अवट्ठिए । ભાવાર્થ – પ્રશ્ન– હે ભગવન્! બૂદ્વીપના મહાવિદેહક્ષેત્રમાં સોમનસ નામનો વક્ષસ્કાર પર્વત ક્યાં છે?
ઉત્તર- હે ગૌતમ! જંબુદ્વીપના મહાવિદેહક્ષેત્રમાં નિષધ વર્ષધર પર્વતની ઉત્તરમાં, મંદર પર્વતની દક્ષિણપૂર્વમાં, મંગલાવતી વિજયની પશ્ચિમમાં, દેવગુરુની પૂર્વમાં સોમનસ નામનો વક્ષસ્કાર પર્વત છે. તે ઉત્તર-દક્ષિણ લાંબો અને પૂર્વ-પશ્ચિમ પહોળો છે.
તે માલ્યવાન વક્ષસ્કાર પર્વત જેવો જ છે, તેમાં વિશેષતા એ છે કે આ સોમનસ વક્ષસ્કાર પર્વત સંપૂર્ણ રજતમય છે, ઉજ્જવળ છે, સુંદર છે. આ સોમનસ પર્વત નિષધ વર્ષધર પર્વતની પાસે ૪૦૦ યોજન ઊંચો છે અને ૪૦૦ ગાઉ જમીનમાં ઊંડો છે વગેરે સંપૂર્ણ વર્ણન માલ્યવાન વક્ષસ્કાર પર્વત પ્રમાણે છે.
હે ગૌતમ! સોમનસ વક્ષસ્કાર પર્વત ઉપર ઘણાં સૌમ્ય-સરળ મધુર સ્વભાવવાળા, કુચેષ્ટા રહિત, સુમનસ્ક-ઉત્તમ ભાવનાવાળા, મનની કલુષિતતાથી રહિત સુમનશીલા દેવ-દેવીઓ આશ્રય લે છે, વિશ્રામ કરે છે. તેના અધિષ્ઠાયક સોમનસ નામના પરમ ઋદ્ધિશાળી દેવ ત્યાં નિવાસ કરે છે. તેથી તે સોમનસ વક્ષસ્કાર પર્વત કહેવાય છે. અથવા હે ગૌતમ ! તેનું આ નામ અવસ્થિત છે. १५१ सोमणसे य वक्खारपव्वए कइ कूडा पण्णत्ता? गोयमा ! सत्त कूडा पण्णत्ता, तं जहा
सिद्धे सोमणसे वि य, बोद्धव्वे मंगलावई कूडे ।
देवकुरु विमल कंचण, वसिट्टकूडे य बोद्धव्वे ॥१॥ एवं सव्वे पंचसइया कूडा, एएसिं पुच्छा दिसिविदिसाए भाणियव्वा जहा गंधमायणस्स, णवरं विमल-कंचणकूडेसु देवयाओ- सुवच्छा वच्छमित्ता य; अवसिढेसु कूडेसु सरिस णामया देवा, रायहाणीओ दाहिणेणं ।