________________
[ ૩૧૮]
શ્રી જંબડીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
ઉત્તર- હે ગૌતમ ! આ જંબૂદ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં સીતા મહાનદીની ઉત્તરમાં, નીલવાન વર્ષધર પર્વતની દક્ષિણમાં, ગાહાવતી મહાનદીની પશ્ચિમમાં અને ચિત્રકૂટ વક્ષસ્કાર પર્વતની પૂર્વમાં સુકચ્છ નામની વિજય છે, તે ઉત્તર-દક્ષિણ લાંબી છે. તેનો વિસ્તાર આદિ સંપૂર્ણ વર્ણન કચ્છ વિજયની સમાન છે. સુકચ્છ વિજયમાં ક્ષેમપુરા નામની રાજધાની છે. ત્યાં સુકચ્છનામના રાજા ઉત્પન્ન થાય છે. શેષ સર્વ વર્ણન કચ્છ વિજયની સમાન છે. મહાવિદેહમાં ગ્રાહાવતી અંતર નદી - १२६ कहि णं भंते ! जंबुद्दीवे दीवे महाविदेहे वासे गाहावकुंडे पण्णत्ते?
गोयमा ! सुकच्छविजयस्स पुरथिमेणं, महाकच्छस्स विजयस्स पच्चत्थिमेणं, णीलवंतस्स वासहरपव्वयस्स दाहिणिल्ले णितंबे, एत्थणं जंबूद्दीवे दीवे महाविदेहे वासे गाहावकुंडे णामं कुंडे पण्णत्ते, जहेवरोहियंसाकुंडे तहेव जावगाहावइदीवे, ભવો !
तस्स णं गाहावइस्स कुंडस्स दाहिणिल्लेणं तोरणेणं गाहावई महाणई पवूढा समाणी सुकच्छ महाकच्छविजए दुहा विभयमाणी-विभयमाणी अट्ठावीसाए सलिला-सहस्सेहिं समग्गा दाहिणेणं सीयं महाणई समप्पेइ । गाहावई णं महाणई पवहे य मुहे य सव्वत्थ समा पणवीसं जोयणसयं विक्खंभेणं, अड्डाइज्जाइं जोयणाई उव्वेहेणं, उभओ पासिं दोहि य पउमवरवेइयाहिं दोहि य वणसंडेहिं संपरिक्खित्ता दुण्हवि वण्णओ । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જંબૂઢીપ નામના દ્વીપના મહાવિદેહક્ષેત્રમાં ગ્રાહાવતી કુંડ ક્યાં છે?
ઉત્તર- હે ગૌતમ ! જમ્બુદ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં સુકચ્છ વિજયની પૂર્વમાં, મહાકચ્છ વિજયની પશ્ચિમમાં, નીલવાન વર્ષધર પર્વતની દક્ષિણી તળેટીમાં ગ્રાહાવતી નામનો કુંડ છે. તેનું સંપૂર્ણ વર્ણન રોહિતાંશાકુંડ જેવું છે.
તે ગ્રાહાવતીકુંડના દક્ષિણી દ્વારથી ગ્રાહાવતી નામની મહાનદી નીકળીને તે સુકચ્છ અને મહાકચ્છ વિજયને બે ભાગોમાં વિભક્ત કરતી આગળ વધે છે. તેમાં ૨૮,000 નદીઓ મળે છે. તેનાથી પરિપૂર્ણ થઈને તે દક્ષિણમાં સીતા મહાનદીને મળે છેઃ ગ્રાહાવતી મહાનદી ઉદ્ગમ સ્થાનમાં અને સંગમ સ્થાનમાં (સીતા નદીને મળે છે ત્યાં)તે સર્વ સ્થાનમાં એક સમાન તે ૧૨૫ યોજન પહોળી છે. અઢી યોજન જમીનમાં ઊંડી છે. તે બંને બાજુ બે પાવરવેદિકા અને બે વનખંડોથી ઘેરાયેલી છે. શેષ સર્વ વર્ણન પૂર્વવતુ છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં મહાવિદેહ ક્ષેત્રની ગ્રાહાવતી નામની અંતર નદીનું વર્ણન છે. અન્ય સર્વ અંતર