________________
ચોથો વક્ષસ્કાર
૨૯૯
તેની પ્રશાખાઓ વિવિધ મણિ-રત્નમય છે; તેના પાંદડા વૈસૂર્ય રત્નમય છે; વૃત્ત-ડીંટિયા રક્ત સુવર્ણમય છે; સુકોમળ પ્રવાલ, પલ્લવ, અંકુરો જંબૂનદ સુવર્ણમય છે. સુગંધી પુષ્પો અને વિવિધ મણિ– રત્નમય ફળોથી નમેલું તે વૃક્ષ છાયાયુક્ત, પ્રભાયુક્ત, શોભાયુક્ત, ઉદ્યોતયુક્ત, મનને આનંદપ્રદ, પ્રસન્નતાપ્રદ, દર્શનીય, મનોગ્ય અને મનોહર છે.
९५ जंबूए सुदंसणाए चउद्दिसिं चत्तारि साला पण्णत्ता । तेसि णं सालाणं बहुमझदेसभाए, एत्थ णं सिद्धाययणे पण्णत्ते - कोसं आयामेणं, अद्धकोसं विक्खम्भेणं, देणगं को उड्डुं उच्चत्तेणं, वण्णओ भाणियव्वो ।
ભાવાર્થ :- તે જંબૂસુદર્શન વૃક્ષની ચારે દિશામાં ચાર શાખા છે. તે શાખાની વચ્ચે સિદ્ધાયતન છે તે એક ગાઉ લાંબું, અર્ધ ગાઉ પહોળું અને દેશોન એક ગાઉ ઊંચું છે વગેરે સિદ્વાયતનનું વર્ણન જાણવું.
९६ तत्थ णं जे से पुरथिमिल्ले साले, एत्थ णं भवणे पण्णत्ते - कोसं आयामेणं, एमेव णवरमित्थ सयणिज्जं, सेसेसु पासायवर्डेसया सीहासणा य सपरिवारा ।
ભાવાર્થ :- જંબૂવૃક્ષની ચાર શાખાઓમાંથી પૂર્વશાખા ઉપર અનાદત દેવનું એક ભવન છે. તે એક ગાઉ લાંબું છે. (અર્ધો ગાઉ પહોળું અને કિંચિત્ ન્યૂન ૧ ગાઉ ઊંચું છે.) તે ભવનનું વર્ણન પૂર્વવત્ જાણવું. વિશેષતા એ છે કે અહીં શય્યાનું કથન કરવું અર્થાત્ આ ભવનમાં શય્યા છે. શેષ દક્ષિણ, પશ્ચિમ, ઉત્તર દિશાની શાખા ઉપર એક-એક પ્રાસાદાવતંસક- ઉત્તમ મહેલ છે. તેમાં સપરિવાર સિંહાસનો છે. તે સર્વ વર્ણન પૂર્વવત્ છે.
९७ जंबू णं बारसहिं पउमवरवेइयाहिं सव्वओ समंता संपरिक्खित्ता, वेइयाणं वण्णओ । जंबू णं अण्णेणं अट्ठसएणं जंबूणं तदद्धुच्चत्ताणं सव्वओ समंता संपरिक्खित्ता, तासि णं वण्णओ । ताओ णं जंबू छहिं पउमवरवेइयाहिं संपरिक्खित्ता। ભાવાર્થ :- તે જંબૂવૃક્ષ ચારે બાજુથી બાર-બાર પદ્મવર વેદિકાઓ દ્વારા ઘેરાયેલું છે. વેદિકાનું વર્ણન પૂર્વવત્ જાણવું. તે જંબૂવૃક્ષ અન્ય ૧૦૮ જંબૂવૃક્ષોથી પરિવૃત્ત છે. તે જંબૂવૃક્ષો મૂળ જંબૂવૃક્ષ કરતાં અર્ધા પ્રમાણવાળા છે વગેરે વર્ણન પૂર્વવત્ જાણવું. તે (૧૦૮) જંબૂવૃક્ષ છ પદ્મવર વેદિકાઓથી ઘેરાયેલા છે. ९८ जंबू णं सुदंसणा उत्तरपुरत्थिमेणं, उत्तरेणं, उत्तरपच्चत्थिमेणं एत्थ णं अणादि यस्स देवस्स चउण्हं सामाणियसाहस्सीणं चत्तारि जंबूसाहस्सीओ पण्णत्ताओ। णं पुरत्थिमेणं चउन्हं अग्गमहिसीणं चत्तारि जंबूओ पण्णत्ताओ
दक्खिणपुरत्थिमे, दक्खिणेण तह अवरदक्खिणेणं च । अट्ठ दस बारसेव य, भवंति जंबूसहस्साइं ॥१॥