________________
સંપાદકીય
અપૂર્વ શ્રુતઆરાધક ભાવયોગિની બા. બ્ર. પૂ. લીલમબાઈ મ. સ.
ભ્રાન્તિ ભંજક ભગવંતના પરમાગમ ભાગ્ય યોગે મને મળી ગયા, સ્વાધ્યાય ચિંતન કરવાના સુઅવસરો "પ્રાણ" પસાયે પાંગરી રહ્યા, "ફૂલ-આમ્ર" ગુરુણીના કૃપા ભર્યા વરદ્ હસ્ત મમ શિર પર રહો, સંપાદન કાર્ય સફળ બને તેવું સામર્થ્ય બળ સદા મળતુ રહો.
પ્રિય વાચક સજ્જન ગણ !
આજે આપના કરકમળમાં જંબૂદ્બીપનું સાદ્યંત દર્શન કરાવતું આગમ શ્રી 'જંબુદ્રીપ પ્રજ્ઞપ્તિ' નામનું ઉપાંગ સૂત્ર અર્પણ કરી રહ્યા છીએ, તેનો આનંદ રોમેરોમ છવાઈ રહ્યો છે.
આ સૂત્રમાં ગણિત સહિત, નય-પ્રમાણ સહિત, ભૂગોળનું અદ્ભુત, વાસ્તવિક યથાતથ્ય વર્ણન કરવામાં આવ્યું છે. આ વર્ણન અનંત જ્ઞાની અરિહંત પરમાત્માના જ્ઞાનની પ્રસાદી રૂપ છે. તે કોઈ દંતકથા નથી કે નથી કપોલ કલ્પિત ગપ્પા. હા ! તેનો વિસ્તાર વિસ્મય પમાડે તેવો જરૂર છે. આ સૂત્રનું ઊંડાણથી અધ્યયન કરવામાં આવે, છ દ્રવ્યના ગુણ-પર્યાયની લીલા જાણી લેવામાં આવે તો મોક્ષગામી જીવો માટે મુક્તિનું કારણ બની શકે છે.
જ્ઞાની પુરુષો કહે છે કે જ્ઞાન ગમક થાય તો ચેતનામાં ચમક પ્રગટે અને તે જ્ઞાન ઝમક ઝમક કરતું ઝળકી ઊઠે. જિનવાણીમાં જો પ્રાણ પાંગરે તો સંસાર સાગરને પાર કરી શરીર રૂપ નાવ નાંગરે અને જન્મ-મરણનો નાશ કરી, અવ્યાબાઘ સુખને પ્રાપ્ત કરી, સિદ્ધાલયના કાંગરે પહોંચી જઈ જીવ અવિચલ પદને પ્રાપ્ત કરે છે. શાશ્વત શાંતિનો સ્વાદ માણતો તે લોકાગ્રે વસી સદાકાળ માટે સ્વરૂપ સામ્રાજ્યનો સમ્રાટ બનીને જીવે છે.
પ્રસ્તુત સૂત્રનું નામ જંબુદ્રીપ પ્રજ્ઞપ્તિ છે. આ ક્ષેત્રમાં જંબૂ નામના અનેક વૃક્ષો
29