________________
૨૨
શ્રી જંબુદ્વીપ પ્રાપ્તિ સૂત્ર
કારણ છે?
ઉત્તર- હે ગૌતમ ! તે શબ્દાપાતી વૃત્તવૈતાઢય પર્વત ઉપરની વાવડીઓ યાવતું સરોવર પંક્તિઓમાં શબ્દાપાતી સમાન પ્રભા, આકાર, વર્ણ, કાંતિવાળા ઘણાં ઉત્પલો અને પધો છે.
ત્યાં મહાદ્ધિવાન યાવત મહાપ્રભાવાળા, પલ્યોપમની સ્થિતિવાળા શબ્દાપાતી નામના દેવ વસે છે. તેથી તે પર્વત શબ્દાપાતી વત્ત વૈતાઢય પર્વત કહેવાય છે. તે દેવની રાજધાની વગેરે સર્વ વર્ણન પૂર્વવત્ જાણવું. |४२ से केणतुणं भंते ! एवं वुच्चइ हेमवए वासे, हेमवए वासे?
गोयमा ! चुल्लहिमवंत-महाहिमवंतेहिं वासहरपव्वएहिं दुहओ समवगूढे णिच्चं हेमं दलइ, णिच्चं हेमं पगासइ, हेमवए य इत्थ देवे महिड्डीए जाव पलिओवमट्ठिइए परिवसइ । से तेणटेणं गोयमा ! एवं वुच्चइ हेमवए वासे, हेमवए वासे । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે હેમવત ક્ષેત્રને હેમવત ક્ષેત્ર કહેવાનું શું કારણ છે?
ઉત્તર- આ ક્ષેત્રની દક્ષિણ દિશા અને ઉત્તર દિશા, તેમ બંને બાજુએ ચુલ્લહિમવંત અને મહાહિમવંત, પર્વત સ્થિત છે. તે બંને પર્વત આ ક્ષેત્રને સોનેરી પુગલો અને સોનેરી પ્રકાશ આપે છે તથા આ ક્ષેત્રમાં એક પલ્યોપમની સ્થિતિવાળા હેમવત નામના મહદ્ધિક દેવ વસે છે તેથી આ ક્ષેત્ર, હેમવત ક્ષેત્ર કહેવાય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં હેમવત ક્ષેત્રનું વર્ણન છે. તે ચુલ્લહિમવંત પર્વતની ઉત્તર દિશામાં અને મહાહિમવંત પર્વતની દક્ષિણ દિશામાં છે. તેની પૂર્વ પશ્ચિમી સીમાએ લવણસમુદ્ર છે. તે ચુલ્લહિમવંત પર્વત કરતાં બમણા વિસ્તારવાળું અર્થાત્ બે હજાર એકસો પાંચ યોજન અને પાંચ કળા (૨,૧૦૫ ૮ યો.) વિસ્તારવાળું છે. | હેમવત, હરિવર્ષ, રમ્યફ વર્ષ, હરણ્યવત |
1 હેમવત ક્ષેત્ર અકર્મભૂમિ - આ ક્ષેત્રમાં અસિ, મસિ,
કૃષિ આદિ કર્મ નથી. આ યુગલિક ક્ષેત્ર છે. ત્યાં દસ પ્રકારના કલ્પવૃક્ષથી જીવનનિર્વાહ થાય છે. અહીં કાળવિભાગનું પરિવર્તન થતું નથી, હંમેશાં એક સમાન સુષમદુષમા નામના ત્રીજા આરા જેવા ભાવ રહે છે. વૃત્તવૈતાઢય પર્વતના કારણે
તેના પૂર્વ-પશ્ચિમરૂપ એવા બે વિભાગ અને રોહિતા, યુગલિક છે અને ક્ષેત્ર |
રોહિતાશા બે મહાનદીના કારણે પુનઃ તે બંનેના ઉત્તર-દક્ષિણ રૂપ બે-બે વિભાગ થાય છે. આ રીતે હેમવત ક્ષેત્ર ૪ વિભાગમાં વિભક્ત છે.
*: મનહર
:
દર
દર