________________
ચોથો વક્ષસ્કાર
૨૪૧
તે ભવનની ત્રણ દિશાઓમાં ત્રણ દ્વાર છે. તે દ્વાર પાંચસો ધનુષ્ય ઊંચા, અઢીસો ધનુષ્ય પહોળા છે. તેટલા જ પ્રમાણવાળો તેનો પ્રવેશ માર્ગ છે. તે દ્વાર ઉપર ઉત્તમ સુવર્ણમય નાના નાના શિખર-કાંગરા છે યાવત્ તે પુષ્પ માળાઓથી સુશોભિત છે. તેનું વર્ણન પૂર્વવત્ જાણવું.
८ तस्स णं भवणस्स अंतो बहुसमरमणिज्जे भूमिभागे पण्णत्ते, से जहाणामए आलिंग पुक्खरेइ वा वण्णओ । तस्स णं बहुसमरमणिज्जस्स भूमिभागस्स बहुमज्झेदेसभाए एत्थ णं महई एगा मणिपेढिया पण्णत्ता । सा णं मणिपेढिया पंचधणुसयाइं आयामविक्खंभेणं, अड्डाइज्जाई धणुसयाइं बाहल्लेणं, सव्वमणिमई अच्छा जाव पडिरूवा । तीसे णं मणिपेढियाए उप्पि एत्थ णं महं एगे सयणिज्जे पण्णत्ते, सयणिज्जवण्णओ भाणियव्वो ।
ભાવાર્થ :- તે ભવનનો અંદરનો ભૂમિભાગ ચર્મમઢિત ઢોલક જેવો સમતલ અને રમણીય છે. તેની બરાબર મધ્યમાં એક વિશાળ મણિપીઠિકા છે. તે મણિપીઠિકા પાંચસો ધનુષ્ય લાંબી, પહોળી છે અને અઢીસો ધનુષ્ય જાડી છે, સંપૂર્ણ મણિમય અને સ્વચ્છ યાવત્ મનોહર છે. તે મણિપીઠિકાની ઉપર એક વિશાળ શય્યા છે. તેનું વર્ણન પૂર્વવત્ જાણવું.
९ से णं पउमे अण्णेणं अट्ठसएणं पउमाणं तदद्बुच्चत- प्पमाणमित्ताणं सव्वओ समंता संपरिक्खित्ते । ते णं पउमा अद्धजोयणं आयाम विक्खंभेणं, कोसं बाहल्लेणं, दसजोयणाइं उव्वेहेणं, कोसं ऊसिया जलंताओ, साइरेगाइं दसजोयणाइं सव्वग्गेणं पणत्ते ।
ભાવાર્થ :- તે મૂળ કમળ તેનાથી અર્ધા પ્રમાણવાળા અન્ય ૧૦૮ કમળોથી પરિવૃત્ત છે. તે કમળો અર્ધો યોજન લાબા-પહોળા છે. એક ગાઉ જાડા, દશ યોજન પાણીની અંદર ઊંડા અને એક ગાઉ પાણીની ઉપર ઊંચા ઉઠેલાં છે. તેઓની કુલ ઊંચાઈ સાતિરેક દશ યોજન છે.
१० तेसि णं परमाणं अयमेयारूवे वण्णावासे पण्णत्ते, तं जहा वइरामया मूला जाव कणगामई कण्णिया । सा णं कण्णिया कोसं आयामेणं, अद्धकोसं बाहल्लेणं, सव्वकणगामई, अच्छा सण्हा जाव पडिरूवा । तीसे णं कण्णियाए उप्पि बहुसम रमणिज्जे भूमिभागे जाव मणीहिं उवसोभिए ।
ભાવાર્થ :– તે કમળોનું વિશેષ વર્ણન આ પ્રમાણે છે તેના મૂળ વજરત્નમય યાવત્ કર્ણિકા સુવર્ણમય છે.
તે કર્ણિકા એક ગાઉ લાંબી, અર્ધો ગાઉ જાડી, સંપૂર્ણ સુવર્ણમય છે. તે સ્વચ્છ છે વગેરે વર્ણન જાણવું.