________________
eleg
પુર્વ પ્રકાશનના બે બીજી
(બીજી આવૃત્તિ)
તીર્થકર ભગવાનના અમૃતસમા વચનોને “આગમ' રૂપે ગણધર ભગવંતોએ ઝીલીને શિષ્ય પરંપરાને અર્પણ કર્યાઅને આપણને અમૃત વચનો પ્રાપ્ત થયા.
તીર્થકર ભગવાને અનંતજ્ઞાનને શ્રીમુખેથી પ્રગટ કરી મહા ઉપકાર કર્યો... ગણધર ભગવંતોએ આગમજ્ઞાનને હૃદયસ્થ કરી મહા ઉપકાર કર્યો... શિષ્ય પરંપરાએ આગમજ્ઞાનને કંઠસ્થ કરી મહા ઉપકાર કર્યો... દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણે આગમજ્ઞાનને ગ્રંથસ્થ કરી મહા ઉપકાર કર્યો...
ગ્રંથસ્થ આગમોને અનેક આચાર્યોએ સમયાનુસાર લોકભોગ્ય ભાષાશૈલીમાં અનુવાદ કરીને સર્વજન સહજ બનાવ્યા. આ જ પરંપરામાં સૌરાષ્ટ્રકેસરી પૂ. ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મ. સા. ની જન્મશતાબ્દી અવસરે તેમના જ પરિવારના મહાસતીજીઓએ ગુજરાતીમાં અનુવાદ કરીને જૈન સમાજની જ્ઞાન સાધનાને આગમિક બનાવવામાં બહુમૂલો ફાળો આપ્યો છે. આ મહા કાર્યમાં અપૂર્વ શ્રત આરાધિકા પ્રધાન સંપાદિકા ભાવયોગિની શ્રી લીલમબાઈમ. અને સહ સંપાદિકા શ્રી આરતીબાઈમ., શ્રી સુબોધિકાબાઈ મ.ના સહયોગ મળ્યો છે.
આ આગમ બત્રીસીની પ્રથમ આવૃત્તિને ગુજરાતના દરેક સંપ્રદાયના સાધુસાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓનો બહોળો પ્રતિસાદ મળતા ટૂંક સમયમાં ૧૦૦૦ આગમ ગ્રંથો અનુપલબ્ધ થઈ ગયા અને પુનઃ પ્રકાશનની આવશ્યકતા ઉભી થઈ.
અહીં એક ખાસ ઉલ્લેખ કરવાનો કે જ્યારે પ્રથમવાર આગમ પ્રકાશનની તૈયારી ચાલતી હતી ત્યારે જ તપસમ્રાટ પૂ. ગુરુદેવ શ્રી રતિલાલજી મ. સા. એ શાસન પ્રભાવક પૂ. શ્રી નમ્રમુનિ મ. સા. પર કૃપાદૃષ્ટિ વરસાવી. તેમણે પાટીમાં લખી આપ્યું કે નમ્રમુનિ આગમ પ્રકાશનનું કાર્ય સંભાળશે.