________________
ત્રીજે વક્ષસ્કાર
૧૯૭]
ભાવાર્થ :- (વિદ્યાધર શ્રેણીના વિજયનો અષ્ટાહ્નિકા મહોત્સવ પૂરો થાય) ત્યારપછી દિવ્ય ચક્રરત્ન શસ્ત્રાગારમાંથી બહાર નીકળે છે અને ઉત્તરપૂર્વ દિશામાં ગંગાદેવીના ભવન તરફ પ્રયાણ કરે છે. ત્યાં ગંગાદેવી ભરત રાજાને આધીન થાય છે વગેરે સમસ્ત વર્ણન સિંધુદેવીના પ્રસંગની સમાન જાણવું. તેમાં વિશેષતા એ છે કે ગંગાદેવી ભરતરાજાને ભેટના રૂપમાં વિવિધ રત્નોથી યુક્ત એક હજાર આઠ કળશો અને વિવિધ પ્રકારનાં મણિઓથી ચિત્રિત સુવર્ણ, રત્નોથી સુશોભિત બે સોનાના સિંહાસન ભેટ આપે છે, થાવત્ અણહ્નિકા મહોત્સવ ઉજવે છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ગંગાદેવી ઉપરના વિજયનું વર્ણન છે. ગંગાદેવી ભવન સ્થાન :- ગંગાનદી ચુલ્લહિમવંત પર્વતમાંથી નીકળી પર્વત ઉપર વહેતી-વહેતી પર્વત ઉપરથી ધોધરૂપે નીચે ઉત્તર ભરત ક્ષેત્રમાં જ્યાં પડે છે, ત્યાં ગંગાપ્રપાત કંડ છે અને તે ગંગાપ્રપાત કંડમાં ગંગાદ્વીપ ઉપર ગંગાદેવીનું ભવન છે.
ગંગાદેવીના વિજયનું સંપૂર્ણ વર્ણન સિંધુ દેવીના વિજય પ્રમાણે જાણવું. નૃતમાલક દેવ વિજય :८६ तएणं से दिव्वे चक्करयणे गंगाए देवीए अट्ठाहियाए महामहिमाए णिव्वत्ताए समाणीए आउहघरसालाओ पडिणिक्खमइ पडिणिक्खमित्ता जावगंगाए महाणईए पच्चत्थिमिल्लेणं कूलेणं दाहिणदिसि खंडप्पवायगुहाभिमुहे पयाए यावि होत्था ।
तए णं से भरहे राया जेणेव खंडप्पवायगुहा तेणेव उवागच्छइ, एवं सव्वा कयमालवत्तव्वया णेयव्वा णवरं णट्टमालगे देवे, पीइदाणं से अलंकारियभंडं, कडगाणि य सेसं सव्वं तहेव जाव अट्ठाहिया महामहिमा । ભાવાર્થ :- ગંગાદેવીનો અણહ્નિકા મહોત્સવ પૂર્ણ થતાં તે દિવ્ય ચક્રરત્ન શસ્ત્રાગારમાંથી બહાર નીકળીને ગંગામહાનદીના પશ્ચિમી કિનારે, દક્ષિણ દિશામાં ખંડપ્રપાત ગુફા તરફ પ્રયાણ કરે છે.
ત્યારપછી ભરત રાજા ખંડપ્રપાત ગુફા સમીપે આવે છે. ત્યાંના નૃતમાલક દેવ પરના વિજયનું સર્વ વર્ણન કતમાલક દેવ પ્રમાણે જાણવું. તેમાં વિશેષતા એ છે કે નૃતમાલક દેવ પ્રીતિદાનમાં અલંકારપાત્ર, કટક વગેરે આપે છે. શેષ અષ્ટાહ્નિકા મહોત્સવ પર્યતનું સર્વ વર્ણન તે જ પ્રમાણે જાણવું. ઉત્તરાદ્ધ ગંગા નિકૂટ વિજય :| ८७ तए णं से भरहे राया णट्टमालस्स देवस्स अट्ठाहियाए महामहिमाए णिव्वत्ताए