________________
ત્રીજો વક્ષસ્કાર
૧૯૯
ओसप्पिणी-इमीसे, तइयाए समाए पच्छिमे भाए । अहमंसि चक्कवट्टी, भरहो इय णामधिज्जेणं ॥१॥ अहमंसि पढमराया, अहयं भरहाहिवो णरवरिंदो ।
णत्थि महं पडिसत्तू, जियं मए भारहं वासं ॥२॥ इति कटु णामगं आउडेइ, आउडित्ता रहं परावत्तेइ, परावत्तेत्ता जेणेव विजय-खंधावारणिवेसे, जेणेव बाहिरिया उवट्ठाणसाला तेणेव उवागच्छइ उवागच्छित्ता जाव महामहिमं करेइ । ભાવાર્થ :- ચલહિમવંત પર્વત ઉપર વિજય મેળવ્યા પછી ભરતરાજા રથના ઘોડાની લગામ ખેંચીને રથને પાછો ફેરવે છે. પાછો ફેરવીને ઋષભકૂટ પર્વતની સમીપે આવે છે, ત્યાં આવીને ઋષભકૂટ પર્વત સાથે રથના અગ્રભાગને ત્રણવાર અથડાવે છે, અથડાવીને ઘોડાની લગામ ખેંચીને, રથને ઊભો રાખીને, દતલ, ૧૨ હાંસ, ૮ખૂણાવાળા, એરણના આકારવાળા, ૮ સુવર્ણ જેટલા(૮ તોલા) વજનવાળા કાકણિરત્નને ગ્રહણ કરે છે. કાકણિરત્ન ગ્રહણ કરી તેના દ્વારા, ઋષભકૂટ પર્વતની પૂર્વ દિવાલ ઉપર આ પ્રમાણે નામ લખે છે.
આ અવસર્પિણી કાળના ત્રીજા આરાના અંતિમ ત્રીજા ભાગમાં હું ભરતનામનો ચક્રવર્તી થયો છું. I/All હું ભરતક્ષેત્રનો પ્રથમ રાજા, ભરતક્ષેત્રના અધિપતિ નરેન્દ્ર છું, મારો કોઈ પ્રતિશત્રુ નથી. મેં ભરતક્ષેત્રને જીતી લીધું છે. રા
આ પ્રમાણે ભરત રાજા પોતાનું નામ અને પરિચય લખીને રથને પાછો ફેરવે છે, પાછો ફેરવીને પોતાની છાવણીમાં બાહા ઉપસ્થાનશાળામાં આવે છે યાવત મહામહિમા-મહોત્સવ ઉજવાય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ઉત્તર ભરતક્ષેત્રના મધ્ય ખંડમાં ઋષભકૂટ પર્વત ઉપર કાકણિરત્નથી ચક્રવર્તી પોતાનો પરિચય લખે છે તેનું વર્ણન છે. ચક્રવર્તીઓનો તે જીત વ્યવહાર-પરંપરાગત વ્યવહાર છે.
ઋષભકૂટ ઉપર પરિચયમાં ચક્રવર્તી લખે છે કે મેં સંપૂર્ણ ભરત ક્ષેત્રને જીતી લીધું છે, તે લેખન પહેલો અને ચોથો બે મોટા અને બે નાના ખંડ ઉપર વિજય મેળવ્યો હોવાથી બહુલતાની અપેક્ષાએ સમજવું. ગંગા નદીથી વિભક્ત બે નિષ્ફટ રૂ૫ બે ખંડ જીતવાના બાકી હોવા છતાં તેને ગૌણ કરીને આ કથન સમજવું. પાંચમાં, છઠ્ઠા આ બંને ખંડને ચક્રવર્તી ઋષભ કૂટ પર નામ લેખન પછી જીતે છે. વિધાધર શ્રેણી વિજય :|८३ तए णं से दिव्वे चक्करयणे चुल्लहिवंतगिरिकुमारस्स देवस्स अट्ठाहियाए