________________
ત્રીજી વક્ષસ્કાર
| | ૧૭૩]
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં તિમિસ ગુફાને ખોલવાનું, અંધકારમયી તિમિસ ગુફાને પ્રકાશમયી બનાવવાનું અને તદ્દગત નદીઓને પાર કરવાનું વર્ણન છે. આ કાર્ય દંડરન, મણિરત્ન તથા કાકણિરત્ન દ્વારા થાય છે; ઉન્મજ્ઞા, નિમગ્ના નદી ઉપર પુલ બનાવવાનું કાર્ય વર્ધકી રત્ન કરે છે. આ પ્રસંગે સૂત્રકારે દંડરત્ન, મણિરત્ન અને કાકણિરત્નનું વર્ણન કર્યું છે. કસુવઇ - કાકણિરત્ન આઠ સુવર્ણ પ્રમાણ હોય છે. તે સુવર્ણ માન આ પ્રમાણે છે–
૪ મધુરતૃણ ફળ = ૧ શ્વેત સરસવ. ૧૬ શ્વેત સરસવ = ૧ અડદ ધાન્ય. ર અડદ ધાન્ય = ૧ ચણોઠી. ૫ ચણોઠી = ૧ કર્મમાસ. ૧૬ કર્મમાસ = ૧ સુવર્ણ(એક તોલા) માણુમાળનો - તે સમયે પાલી આદિથી ધાન્ય, પળી આદિથી પ્રવાહી, ચણોઠી આદિથી સુવર્ણાદિ માપવામાં આવતા હતા. વર્તમાને કિલોલીટર, કિલોમીટર આદિ માન-ઉન્માનના માપ છે. ચક્રવર્તીના સમયમાં જે માનોન્માન-માપ પ્રવર્તતા હતા તે કાકણિરત્નથી જનમાન્ય બનતા હતા.
તે માપ અને માપથી મપાયેલી, તોળાયેલી વસ્તુના ઉચિત માપની ગુણવતા વગેરેની કસોટી રાજ કર્મચારીઓ કરતા હતા. વસ્તુ અને માપની કસોટી કર્યા પછી અને તેના પર મહોર લગાવ્યા પછી જ તે લોકમાન્ય બનતી હતી. ચક્રવર્તીના સમયમાં ચકાસણીમાંથી ઉત્તીર્ણ બનેલ માપ અને તગત પદાર્થોને કાકણિરત્નથી અંકિત, ચિહ્નિત કરવામાં આવતા હતા. તે જ સ્ટાન્ડર્ડ ગણાતા. જેમાં હાલમાં I.S.I. ના માર્કવાળી કંપનીનો માલ, માપ જનમાન્ય બને છે તેમ, તિમિર ગુફાનું સ્થાન :- પૂર્વ પશ્ચિમ લાંબા વૈતાઢય પર્વત ઉપર નવ ફૂટ છે. તેમાંથી સાતમા કૂટની નીચે આ ગુફા સ્થિત છે. તે પૂર્વ-પશ્ચિમ ૧ર યોજન પહોળી અને ઉત્તર-દક્ષિણ ૫૦ યોજન લાંબી, ૮ યોજન ઊંચી છે. ઉત્તર-દક્ષિણ બંને બાજુએ તે ગુફા દ્વારથી બંધ રહે છે. તે દ્વાર ૮ યોજન ઊંચા અને ૪ યોજન પહોળા હોય છે. તે દ્વારની બંને બાજુએ ૪ યોજન લાંબા, ૪ યોજન પહોળા ત્રોટક-ટોડા હોય છે. બંને બાજુના ચાર-ચાર યોજનના ટોડાને ગણતા ૮ યોજનના ટોડા અને ૪ યોજનના દ્વાર = ૧ર યોજનની પહોળાઈ થાય છે. પ્રત્યેક કારને ૨-૨ યોજન પહોળા ૨ કમાડ છે. તે કમાડ ખુલે ત્યારે ટોડાના ટેકાથી ખુલ્લા રહે છે. ટોડા - આ ગુફાના દરવાજાના બે કમાડ હોય છે. એક-એક કમાડની પાછળ ૪ યોજન લાંબો અને ૪ યોજન પહોળો બારણાના ટેકા રૂપે એક-એક ટોડો(તોડક) છે.
પૂછપvi મંડાડું – અંધકારપૂર્ણ તિમિસ ગુફાને પ્રકાશિત કરવા ચક્રવર્તી ૪૯ મંડલ કરે છે. બજારૂઢ ચક્રવર્તી પોતાના ગજ ઉપર મણિરત્ન સ્થાપે છે અને તેના પ્રકાશમાં તે ગુફામાં પ્રવેશ કરે છે પરંતુ પાછળ આવતા વિશાળ સૈન્ય માટે તથા તેના જીવન પર્યત ખુલ્લી રહેતી આ અંધકાર પૂર્ણ ગુફામાં કાયમી પ્રકાશ માટે કાકણિરત્નથી એક-એક યોજનાના અંતરે વર્તુળો દોરે છે. તે વર્તુળો માંડલા કે મંડલ કહેવાય છે. તે