________________
| ૧૨ ]
શ્રી જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
આ પ્રકારના ગુણ સંપન્ન તે સુષેણ સેનાપતિરત્ન ભરત રાજાનો આદેશ સાંભળીને હર્ષિત-સંતુષ્ટ થાય છે યાવતુ બંને હાથ જોડીને, અંજલીરૂપે તેને મસ્તકે લગાવીને “સ્વામી! જેવી આપની આજ્ઞા" એ પ્રમાણે કહીને રાજાના આદેશનો વિનયપૂર્વક સ્વીકાર કરે છે, આ પ્રમાણે કહીને ત્યાંથી નીકળીને પોતાના આવાસસ્થાને આવીને, સેવક પુરુષોને બોલાવે છે, બોલાવીને કહે છે કે- “હે દેવાનુપ્રિયો! અભિષિક્ત હસ્તિરત્નને તૈયાર કરો; તેમજ ઘોડા, હાથી, રથ અને ઉત્તમ યોદ્ધાઓથી યુક્ત ચતુરગણી સેનાને તૈયાર કરો.”
આ પ્રમાણે આદેશ આપીને સ્નાનઘરમાં પ્રવેશ કરીને તે સ્નાન કરે છે વાવતું સ્નાન કરીને, સુસજ્જિત થઈ સ્નાન ઘર(ભવન)માંથી બહાર નીકળે છે, બહાર નીકળી બાહ્ય ઉપસ્થાનશાળા તથા અભિષિક્ત હસ્તિરત્ન સમીપે આવે છે, આવીને તે ગજરાજ ઉપર આરૂઢ થાય છે. |३४तए णं से सुसेणे सेणावई हत्थिखंधवरगए सकोरंटमल्लदामेणं छत्तेणं धरिज्जमाणेणं हयगयरह-पवरजोहकलियाए चाउरंगिणीए सेणाए सद्धिं संपरिवुडे महया-भडचडगर-पहगरवंद-परिक्खित्ते महयाउक्किट्ठ-सीहणाय-बोल-कलकलसद्देणं पक्खुभिय-महासमुद्दरव-भूयंपिव करेमाणे-करेमाणे सव्विड्डीए सव्वज्जुईए सव्वबलेणं जावणिग्घोसणाइएणं जेणेव सिंधू महाणई तेणेव उवागच्छइ, उवागच्छित्ता चम्मरयणं પર મુસફ . ભાવાર્થ :- ત્યારપછી ગજરત્ન ઉપર બિરાજમાન, કોરંટપુષ્પની માળા યુક્ત છત્રને ધારણ કરેલા; ઘોડા, હાથી, યોદ્ધા સમૂહ તથા ચતુરગિણી સેનાથી પરિવૃત્ત, ગંભીર, ઉત્કૃષ્ટ સિંહનાદના કલકલ ધ્વનિથી સમુદ્રની સમાન ઘુઘવાટા કરતા સૈન્ય સાથે, સર્વ પ્રકારની ઋદ્ધિ, ધૃતિ(આત્મા) તથા સૈન્ય સહિત યાવત અનેક વાજિંત્રોના અવાજ સાથે તે સુષેણ સેનાપતિ સિંધુમહાનદીની સમીપે આવે છે અને ચર્મરત્નને ગ્રહણ કરે છે. |३५ तए णं तं सिरिवच्छसरिसरूवं मुत्ततारद्धचंदचित्तं अयलमकंपं अभेज्जकवयं जंतं सलिलासु सागरेसु य उत्तरणं दिव्वं चम्मरयणं सण-सत्तरसाई सव्वधण्णाई जत्थ रोहंति एगदिवसेण वावियाई, वासं णाऊण चक्कवट्टिणा परामुढे दिव्वे चम्मरयणे दुवालस जोयणाई तिरियं पवित्थरइ तत्थ साहियाई ।
ભાવાર્થ :- ચર્મરત્ન શ્રીવત્સ જેવા આકારવાળું; મોતી, તારા, અર્ધ ચંદ્ર જેવા ચિત્રોથી ચિત્રિત, અચલ, અકંપ અને અભેદ્ય કવચ જેવું, નદી અને સમુદ્રને પાર કરવાના તે એક પ્રકારના યંત્ર-સાધન રૂપ હોય છે. દૈવી શક્તિથી યુક્ત આ ચર્મરત્ન ઉપર વાવેલા શણાદિ ૧૭ પ્રકારના અર્થાત્ સર્વ પ્રકારના ધાન્ય એક દિવસમાં ઉત્પન્ન થઈ જાય છે. વર્ષાનું આગમન જાણીને ચક્રવર્તી દ્વારા ગ્રહણ કરાતા, તે ૧૨ યોજન વિસ્તારવાળું થઈ જાય છે.