________________
| ૧૫૬ |
શ્રી જંબૂતીપ પ્રાપ્તિ સત્ર
ઓસરી હોય અને એક જૂદી ઓસરી હોય, તેવું પૂર્વ દિશાના દ્વારવાળું સ્વસ્તિક ગૃહ હોય છે. સર્વતો ભદ્ર ગૃહ- ચારે તરફ ઓસરીવાળું, રાજા અને પંડિત સમુદાયને ઉચિત ચારે દિશામાં કારવાળું સર્વતોભદ્ર ગૃહ કહેવાય છે.
જંબદ્વીપ પ્રજ્ઞપ્તિ ટીકામાં વરાહ સંહિતાના આધારે આ ચાર પ્રકારના ગૃહનું સ્વરૂપ બતાવ્યું છે. મૂળપાઠમાં રૂચક નામના ગૃહનું પણ કથન છે. પ્રભાસતીર્થ વિજય :| २७ तए णं से दिव्वे चक्करयणे वरदामतित्थकुमारस्स देवस्स अट्ठाहियाए महामहिमाए णिव्वत्ताए समाणीए आउहघरसालाओ पडिणिक्खमइ पडिणिक्खमित्ता अंतलिक्खपडिवण्णे जाव पयाए यावि होत्था । ભાવાર્થ :- વરદામ તીર્થકમાર દેવના વિજયનો અણહ્નિકા મહોત્સવ પૂર્ણ થતાં તે દિવ્ય ચક્રરત્ન શસ્ત્રાગારમાંથી બહાર નીકળે છે. બહાર નીકળીને આકાશ માર્ગે ઉત્તરપશ્ચિમ દિશામાં પ્રભાસતીર્થાભિમુખ પ્રયાણ શરૂ કરે છે. | २८ तए णं भरहे राया तं दिव्वं चक्करयणं तहेव जाव पभासतित्थेणं लवणसमुदं
ओगाहेइ जाव से रहवरस्स कुप्परा उल्ला जाव पीइदाणं से । णवरं मालं मउडिं मुत्ताजालं हेमजालं सरं च णामाहयं, पभासतित्थोदगं च, पच्चत्थिमिल्ले अंतवाले, सेसं तहेव जाव अट्ठाहिया णिव्वत्ता । ભાવાર્થ :- ત્યારપછી ભરતરાજા દિવ્ય ચક્રરત્નને અનુસરતાં યાવતું પ્રભાસતીર્થમાં થઈને રથના ચક્રની ધરી ડૂબે ત્યાં સુધી લવણસમુદ્રમાં પ્રવેશ કરે છે કાવત્ વરદામતીર્થકુમારની જેમ પ્રભાસતીર્થકુમાર ચક્રવર્તીને ભેટ આપે છે. તેમાં વિશેષતા એ છે કે ચૂડામણિ આદિના સ્થાને પ્રભાસતીર્થકુમાર ભરત ચક્રીને રત્નોની માળા, મુગટ, દિવ્ય મોતીઓની રાશિ, સુવર્ણરાશિ, ભેટ રૂપે આપીને કહે છે કે- “હું આપનો પશ્ચિમદિશાનો અંતપાલ છું, હું આપનો સીમારક્ષક બનું છું." શેષ વર્ણન પૂર્વવત્ જાણવું. વાવ અણતિકા મહોત્સવ ઉજવાય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ચક્રવર્તીના પ્રભાસ તીર્થ વિજયનું વર્ણન છે. પ્રભાસ તીર્થનું સ્થાન :- આ તીર્થ દક્ષિણાર્ધ ભરતક્ષેત્રના પશ્ચિમી લવણસમુદ્રના કિનારે, જ્યાં સિંધુનદી લવણ સમુદ્રને મળે છે, તે સંગમ સ્થાન ઉપર છે.
પ્રભાસ તીર્થ અધિપતિ દેવ :- પ્રભાસતીર્થકુમાર નામના ભવનપતિ દેવ આ તીર્થના અધિષ્ઠાયક દેવ