________________
[ ૧૪૪]
શ્રી જતીપ પ્રાપ્તિ સત્ર
કહીને બાણ છોડે છે.
જેમ મલ્લ-પહેલવાન કચ્છ બાંધે તેમ નરપતિ(બાણ છોડતા પૂર્વે) યુદ્ધોચિત વસ્ત્રથી પોતાની કમ્મર બાંધે છે. તે સમયે તેનું કૌશય વસ્ત્ર સામુદ્રીય પવનથી લહેરાતું હોય છે. ફll
વીજળી જેવા દેદીપ્યમાન, શુક્લપક્ષના પાંચમના ચંદ્ર જેવા સુશોભિત, વિજય અપાવનારા એવા મહાધનુષ્યને ડાબા હાથમાં ધારણ કરેલા નરપતિ પ્રત્યક્ષ ઇન્દ્ર જેવા શોભે છે. ll૪l. | १९ तए णं से सरे भरहेणं रण्णा णिसटे समाणे खिप्पामेव दुवालस जोयणाई गंता मागहतित्थाहि-वइस्स देवस्स भवणंसि णिवइए । तए णं से मागहतित्थाहिवई देवे भवणंसि सरं णिवइयं पासइ पासित्ता आसुरुत्ते रुटे चंडिक्किए कुविए मिसिमिसेमाणे तिवलियं भिउडि णिडाले साहरइ, साहरित्ता एवं वयासी- केस णं भो ! एस अपत्थिय- पत्थए दुरंतपंतलक्खणे हीणपुण्णचाउद्दसे हिरिसिरिपरिवज्जिए जेणं मम इमाए एयाणुरूवाए दिव्वाए देविड्डीए दिव्वाए देवजुईए दिव्वेणं देवाणुभावेणं लद्धाए पत्ताए अभिसमण्णागयाए उप्पिं अप्पुस्सुए भवणंसि सरं णिसिरइ त्ति कटु सीहासणाओ अब्भुढेइ अब्भुट्ठित्ता जेणेव से णामाहयके सरे तेणेव उवागच्छइ उवागच्छित्ता तं णामाहयंकं सरं गेण्हइ, णामंकं अणुप्पवाएइ, णामकं अणुप्पवाए माणस्स इमे एयारूवे अज्झथिए चिंतिए पत्थिए मणोगए संकप्पे समुप्पज्जित्था । ભાવાર્થ :- ભરતરાજા જેવું તે બાણ છોડે કે તરત જ તે બાણ બાર યોજન દૂર જઈને માગધતીર્થના અધિપતિ દેવના ભવનમાં પડે છે. માગધ તીર્થાધિપતિ પોતાના ભવનમાં પડેલા બાણને જુએ છે, જોઈને તે કુધ, રુષ્ટ, ચંડ-વિકરાળ અને ક્રોધથી લાલઘૂમ બની, દાંત કચકચાવતા અને હોઠ કરડતા, કપાળમાં ત્રણ કરચલી યુક્ત બની, નેણ ચડાવી આ પ્રમાણે બોલે છે... જેને કોઈ ઇચ્છતું નથી તેવા મૃત્યુની ઇચ્છા કરનાર, દુઃખદ અંત અને અશુભ લક્ષણવાળો, હિનપુણ્ય ચતુર્દશીના દિવસે જન્મેલો, લજ્જા તથા શોભારહિત તે કોણ અભાગી છે કે જે પૂર્વજન્મના પુણ્યથી ઉપાર્જિત, ઉપલબ્ધ અને સ્વાધીન દેવભવન, રત્ન આદિ રૂપ ઋદ્ધિ; શરીર, આભરણ વગેરેની કાંતિ; અચિંત્ય વૈક્રિય શક્તિરૂપ પ્રભાવ મારી પાસે હોવા છતાં મારા પર બાણનો પ્રહાર કરે છે. આ પરસંપત્તિનો ઉત્સુક કોણ છે? આ પ્રમાણે કહીને પોતાના સિંહાસન ઉપરથી ઊઠે છે, ઊઠીને જ્યાં તે નામાંકિત બાણ પડ્યું છે ત્યાં જાય છે, જઈને તે બાણને હાથમાં ગ્રહણ કરે છે. હાથમાં લઈને ક્રમશઃ અક્ષરો વાંચે છે, નામાંકિત અક્ષરો વાંચીને તેના મનમાં આ પ્રમાણે અધ્યવસાય ચિંતન, વિચાર, મનોભાવ તથા સંકલ્પ ઉત્પન્ન થાય છે.
२० उप्पण्णे खलु भो ! जंबुद्दीवे दीवे भरहे वासे भरहे णामंराया चाउरंतचक्कवट्टी, तंजीयमेयंतीयपच्चुप्पण्ण-मणागयाणंमागहतित्थकुमाराणं देवाणं राईण-मुवत्थाणीयं