________________
ત્રીજી વક્ષાર
[ ૧૩૯]
ભાવાર્થ :- અણહ્નિકા મહોત્સવ પૂર્ણ થઈ ગયા પછી તે દિવ્ય ચક્રરત્ન આયુધશાળા-શસ્ત્રાગારમાંથી બહાર નીકળે છે, નીકળીને આકાશ માર્ગે ચાલે છે. તે ચક્ર એક હજાર યક્ષોથી અધિષ્ઠિત હોય છે. દિવ્ય વાજિંત્રોના ધ્વનિ અને નિર્દોષથી આકાશને પૂરિત કરતું અર્થાત્ શબ્દાયમાન કરતું તે ચક્રરત્ન વિનીતા રાજધાનીની મધ્યમાંથી નીકળે છે, નીકળીને ગંગા મહાનદીના દક્ષિણી કિનારેથી પૂર્વ દિશામાં માગધતીર્થ તરફ જવા માટે ગમન કરે છે. १२ तए णं से भरहे राया तं दिव्वं चक्करयणं गंगाए महाणईए दाहिणिल्लेणं कूलेणं पुरत्थिमं दिसिं मागहतित्थाभिमुहं पयायं पासइ पासित्ता हट्ठतुट्ठ जाव कोडुंबियपुरिसे सद्दावेइ सद्दावित्ता एवं वयासी- खिप्पामेव भो देवाणुप्पिया ! आभिसेक्कं हत्थिरयणं पडिकप्पेह, हयगयरह-पवरजोहकलियं चाउरंगिणिं सेण्णं सण्णाहेह, एत्तमाणत्तियं पच्चप्पिणह । तए णं ते कोडुबियपुरिसा जाव पच्चप्पिપતિ !
ભાવાર્થ :- ભરતરાજા તે દિવ્ય ચક્રરત્નને ગંગા મહાનદીના દક્ષિણી કિનારેથી પૂર્વ દિશામાં માગધતીર્થ તરફ પ્રયાણ કરતું જુએ છે, જોઈને તે હર્ષિત અને સંતુષ્ટ થાય છે યાવત કૌટુંબિક પુરુષોને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહે છે– હે દેવાનુપ્રિયો ! શીધ્ર અભિષિક્ત, હસ્તિરત્નને સુસજ્જ કરો. ઘોડા, હાથી, રથ અને શ્રેષ્ઠ યોદ્ધાઓ, સૈનિકો સહિત ચતુરંગિણી સેનાને તૈયાર કરો. આજ્ઞાનુસાર કાર્ય થઈ ગયાના મને સમાચાર આપો. ત્યારપછી તે કૌટુંબિક પુરુષો આજ્ઞાનુસાર કાર્ય કરી રાજાને સમાચાર આપે
१३ तए णं से भरहे राया जेणेव मज्जणघरे, तेणेव उवागच्छइ उवागच्छित्ता मज्जणघरं अणुपविसइ अणुपविसित्ता जावससिव्व पियदसणे णरवई मज्जणघराओ पडिणिक्खमइ पडिणिक्खमित्ता हयगयरह-पवरवाहणभङचडग-पहकर-संकुलाए सेणाएपहियकित्ती जेणेव बाहिरिया उवट्ठाणसाला, जेणेव आभिसेक्के हत्थिरयणे तेणेव उवागच्छइ, उवागच्छित्ता अंजणगिरिकूडसण्णिभं गयवई णरवई दुरूढे । ભાવાર્થ - ત્યાર પછી ભરતરાજા સ્નાનઘર સમીપે આવીને, સ્નાનઘરમાં પ્રવેશ કરે છે યાવત્ ચંદ્રની જેમ જોવામાં પ્રિય લાગતાં તે રાજા સ્નાનગૃહમાંથી નીકળે છે.
સ્નાનઘરમાંથી બહાર નીકળીને ઘોડા, હાથી, રથ, બીજા ઉત્તમ વાહનો અને યોદ્ધાઓના વિસ્તૃતવૃંદથી વ્યાપ્ત સેનાથી સુશોભિત તે રાજા બાહ્ય ઉપસ્થાનશાળા-બહારના સભાભવન સમીપે જ્યાં અભિષિક્ત હસ્તિરત્ન છે, ત્યાં આવે છે અને અંજનગિરિના શિખર જેવા ગજપતિ પર તે નરપતિ આરૂઢ થાય છે.