________________
૧૧૨]
શ્રી જબૂતીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
ભાવાર્થ :- હે આયુષ્યમાન શ્રમણ ! તે અવસર્પિણીકાળના છઠ્ઠા આરાના એકવીશ હજાર વર્ષ વ્યતીત થશે ત્યારે ઉત્સર્પિણીકાળના શ્રાવણ કૃષ્ણ પ્રતિપદાના દિવસે બાલવ નામના કરણમાં, ચંદ્ર સાથે અભિજિત નક્ષત્રનો યોગ થાય ત્યારે ઉચ્છવાસ-નિઃશ્વાસ, પ્રાણ વગેરે ચૌદ પ્રકારના કાળના પ્રથમ સમયે અનંત વર્ણાદિ પર્યાયો વૃદ્ધિ પામતા-પામતા દુષમદુષમા નામનો કાળ-પ્રથમઆરો શરૂ થશે. ११७ तीसे णं भंते ! समाए भरहस्स वासस्स केरिसए आयारभावपडोयारे भविસ્પરૂ ?
गोयमा ! काले भविस्सइ हाहाभूए, भंभाभूए एवं सो चेव समदूसमा वेढ ओ णेयव्वो। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે ઉત્સર્પિણી કાળના પ્રથમ આરામાં ભરતક્ષેત્રનું સ્વરૂપ કેવું હશે?
ઉત્તર- હે ગૌતમ ! તે સમય હાહાકારમય, ચિત્કારમય થશે. તે સર્વ વર્ણન અવસર્પિણીકાળના છઠ્ઠા આરાની સમાન જાણવું. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ઉત્સર્પિણી કાળના દુષમદુષમા નામના પ્રથમ આરાનું સ્વરૂપ દર્શન છે. આ આરામાં ઘણું દુઃખ હોય છે તેથી તે દુષમદુષમા કહેવાય છે. તે ૨૧,000 વર્ષનો હોય છે. ઉત્સર્પિણી કાળનો પ્રારંભદિન :- શ્રાવણ વદ-૧, ગુજરાતી તિથિ પ્રમાણે અષાઢ વદ-૧ના દિવસે ઉત્સર્પિણી કાળ અને તેના પ્રથમ આરાનો પ્રારંભ થાય છે. અષાઢ પૂર્ણિમાના છેલ્લા સમયે અવસર્પિણી કાળ પૂર્ણ થાય છે. બાલવ નામના કરણ અને અભિજીત નક્ષત્રના પ્રથમ સમયે ઉત્સર્પિણી કાળનો પ્રારંભ થાય છે. આ ઉત્સર્પિણી કાળના પ્રારંભ સમયે, ચૌદ પ્રકારના કાળના પ્રારંભનો પણ પ્રથમ સમય કહેવાય છે. તે ચૌદ પ્રકારના કાળ આ પ્રમાણે છે– (૧) ઉચ્છશ્વાસ અથવા નિઃશ્વાસ (૨) પ્રાણ (૩) સ્તોક (૪) લવ (૫) મુહૂર્ત (૬) અહોરાત્ર (૭) પક્ષ (૮) માસ (૯) ઋતુ (૧૦) અયન (૧૧) સંવત્સર (૧૨) યુગ (૧૩) કરણ (૧૪) નક્ષત્ર.
સમય તે કાળનો નિર્વિભાગ અંશ છે. તેમાં આદિ, અંતનો વ્યવહાર શક્ય નથી તેથી સમય કાળ ગણનાનું આદિ એકમ હોવા છતાં અહીં ચૌદ પ્રકારની કાળ ગણનામાં તેનું કથન કર્યું નથી. સમય પછીનું એકમ છે આવલિકા. તે અવ્યવહાર્ય હોવાથી તેની પણ ગણના અહીં કરી નથી. વૃત્તિકારે કહ્યું છે કે समयस्स निर्विभाग कालत्वेन आधन्तव्यवहाराभावाद् आवलिकायाश्च अव्यवहारार्थत्वेन उपेक्षा ।
ઉત્સર્પિણી રૂપ મહાકાળ જે સમયે શરૂ થાય છે, તે જ સમયે તેના અવાજોરભૂત ઉચ્છશ્વાસાદિ ૧૪ કાળ વિશેષનો પણ પ્રારંભ થાય છે અને પોત-પોતાનું પ્રમાણ સમાપ્ત થતાં તે સમાપ્ત થઈ જાય છે. આ રીતે કાળના અવાજોર એકમો પ્રારંભ સમાપ્તિ પામતા પામતા મહાકાળની સમાપ્તિ સાથે સમાપ્ત