________________
શ્રી જંબુદ્રીપ પ્રાપ્તિ સૂત્ર
વા, अरणे वा, खेत्ते વા, વને વા, મેહે વા, अंगणे वा; एवं तस्स ण भवइ । હાલો- થોને વા, તવે વા, મુઠુત્તે વા, अहोरत्ते वा પવન્તુ વા, મારે વા, उऊए वा, अयणे वा, संवच्छरे वा, अण्णयरे वा दीहकालपडिबंधे; एवं तस्स ભવદ્ । માવો- જોઢે વા, માળે વા, માયાર્ વા, તોડ઼ે વા, મચ્છુ વા, હાલે વા, एवं तस्स ण भवइ ।
८०
ભાવાર્થ :- તે ભગવાનને કોઈપણ પ્રકારનો પ્રતિબંધ ન હતો. તે પ્રતિબંધના ચાર પ્રકાર છે. તે આ પ્રમાણે છે– (૧) દ્રવ્યથી (૨) ક્ષેત્રથી (૩) કાળથી (૪) ભાવથી.
દ્રવ્ય પ્રતિબંધ– આ મારી માતા, મારા પિતા, મારા ભાઈ, મારી બહેન છે. આ મારી પત્ની, મારા દીકરા, મારી દીકરી, મારી પૂત્રવધૂ, મારા પૌત્ર-દોહિત્ર, મારા મિત્ર છે. આ મારા સ્વજન અને સંબંધીઓ છે. આ સોનું, ચાંદી, ઉપકરણો આદિ મારા છે. અથવા સંક્ષેપમાં સચેત- સ્વજન, પશુ, દાસાદિ, અચેતસુવર્ણાદિ, મિશ્ર- અલંકાર સહિતના બળદાદિ મારા છે. તે સર્વ પ્રકારના મમત્વના પ્રતિબંધ રહિત હતા અર્થાત્ તેમાં આસક્ત ન હતા.
ક્ષેત્ર પ્રતિબંધ– તેઓને ગામ, નગર, અરણ્ય, ખેતર, ખળા-અનાજ રાખવાના સ્થાન, ઘર, આંગણા વગેરે પ્રતિ આસક્તિ ભાવ ન હતો.
કાળ પ્રતિબંધ– સ્તોક, લવ, મુહૂર્ત, અહોરાત્ર, પક્ષ, માસ, ઋતુ, અયન, સંવત્સર તથા અન્ય કોઈપણ દીર્ઘકાળ પર તેઓને મમત્વ ભાવ ન હતો.
ભાવ પ્રતિબંધ– તેમને ક્રોધ, માન, માયા, લોભ, ભય, હાસ્ય વગેરે ન હતા.
७० से णं भगवं वासावास वज्जं हेमंतगिम्हासु गामे एगराइए, गरे पंचराइए, ववगयहाससोग- अरइ भयपरित्तासे, णिम्ममे णिरहंकारे लहुभूए अगंथे वासीतच्छणे अदुट्ठे चंदणाणुलेवणे अरत्ते, लेट्ठम्मि कंचणम्मि य समे, इहलोए परलोए य अपडिबद्धे, जीवियमरणे निरवकंखे, संसारपारगामी, कम्मसंगणिग्घायणट्ठाए अब्भुट्ठिए विहरइ ।
ભાવાર્થ :- તે ઋષભદેવ સ્વામી વર્ષાવાસ(ચાતુર્માસ) સિવાયના સમયમાં શિયાળા અને ઉનાળામાં ગામમાં એક રાત, નગરમાં પાંચ રાત નિવાસ કરતા હતા. હાસ્ય, શોક, અરિત, ભય તથા આકસ્મિક ભયથીરહિત, મમતારહિત, અહંકારરહિત, લઘુભૂત, બાહ્ય તથા આત્યંતર ગ્રંથિથીરહિત, કુહાડાથી કોઈ તેના શરીરની ચામડી ઉતારે તો તેના પર દ્વેષરહિત અને કોઈ ચંદનનો લેપ કરે તો તેના પ્રત્યે
રાગ(આસક્તિ)રહિત, પથ્થર અને સુવર્ણમાં સમાનભાવ રાખનારા, આ લોકમાં અને પરલોકમાં