________________
૩૮૦
શ્રી પન્નવણા સૂત્રઃ ભાગ-૩
ગતિ થતી નથી, કારણ કે જીવ સ્વભાવથી જ સમશ્રેણીમાં ગતિ કરે છે.
જીવ જ્યારે જ્યાં સ્થિત છે ત્યાં જ અત્યંત નિકટતમ ક્ષેત્રમાં ઉત્પન્ન થવાનો હોય ત્યારે તેના મારણાંતિક સમુદ્યાતનું ક્ષેત્ર જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ થાય છે અને જ્યારે જીવ પોતાના સ્થાનથી અસંખ્યાતા યોજન દૂરના ક્ષેત્રમાં ઉત્પન્ન થવાનો હોય ત્યારે તેના મારણાંતિક સમુદ્દઘાતનું ક્ષેત્ર અસંખ્યાત યોજનનું થાય છે. તે જઘન્ય એક, બે કે ત્રણ સમય અને ઉત્કૃષ્ટ ચાર સમયના વિગ્રહમાં તેટલા ક્ષેત્રને વ્યાપ્ત કરે છે.
નૈરયિકોના મારણાંતિક સમુઠ્ઠાતના પુદ્ગલોથી વ્યાપ્ત થતું ક્ષેત્ર પહોળાઈ અને જાડાઈમાં શરીર પ્રમાણ અને લંબાઈમાં જઘન્ય સાધિક હજાર યોજન અને ઉત્કૃષ્ટ અસંખ્યાત યોજનાનું છે.
જ્યારે પહેલી નરકના પાથડામાં પાતાળ કળશની બાજુમાં રહેલો નારકી મરીને પાતાળ કળશના જ બીજા કે ત્રીજા ભાગમાં મત્સ્યરૂપે ઉત્પન્ન થાય, ત્યારે તે નારકી મારણાંતિક સમુઘાત દ્વારા પોતાના આત્મપ્રદેશો, પાતાળ કળશની ઠીકરીને ભેદીને પાતાળ કળશ સુધી ફેલાવે છે. પાતાળ કળશની ઠીકરી એક હજાર યોજન જાડી છે તેથી નારકીનું મારણાંતિક સમુદ્યાતનું જઘન્ય ક્ષેત્ર લંબાઈની અપેક્ષાએ સાધિક હજાર યોજનાનું થાય છે. નારકીઓ માટે અત્યંત નિકટતમ ઉત્પત્તિ સ્થાન તે જ છે. તેનાથી નજીકમાં તેને યોગ્ય કોઈ ઉત્પત્તિ સ્થાન નથી. ઉત્કૃષ્ટ ક્ષેત્ર સાતમી નારકીની અપેક્ષાએ છે.
અસુરકુમાર દેવના મારણાંતિક સમુઠ્ઠાતના પુદ્ગલોથી વ્યાપ્ત થતું ક્ષેત્ર પહોળાઈ અને જાડાઈમાં શરીર પ્રમાણ અને લંબાઈમાં જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગનું અને ઉત્કૃષ્ટ અસંખ્યાત યોજનનું છે. કોઈ અસુરકુમાર યથાયોગ્ય અધ્યવસાયથી પોતાના જ કંડલાદિ આભૂષણોમાં પૃથ્વીકાયિકાદિરૂપે ઉત્પન્ન થાય છે તેની અપેક્ષાએ જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગનું ક્ષેત્ર થાય છે.
શેષ સર્વ જીવોમાં મારણાંતિક સમુઘાતના પુલોથી વ્યાપ્ત થતું ક્ષેત્ર અસુરકુમાર દેવોની સમાન જઘન્ય અંગુલના અસંખ્યાતમાં ભાગનું અને ઉત્કૃષ્ટ અસંખ્યાત યોજનાનું છે.
૨૪ દંડકના જીવોમાં મારણાંતિક સમુઠ્ઠાતના પુગલોને વ્યાપ્ત અને સ્પષ્ટ થવાનો સમય તે-તે જીવોની વિગ્રહગતિ અનુસાર નિશ્ચિત થાય છે. સમુચ્ચય જીવ અને એકેન્દ્રિય જીવો સમસ્ત લોકમાં વ્યાપ્ત હોવાથી તેની વિગ્રહગતિનો સમય જઘન્ય એક, બે, ત્રણ સમય, ઉત્કૃષ્ટ ચાર સમય થાય છે. તેમાં ત્રસનાડીમાં સ્થિત જીવોની વિગ્રહગતિમાં ત્રણ સમય અને ત્રસનાડીથી બહાર સ્થાવરનાડીમાં સ્થિત જીવોની વિગ્રહગતિમાં ચાર સમય થાય છે. વિકલેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્ય, નારક અને દેવો ત્રસનાડીમાં સ્થિત હોવાથી તેની વિગ્રહગતિમાં ઉત્કૃષ્ટ ત્રણ સમય જ થાય છે. વૈક્રિય સમુધ્ધાતયુક્ત જીવોનાં ક્ષેત્ર, કાળ અને ક્રિયા - ७४ जीवे णं भंते ! वेउव्वियसमुग्घाएणं समोहए समोहणित्ता जे पोग्गले णिच्छुभइ तेहि णं भंते ! पोग्गलेहिं केवइए खेत्ते अफुण्णे केवइए खेत्ते फुडे ?
गोयमा ! सरीरप्पमाणमेत्ते विक्खंभबाहल्लेणं, आयामेणं जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं उक्कोसेणं संखेज्जाई जोयणाई एगदिसि विदिसि वा एवइए खेत्ते अफुण्णे एवइए खेत्ते फुडे । ભાવાર્થ :- પશ્ન- હે ભગવન્! વૈક્રિય સમુદ્યાતવાળા જીવ, વૈક્રિય સમુદ્યાત દ્વારા જે પુલોને