________________
| ૨૪૬ |
શ્રી પન્નવણા સુa: ભાગ-૩
ક્રોધ-માન-માયા-લોભકષાયી ૨૪ દંડકના જીવોમાં ચારે કષાય હોય છે પરંતુ નારકીઓમાં ક્રોધકષાયી જીવો શાશ્વત છે, માન-માયા અને લોભકષાયી જીવો ક્યારેક હોય અને ક્યારેક હોતા નથી અર્થાત્ તે અશાશ્વત છે.
દેવોમાં લોભકષાયી જીવો શાશ્વત અને ક્રોધ-માન-માયા કષાયી જીવો અશાશ્વત છે. મનુષ્ય અને તિર્યંચગતિમાં ચારે કષાયવાળા જીવો હંમેશાં પ્રાપ્ત થાય છે, તેથી નારકીઓમાં માન-માયા-લોભકષાયી જીવોમાં છ ભંગ અને ક્રોધકષાયી જીવોમાં ત્રણ ભંગ થાય છે. દેવોમાં ક્રોધ-માન-માયાકષાયી જીવોમાં છ ભંગ અને લોભકષાયીમાં ત્રણ ભંગ થાય છે. શેષ જીવોમાં ત્રણ ભંગ થાય છે. નારીઓમાં માનકષાયી જીવોમાં છ ભંગ- (૧) સર્વ માનકષાયી નૈરયિકો આહારક હોય. માનકષાયી એક પણ નારકી વિગ્રહગતિમાં ન હોય ત્યારે આ પ્રથમ ભંગ થાય છે. (૨) સર્વ માનકષાયી નૈરયિકો અનાહારક હોય છે. નરકગતિમાં માનકષાયી સર્વ નૈરયિકો વિગ્રહગતિમાં જ હોય, એક પણ માનકષાયી નારકી ઉત્પત્તિસ્થાનમાં ન હોય, ત્યારે આ બીજો ભંગ થાય છે. એક કે અનેક માનકષાયી નારકી વિગ્રહગતિમાં અને ઉત્પત્તિસ્થાનમાં બંને સ્થળે હોય, તે અપેક્ષાએ બીજા ચાર ભંગ થાય છે. જેમ કે –
(૩) એક આહારક, એક અનાહારક (૪) એક આહારક, અનેક અનાહારક (૫) અનેક આહારક, એક અનાહારક () અનેક આહારક, અનેક અનાહારક.
આ જ રીતે ક્રોધ-માન-માયાકષાયી દેવોમાં છ-છ ભંગ થાય છે. અકષાયી– ક્રોધાદિ કષાય રહિત જીવોને અકષાયી કહે છે. ૧૧ થી ૧૪ ગુણસ્થાનવર્તી મનુષ્યો તથા સિદ્ધ ભગવંતો અકષાયી હોય છે. તેમાં મનુષ્ય કેવળી સમુદ્યાત તથા અયોગી અવસ્થામાં અનાહારક હોય છે, અન્ય અવસ્થામાં આહારક હોય છે. તેમાં આહારક જીવો હંમેશાં હોય છે પરંતુ અનાહારક જીવો હંમેશાં હોતા નથી, તેથી ત્રણ ભંગ થાય છે અને સિદ્ધ જીવો અનાહારક જ હોય છે. (૮) જ્ઞાન દ્વાર :|३० णाणी जहा सम्मट्ठिी । ભાવાર્થ :- જ્ઞાનીની વક્તવ્યતા સમ્યગૃષ્ટિ સમાન જાણવી જોઈએ. ३१ आभिणिबोहियणाणि-सुयणाणिसु बेइंदिय-तेइंदिय-चउरिदिएसु छन्भंगा । अवसेसेसु जीवादीओ तियभंगो, जेसिं अस्थि । ભાવાર્થ:- આભિનિબોધિકજ્ઞાની અને શ્રુતજ્ઞાની બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય અને ચૌરેન્દ્રિય જીવોમાં સમ્યગ્દષ્ટિ વિક્લેન્દ્રિયોની જેમ છ ભંગ થાય છે. શેષ સમુચ્ચય જીવાદિમાં, જે જીવોમાં જ્ઞાન હોય છે, તેમાં ત્રણ ભંગ થાય છે. | ३२ ओहिणाणी पंचेदियतिरिक्खजोणिया आहारगा, णो अणाहारगा । अवसेसेसु जीवादीओ तियभंगो, जेसिं अस्थि ओहिणाणं । ભાવાર્થ :- અવધિજ્ઞાની પંચેન્દ્રિય તિર્યંચ આહારક જ હોય છે, અનાહારક નથી. શેષ સમુચ્ચય જીવાદિમાં, જે જીવોમાં અવધિજ્ઞાન હોય છે, તેમાં ત્રણ ભંગ થાય છે.