________________
**
અભિગમ
ગોંડલ ગચ્છ શિરોમણી પરમ દાર્શનિક પૂ. શ્રી જયંતમુનિ મ.સા.
પ્રજ્ઞાપના સૂત્રનું સૂક્ષ્મ દર્શન :
જૈન દર્શન કોઈ પણ તત્ત્વનું પ્રથમ સામાન્ય નિદર્શન કરે છે. ત્યાર બાદ નય તથા સપ્તભંગીના આધારે સિદ્ધાંતની ચારેબાજુનું અવલોકન કરે છે. આ અવલોકન એટલે જ સૂક્ષ્મ દર્શન. જૈન દર્શન એક એવું દર્શન છે કે પદાર્થ તથા પદાર્થની ક્રિયાઓને તેના મૂળ સુધી તપાસીને, તેના ઉદ્ભવ, પ્રભાવ અને ફળ, એ બધાનું વિસ્તારથી વર્ણન કરે છે, એટલું જ નહીં પરંતુ બ્રહ્માંડની સમગ્ર જીવરાશિને એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના પાંચ ભાગમાં વિભક્ત કરીને અથવા નારકી, તિર્યંચ, દેવ અને મનુષ્ય ચારે ભાગોના વિકસિત અને અવિકસિત જીવોને આશ્રય કરી, નિરંતર પ્રશ્નોત્તર કરી, કયા કયા સ્થાનમાં અને કઈ કઈ જીવરાશિમાં કેટ-કેટલી વ્યાપ્તિ(પ્રાપ્તિ) થાય છે, તેનું ઊંડાઈથી અવગાહન કરે છે.
ઉપરાંત વિચારોનું કે અધ્યવસાયોનું ગણિત અલ્પબહુત્વના આધારે સંખ્યાથી પ્રદર્શિત કરી, કયા સિદ્ધાંતની કેટલી પ્રભુતા છે અને કયા સિદ્ધાંતની કેટલી લઘુતા છે, તેનું અધ્યેતાને જ્ઞાન કરાવે છે. ખરેખર ! જૈન દર્શનનું સૂક્ષ્મ દર્શન, એ એક અજોડ પ્રક્રિયા છે. ખરૂ પૂછો તો ભગવતી સદશ આ પ્રજ્ઞાપના સૂત્ર અને ખાસ કરીને તેમના પાછળના પદો આવા અવગાહનથી લબાલબ ભરેલા છે.
પાઠકને ધીરજ ન હોય અને શાસ્ત્રો પ્રત્યે આવશ્યક ભક્તિ કે બહુમાન ન હોય તો ક્યારેક તેની અલ્પબુદ્ધિને કંટાળા ભરેલું પણ લાગે, જો કે તેથી શાસ્ત્રની મહાનતામાં જરા પણ ફરક પડતો નથી.
હવે આપણે વિષયને સ્પર્શ કરીએ તે પહેલાં કહેવું આવશ્યક છે કે આખું શાસ્ત્ર વિધિવત્ આ વિદ્વાન સાધ્વીજીઓ અને આગમદષ્ટા ત્રિલોકમુનિજી મહારાજશ્રીની પ્રેરણાથી વિશદ રૂપે અર્થ—ભાવાર્થ તો પ્રગટ થવાના છે જ, એટલે એ રીતે વિષયને સાક્ષાત્ સ્પર્શ ન કરતાં તેના ગૂઢ તત્ત્વ ઉપર દષ્ટિપાત કરીશું અને તેમાં સમાવિષ્ટ થયેલા કેટલાંક સૂક્ષ્મ ભાવોને પ્રગટ કરવા કોશિશ કરીશું.
AB
“પ્રજ્ઞાપના શાસ્ત્ર’” એક મહાસાગર છે. જ્યારે આપણી સામાન્ય બુદ્ધિ એક ઝરણા જેટલી પણ નથી, છતાં પણ વીર કૃપાથી જે ઝળકતા મોતી ચમકે છે, તેનું
23