________________
| સત્તાવીસ પદઃ ક્રર્મવેદ-વેદક
૨૦૫ |
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્રકર્મનું વેદન કરતો એક જીવ કેટલી કર્મપ્રકતિઓનું વેદન કરે છે? ઉત્તર- હે ગૌતમ ! જેવી રીતે વેદનીય કર્મના બંધ-વેદકનું કથન કર્યું છે, તેવી જ રીતે વેદનીય કર્મમાં વેદ-વેદકનું કથન કરવું જોઈએ. | ५ जीवे णं भंते ! मोहणिज्जं कम्मं वेदेमाणे कइ कम्मपगडीओ वेदेइ ? गोयमा! णियमा अट्ठ कम्मपगडीओ वेदेइ । एवं णेरइए जाव वेमाणिए । एवं पुहत्तेण वि । ભાવાર્થ :-પ્રશ્ન- હે ભગવન્! મોહનીય કર્મનું વેદન કરતો એક જીવ કેટલી કર્મપ્રકૃતિઓનું વેદન કરે છે? ઉત્તર- હે ગૌતમ ! તે નિયમા આઠ કર્મપ્રકૃતિઓનું વેદન કરે છે. આ જ રીતે નારકીથી લઈને વૈમાનિક સુધીના જીવો અવશ્ય આઠ કર્મપ્રકૃતિઓનું વેદન કરે છે. આ રીતે સમુચ્ચય અનેક જીવો તથા ૨૪ દંડકના અનેક જીવોમાં પણ આઠે ય કર્મના વેદ-વેદકનું કથન કરવું જોઈએ. વિવેચન :
પ્રસ્તુત પદમાં જ્ઞાનાવરણીય આદિ કર્મનું વેદન કરતાં, અન્ય કર્મપ્રકૃતિઓના વેદનનું નિરૂપણ છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય કર્મનું વેદન કરતો એક જીવ અથવા એક મનુષ્ય સાત કે આઠ કર્મનું વેદન કરે છે. આ ત્રણે કર્મોનો ઉદય બાર ગુણસ્થાન સુધી હોય છે. બાર ગુણસ્થાન સુધીમાં કર્મવેદનના બે વિકલ્પ સંભવે છે– (૧) ૧ થી ૧૦ ગુણસ્થાન સુધી આઠ કર્મ અને (૨) ૧૧મા, ૧૨મા ગુણસ્થાનમાં સાત કર્મનું વેદન છે. કોઈ પણ એક જીવમાં અથવા એક મનુષ્યમાં આ બે વિકલ્પમાંથી એક વિકલ્પ હોય છે. અનેક જીવો તથા અનેક મનુષ્યોમાં ત્રણ ભંગ થાય છે, તેમાં અગિયારમું અને બારમું ગુણસ્થાન અશાશ્વત હોવાથી સાત કર્મવેદક જીવો હંમેશાં હોતા નથી. તેથી તેમાં એક વિકલ્પ અશાશ્વત હોવાથી ત્રણ ભંગ થાય છે– (૧) સર્વ જીવો આઠ કર્મવેદક, (૨) અનેક જીવો આઠ કર્મવેદક અને એક જીવ સાત કર્મવેદક, (૩) અનેક જીવો આઠ કર્મવેદક અને અનેક જીવો સાત કર્મવેદક. મોહનીય કર્મન વેદન કરતા એક કે અનેક જીવો અવશ્ય આઠ કર્મોનું વેદન કરે છે. મોહનીય કર્મનું વેદન દશ ગુણસ્થાન સુધી હોય છે. ત્યાં સુધી સર્વ જીવોને અવશ્ય આઠે કર્મોનું વદન હોય છે. વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર કર્મનું વેદન કરતો એક જીવ કે એક મનુષ્ય આઠ, સાત અથવા ચાર કર્મોનું વેદન કરે છે. આ ચારે કર્મોનો ઉદય ચૌદ ગુણસ્થાન સુધી હોય છે. ચૌદ ગુણસ્થાન સુધીમાં કર્મવેદનના ત્રણ વિકલ્પ થાય છે. એક થી દશ ગુણસ્થાન સુધી આઠ કર્મોનો, અગિયારમા–બારમા ગુણસ્થાને સાત કર્મોનો અને તેરમા-ચૌદમા ગુણસ્થાને ચાર કર્મોનો ઉદય હોય છે. કોઈ પણ એક જીવમાં આ ત્રણ વિકલ્પમાંથી એક વિકલ્પ હોય છે. અનેક જીવો અને અનેક મનુષ્યોમાં વેદનીય ચારે અઘાતી કર્મો સંબંધી ત્રણ ભંગ થાય છે. તેમાં તેરમું ગુણસ્થાન શાશ્વત હોવાથી ચાર કર્મવેદક જીવો શાશ્વત હોય છે, પરંતુ અગિયારમું અને બારમું ગુણસ્થાન અશાશ્વત હોવાથી સાત કર્મ વેદક જીવો હંમેશાં હોતા નથી, તેથી એક વિકલ્પ અશાશ્વત હોવાના કારણે ત્રણ ભંગ થાય છે– (૧) સર્વ જીવોમાં અનેક જીવો આઠ કર્મવેદક અને અનેક જીવો ચાર કર્મવેદક. (૨) અનેક જીવો આઠ અને ચાર કર્મવેદક તથા એક જીવ સાત કર્મવેદક. (૩) અનેક જીવો આઠ અને ચાર કર્મવેદક તથા અનેક જીવો સાત કર્મવેદક.